<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

શેલ્બી હોસ્પિટલની વર્લ્ડ કલાસ રપ બેડની ઓર્થોપેડીક હોસ્પીટલનો રાજકોટમાં પ્રારંભ

ઓર્થોપેડીકની શ્રેષ્ઠ સારવાર દર્દીઓને મળી રહેશે : રાજકોટમાં શેલ્બી હોસ્પિટલની ૭મી શાખા કાર્યરત

પત્રકાર પરીષદમાં  માહિતી આપતા ડો. સનય શાહ,  ડો. ભરત ગજ્જર, લલીતભાઇ ભાલોડીયા, ડો. આશિષ શેઠ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. પ :  રાજકોટના આંગણે શેલ્બી હોસ્પિટલની વર્લ્ડ કલાસ ઓર્થોપેડીક કેરનો પ્રારંભ થયો છે. રપ બેડની ક્ષમતા સાથે રાજકોટમાં શેલ્બી હોસ્પીટલની ૭ મી શાખાનો પ્રારંભ થયો છે.

પત્રકાર પરીષદમાં ડો. સનય શાહએ શેલ્બી હોસ્પિટલ, જે હેલ્થકેરમાં ઉત્કૃષ્ટતાનું સમાનાર્થી નામ છે, રાજકોટમાં શેલ્બી ઓર્થોપેડિકસ સેન્ટર ઓફ એકસેલન્સ શરુ કરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. ૨૫ બેડની ક્ષમતા સાથે, આ બુટિક ઓર્થોપેડિક હોસ્પિટલ રાજકોટ અને તેની આસપાસના સૌરાષ્ટ્ર વિસ્તારમાં હેલ્થકેર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. શેલ્બી ઓર્થોપેડિકસ સેન્ટર ઓફ એકસેલન્સ આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં પણ ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. વિશ્વની શ્રેષ્ઠ હેલ્થકેર મેનેજમેન્ટ પદ્ધતિઓ અપનાવવાના ધ્યેય સાથે, શેલ્બી હોસ્પિટલ વિવિધ સર્જિકલ અને તબીબી વિશેષતાઓમાં ઉત્તમ સંભાળ પ્રદાન કરાવી રહી છે. અલ્ટ્રા મોર્ડન કલાસ ૧૦૦ મોડયુલર ઓપરેટિંગ થિયેટર એ આ નવી હોસ્પિટલ ની વિશેષતાઓમાંની એક છે.. આ અદ્યતન થિયેટરોને ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેથી દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ મળે તેની ખાતરી કરવામાં આવે છે.

ડો. ભરત ગજજરે જણાવ્યું છે કે રાજકોટમાં શેલ્બી હોસ્પિટલની સ્થાપનાનો ઉદ્દેશ્ય એ છે કે સૌરાષ્ટ્ર અને આસપાસના જિલ્લાઓના દર્દીઓને હવે અદ્યતન ઓર્થોપેડિક સારવાર માટે મેટ્રોપોલિટન વિસ્તારોમાં જવાની જરૂર નથી. તેઓ હવે અહીં રાજકોટમાં જ એક છત નીચે સંપૂર્ણ ઓર્થોપેડિક સેવાઓનો લાભ મેળવી શકે છે. શેલ્બી ઓર્થોપેડિકસ સેન્ટર ઓફ એકસેલન્સ સાથે, અમારો હેતુ અપ્રતિમ મેડિકલ સેવાઓ પ્રદાન કરવાનો અને અમારા દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવાનો છે.

શેલ્બી હોસ્પિટલ, રાજકોટના અનુભવી ઓર્થોપેડિક સર્જનો, નર્સો અને સહાયક સ્ટાફની ટીમ દરેક દર્દીને વ્યકિતગત અને સહાનુભૂતિપૂર્ણ સંભાળ મળે તેની ખાતરી કરવા માટે સમર્પિત છે.

ડો. આશિષ  શેઠેં જણાવ્યું છે કે શેલ્બી ઓર્થોપેડિકસ સેન્ટર ઑફ એકસેલન્સ, રૂટિન પ્રોસિજરથી લઈને કોમ્પલેકસ સર્જરીઓ જેવી બધીજ ઓર્થોપેડિકસ સંબંધિત પરિસ્થિતિઓની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સજ્જ છે. શ્રેષ્ઠતા અને દર્દી-કેન્દ્રિત અભિગમ સાથે, શેલ્બી હોસ્પિટલ રાજકોટ અને તેની તેની આસપાસના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓર્થોપેડિક સંભાળ માટેનું મુખ્ય સ્થળ બનવા માટે તૈયાર છે.

શેલ્બી હોસ્પિટલ

શેલ્બી લિમિટેડ (શેલ્બી હોસ્પિટલ્સ) એ ડો. વિક્રમ શાહ દ્વારા સ્થાપિત ભારતની અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ગુણવત્તાયુકત અને અફોર્ડેબલ આરોગ્યસંભાળ પહોંચાડવામાં ૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તે હાલમાં અમદાવાદ, વાપી, સુરત, ઈન્દોર, જબલપુર, જયપુર, ગુરુગ્રામ, મોહાલી અને મુંબઈ ખાતે ૧૧ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો અને અમદાવાદ, લખનઉ, રાંચી, ગ્વાલિયર અને રાજકોટમાં શેલ્બી ઓર્થોપેડિકસ સેન્ટર ઓફ એકસેલન્સ (SOCIR) હેઠળ ૫ ઓર્થોપેડિક હોસ્પિટલની શૃંખલા ધરાવે છે જે એકંદરે ૨,૩૫૦ થી વધુ હોસ્પિટલ બેડની ક્ષમતા ધરાવે છે અને U.S.માં ઘૂંટણ અને હિપ ઇમ્પ્લાન્ટ્સના ઉત્પાદન પણ કરી રહી છે. શેલ્બીએ અત્યાર સુધીમાં ૧,૫૦,૦૦૦ થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોસિજર કરી છે અને તે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે પહેલા નંબરે છે. તે ઓર્ગેનાઇઝડ માર્કેટમાં ૧૫ ટકા માર્કેટ શેર સાથે ભારતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનું સૌથી મોટું કેન્દ્ર છે. શેલ્બી પાસે ૪,૬૦૦ થી વધુ કુશળ ડોકટરો, સર્જનો અને સહાયક સ્ટાફની ઇન હાઉસ ટીમ છે, જેઓ રિલેવન્ટ ઇન્ડસ્ટ્રી અનુભવ અને ઊંડાણપૂર્વકની ડોમેઈન એકસપર્ટીસ ધરાવે છે, અને કંપનીના વિકાસમાં અગ્રેસર છે

(4:38 PM IST)