News of Monday, 5th August 2024
૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસઃ ભીલવાસ ચોકમાં ધ્વજવંદન, ધરતી પુજન- કણ પુજન
ક્રાંતિકારી વિરપુરૂષ, વિરાંગનાઓને પુષ્પાંજલી અર્પણ કરાશેઃ ગ્રીનલેન્ડ ચોકડીથી બામણબોર સુધી વૃક્ષારોપણ કરવામાં આવશે

રાજકોટઃ ૯ ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ, ભીલ આદિવાસી મહિલા ઉત્કર્ષ મંડળ, ભીલ આદિવાસી વિવિધ હસ્તકલા સોૈરાષ્ટ્ર સંભાત ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દ્વારા ભીલવાસ ચોકમાં ભીલવાડા ચોક, રોકડીયા હનુમાનની બાજુમાં દર વર્ષની જેમ આ વખતે પણ આ દિવસે આદિવાસી ધ્વજ, ધરતીમાતાનું પુજન, કણપુજા, વિરપુરૂષને વિરાંગનાઓને ફુલમાલા અર્પણ કરવામાં આવશે.
ભીલ આદિવાસી મહિલા ઉત્કર્ષ મંડળના ગુજરાત પ્રમુખ વાસવીબેન સોલંકી, સોૈરાષ્ટ્ર સમભાગના ચેરમેનશ્રી આર.ડી. ભાઇ પરમાર સહિતના દ્વારા રાજકોટથી બામણબોર સુધી ડીવાઇડર ઉપર ફુલછોડ, તેમજ રસ્તાની સાઇડ પર ૧૧૧૧ રોપ વાવવામાં આવશે.
તા.૦૯-૦૮ શુક્રવાર ભીલવાસ ચોક (રોકડીયા હનુમાનની મંદિરની બાજુમાં) ખાતે સવારે ૯:૩૦ કલાકે ધ્વજવંદન, સવારે ૯:૪૫ કલાકે ધરતીપુજન- કણપુજન, સવારે ૧૦ કલાકે ક્રાંતિકારી વિરપુરૂષ અને વિરાંગનાઓને પુષ્પાંજલી અર્પણ, સાવરે ૧૧:૩૦ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ નવાગામ પોલીસ ચોકી પાસે ૧૧૧૧ ફુલઝાડ વાવવામાં આવશે. આ 'જીવદયા રથ'કે 'વયનું વૃંદાવન'કે ઝાડપાન વાવવામાં નામની તકતી સાથે રોપણ કરવવા માટે મો.૭૭૭૮૦ ૯૩૫૮૮ ઉપર સંપર્ક કરી શકાય છે.
આયોજનને સફળ બનાવવા સોૈરાષ્ટ્ર સમભાગ આદિવાસી વિકાસ પરિષદ, કોંગ્રેસ એસ.ટી. સેલના ચેરમેન આર.ડી. પરમાર, ઉપપ્રમુખ જગદીશભાઇ ચોૈહાણ, મહામંત્રી આનંદભાઇ વાગડીયા, ભીલ સમાજ આગેવાન- ભરતભાઇ મુલીયાણા, પીન્ટુભાઇ રાઠોડ, પરિમલભાઈ, પ્રકાશભાઈ, સાગરભાઈ વાગડીયા, નિકુંજભાઈ વાગડીયા, ડીસ કનેકશન વાળા હકાભાઈ, કકકુભાઈ, ધર્મેશ મે, સિધોઈ મંડળ, કેવટ ગ્રુપ, એકલવ્ય ટુરીઝમ, આશાબેન લીડીયા, મીનાબેન મકવાણા, ચંદ્રીકાબેન મુલીયાણા, કૈલાસબેન રાઠોડ, મીનાબેન ચૌહાણ, ચંદ્રીકાબેન પરમાર, કમળાબેન વાગડીયા, સુરભીબેન મે, સંગીતાબેન, અંજુબેન લાલીબેન, છાયાબેન, પુષ્પાબેન પેંગ્યાતર, નયનાબેન પરમાર, મીનાબેન, તેમજ અન્ય જ્ઞાતિના શુભેચ્છકો લોધા સમાજ- ભાવસીંગભાઈ જરીયા, કેતનભાઈ જરીયા, દલિત સમાજ નરેશભાઈ સાગઠીયા, મનોજભાઈ ટીમાણીયા, ભરવાડ સમાજ ભીખાભાઈ પડસારીયા, રમેશભાઈ ઝુંઝા, રણજીતભાઈ મુઘવા, લાલાભાઈ મીર, અરભડાના સરપંચ, સરપંચ સાયલા-જસાપર, અનિલભાઈ ગઢવી, છાયાબેન, મધુબેન ડાભી, કનુબેન શિયાળ, સોમીબેન ભુંડીયા, રાજપુત સમાજ- રમેશભાઈ તલાટીયા, ક્ષત્રિય સમાજ- રાજભા ઝાલા, વડાળીવાળા-પ્રહલાદસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાધેલા, કાઠી સમાજ- મનીષાબા વાળા, ખાચર સાહેબ, લઘુમતી સમાજ —હબીબભાઈ ગનીભાઈ કાળા, રહીમભાઈ સોરા, યુનુસભાઈ જુણેજા, દેવીપુજક સમાજ-નરેશભાઈ મકવાણા, ધોબી સમાજ-મુકેશભાઈ બુંદેલા, બ્રહમસમાજ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, પ્રદિપભાઈ ત્રિવેદી, કૃષ્ણદતભાઈ રાવલ, કોળી સમાજ જયેશભાઈ ઠાકર, ભાનુબેન સોરાણી, ચંદ્રિકાબેન, રબારી સમાજ-જગાભાઈ મોરી, રાણાભાઈ લો, કરણાભાઈ માલધારી, ગઢવી સમાજ-સૌરાષ્ટ્ર ન્યુઝપેપર અશોકભાઈ ગઢવી, લુહાર સમાજ પ્રજાપતિ ફુલભાઈ સતાણી, પટેલ સમાજ મનસુખભાઈ કાલરીયા, પંકજભાઈ વાછાણી, સંજયભાઈ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ ભગથરીયા)
(4:45 PM IST)










