<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જન્માષ્ટમી નિમિતે તા. ૧૦મીએ તાવા પ્રસાદઃ ૧૮મીએ ગોપી કિશન સ્પર્ધા

મેરી લગી શ્યામ સંગ પ્રિત, યે દુનિયા કયા જાને, મુઝે મિલ ગયા મન કા મિત યે દુનિયા કયા જાને... ર થી ૯ વર્ષ સુધીના બાળકો ગોપી-કિશન બની શકશેઃ પાંચ સ્થળોએથી ફોર્મ વિતરણઃ સ્પર્ધા અને તાવાનું જાહેર નિમંત્રણ

રાજકોટ તા. પઃ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી નિમિતે વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. તા. ૧૦ શનિવારે સાંજે ૭ વાગ્યે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ગત વર્ષની સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ અને તાવા પ્રસાદ કાર્યક્રમ યોજનાર છે. જેમાં લાભ લેવા ભાવિકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તા. ૧૮મીએ રવિવારે ગોપી કિશન સ્પર્ધા યોજાનાર છે.

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધારવવા માટે યોજનાર ગોપી-કિશન સ્પર્ધાને ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે અને દર વર્ષે બાળકો આ સ્પર્ધાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોની સાથે સાથે બાળકોના વાલીઓમાં પણ આ સ્પર્ધાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે સ્પધર્ભામાં ભાગ લેનારા સ્પર્ધક બાળકોની સંખ્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જેના અંતર્ગત આ વર્ષે પણ નાના ભુલકાઓને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં જોડવા માટે ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિ.હિ.પ. દ્વારા કોઇપણ જાતની ફી લેવામાં આવતી નથી.

આ વર્ષનીફ ગોપી-કિશન સ્પર્ધા વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કશ્રૂલના સહયોગથી યોજાવા જઇ રહી છે. શિક્ષણવિદ શ્રી કેતનભાઇ છેલ્લા ઘણા વર્ષોથી વિ.હિ.પ. ના અનેકવિધ કાર્યક્રમોમાં સહયોગ આપે છે. ગોપી-કિશન સ્પર્ધામાં તેમનું સહવિશેષ યઢોગદાન મળતું રહ્યું છે. આ વર્ષે પણ એ અવિરત યોગદાન થકી ગોપી-કિશન સ્પર્ધા-ર૦ર૪નું આયોજન તા. ૧૮-૮ રવિવારે અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ, પેડક રોડ, ઉપલા કાઠા ખાતે સવારે ૮-૩૦ થી ૧ર-૦૦ દરમ્યાન કમરવામાં આવ્યું છે.

સ્પર્ધામાં અલગ-અલગ ર-ગ્રુપ પાડવામાં આવ્યા છે જેમાં ગ્રુપ-એ માં ર થી પ વર્ષની ઉંમરના, ગ્રુપ-બી માં ૬ થી ૯ વર્ષની ઉંમર સુધીના બાળકો ભાગ લઇ શકશે. આમ આ ગોપી-કિશન સ્પર્ધામાં ભાગ લેવાની ઉંમર મર્યાદા ૯-વર્ષ સુધીની રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી નિયમ મુજબ બાળક પોતાની જાતે સ્ટેજ પર ચાલી શકતું હોવું જોઇએ તથા પોતે બનેલા પાત્ર વિશે ઓછામાં ઓછું એક વાકય બોલી શકવા માટે સક્ષમ હોવું જોઇએ. ભાગ લેનાર બાળ સ્પર્ધકો કાનુડો અથવા ગોપીમાંથી કોઇપણ પાત્ર ભજવી શકશે. સ્પર્ધકને વાલીએ ઘરેથી તૈયાર કરી મેક-અપ કરાવીને લઇને આવવાનું રહેશે. કાર્યક્રમની એક કલાક પહેલા રજીસ્ટ્રેશન કરાવી સ્પર્ધા સ્થળ ખાતેથી જે તે બાળક સ્પર્ધકનું કાર્ડ મેળવી લેવાનું રહેશે. ગોપી-કિશન સ્પર્ધા માટેના ફોર્મ અલગ-અલગ વિસ્તારોમાં સરળતાથી મળી રહે તે માટે ઉપર ફોર્મ મેળવી અને પરત કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ફોર્મ ભરીને પરત આપવા માટેની છેલ્લી તા. ૧૪-૮ નિયત કરવામાં આવી છે.

આ ગોપી-કિશન સ્પર્ધામાં ગ્રુપ-એ તથા ગ્રુપ-બી એમ અલગ-અલગ ગ્રુપમાં ભાગ લેનાર બાળકો વચ્ચેથી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને જજો દ્વારા માર્કીંગ કરીને પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા વિજેતા બાળકોને એ અને બી ગ્રુપવાઇઝ અલગ-અલગ કેટેગરીમાં પ્રોત્સાહક ઇનામોથી નવાજવામાં આવશે.

વધુ માહિતી માટે ગોપી-કિશન સ્પર્ધાના ઇન્ચાર્જ સુશીલભાઇ પાંભર મો. નં. ૯૮૭૯ર ૧૬૭૪૭ો તથા વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મો. નં. ૯૧૪ર૯ ૭૯૯૯૯ નો સંપર્ક કરવો.

ગોપી-કિશન સ્પર્ધા-ર૦ર૪ માં ભાગ લેવા માટેના ફોર્મ મેળવવા તથા પરત કમરવા માટેના સ્થળો આ મુજબ છે.

(૧) વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, ડી-માર્ટની બાજુમાં, કુવાડવા રોડ, મોમ.નં. ૯૧૪ર૯ ૭૯૯૯૯

(ર) સેન્ટ ગાર્ગી સ્કૂલ, ર-સુભાષનગર, આમ્રપાલી ફાટક પાસે, મો. નં. ૯૮રપપ ૯૦ર૧૩

(૩) વિ.હિ.પ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય, નાગર બોર્ડીંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ

(૪) ચાણકય વિદ્યાલય, C/o. નયનાબેન પેઢડીયા, ૯-બ્રાહ્મણીયાપરા, પાણીના ટાંકા પાસે, મો. નં. ૯૪ર૬૮ ૪૪૦૭૪

(પ) શ્રીજી ટાઇપીંગ અને ઝેરોક્ષ, C/o. રવિભાઇ સોમૈયા, હેડ પોસ્ટ ઓફીસની બાજુમાં, અંબિકા માર્બલ સામે,    હરીહર ચોક,   મો. નં. ૯૬૦૧૮ ૦૯૯૯૦

ઉપરોકત સરનામેથી ફોર્મ મેળવી આ ફોર્મમાં સ્પર્ધકનો ઉંમરનો પુરાવો, ફોટા સહિતની વિગતો જોડીને તા. ૧૪ ઓગષ્ટ સુધીમાં પરત આપવાનું રહેશે. બાળકોને આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લેવડાવવા સમિતિના મહામંત્રીશ્રી નિતેશભાઇ કથીરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(5:32 PM IST)