<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

જુલાઇમાં ૧૪ વિદેશી સહિત કુલ ૨૩૯૦ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝીયમ નિહાળ્યુ : અભીભુત

 

રાજકોટ, તા.૫: મહાત્મા ગાંધી મ્યુઝિયમની જુલાઈ-૨૦૨૪ માસમાં કુલ ૧૪ વિદેશી મુલાકાતીઓ સહિત ૨૩૯૦ મુલાકાતીઓએ મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓકટોબર-૨૦૧૮માં નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવેલ મહત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જુલાઇ-૨૦૨૪ના માસમાં વિવિધ

સાઉથ કોરિયા, યુ.એસ.એ, ઓસ્ટ્રેલીયા ૩ દેશના કુલ ૧૪ વિદેશી મુલાકાતીઓ સહિત ૨૩૯૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે.

વિશેષમાં ઓકટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૩,૧૨,૨૭૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. જુલાઇ ૨૦૨૪નાં માસમાં નીચે મુજબના વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

(4:53 PM IST)