News of Monday, 5th August 2024
હિંગોળગઢ પાસે પ્રકૃતિ અનુભુતી કેન્દ્રનું નિર્માણ

રાજકોટ, તા., પઃ રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા વચ્ચે આવેલ હિંગોળગઢ પાસે ખડકાણા (શકિતપુર) ગામે આ પ્રકૃતિ અનુભૂતિ કેન્દ્ર આવેલું છે. જે રાજકોટથી ૭૦ કિલોમીટરના અંતરે આવેલું છે. હાલ કુદરતી રીતે આ વિસ્તારમાં રમણીય વાતાવરણમાં પ્રકૃતિ છે. આજુબાજુના પહાડી વિસ્તારમાં લીલી ચાદર પથરાયેલી હોય તેવી હરિયાળી વનસ્પતિ સુંદર રીતે આંખોને ઠંડક આપનારી બની રહી છે. શહેરી જીવનની ધમાલમાંથી એક શાંત એસ્કેપ ઓફર કરે છે. જયાં તમે પ્રકૃતિ સાથે ફરી જોડાઈ શકો છો અને તમારી સંવેદનાઓને પુનઃજીવિત કરી શકો છો. પ્રકૃતિના સૌંદર્યને અનવેષણ કરવા માટેનું ઉત્તમ સ્થળ છે. આ કેન્દ્રમાં પ્રકૃતિ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો તેમજ પરિવાર સાથે શાંતિપૂર્ણ એકાંત ઈચ્છતા લોકો માટે એક આદર્શ સ્થળ છે. આસપાસના લેન્ડસ્કેપ માટે પૂરતી તકો પ્રદાન કરે છે. પ્રકૃતિમાં ચાલવું અને ટ્રેક કરવું પક્ષી દર્શન, વન્યઙ્ખાણી દર્શન, ઓર્ગેનિક ખેતીના અનુભવો, આકાશ દર્શન, રાત્રિના તેમજ વિદ્યાર્થીઓને પ્રકૃતિનું અનુસરણ કરવા પ્રેરિત કરે એમ અમો માનીએ છીએ કે પ્રકૃતિમાં પ્રેરણા અને શિક્ષિત કરવાની શકિત છે. અમારું આ કેન્દ્ર આઉટડોર કલાસરૂમ તરીકે સેવા આપે છે. જ્યાં વિદ્યાર્થીઓ આ વિશે શીખી શકે છે. ટકાઉ જીવન, પર્યાવરણીય સંરક્ષણ, સજીવ ખેતી પદ્ધતિઓ, ટીમ નિર્માણ અને નેતૃત્વ કુશળતા.
કુદરતી સુંદરતાનો અનુભવ કરવા માટે એક દિવસ માટે અમારી સાથે જોડાઓ અથવા રાત્રી રોકાણ કરી કુદરતની અપાર અને અમાપ શકિતઓનો અનુભવ કરો થશે.
આ પ્રકૃતિ અનુભૂતિ કેન્દ્રની આજુબાજુ પણ હિંગોળગઢ પેલેસ, બિલેશ્વર મંદિર, ખોડિયાર માતાજીનું પર્વત પર પૌરાણિક સ્થાન, સતરંગ મંદિર અને ઘેલા સોમનાથ મંદિર જે મંદિરોમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આખો મહિનો લોકોની સતત અવરજવર અને ભકિત ભાવથી મુલાકાત લેવાતી હોય છે. અમારા આ પ્રકૃતિ અનુભૂતિ કેન્દ્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને લોકોને પ્રકૃતિથી નજીક લઈ જવા તેનો પરિચય કરાવવો તેમજ સિમેન્ટના જંગલો છોડી, મોબાઈલ છોડી, કુદરતના ખોળે શાંતિની અનુભૂતિ કરાવવાનો છે શહેરની સ્કૂલોમાં ઈગ્લિશમાં ભણતર પૂરું પાડવામાં આવે છે પણ ગ્રામ્ય જીવનનો અનુભવ જે જીવનમાં ખૂબ જ જરૂરી છે જે મળતો નથી વિદ્યાર્થી જીવનમાં ખેતી, પશુપાલન અને ગ્રામ્ય જીવનના નાના-મોટા અનુભવોથી ભવિષ્યમાં તેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાની કુશળતા સ્કીલ મેળવી શકાય છે. આજે વિદ્યાર્થીઓને લાખ બે લાખની ફી ભરીને પણ સ્કૂલો પાસે રમતગમતના મેદાનો નથી અને ગ્રાઉન્ડ વગર રમતગમત સંભાવના નથી. આ કેન્દ્રમાં ભવિષ્યમાં નાની મોટી રમતોનું પણ આયોજન થઈ શકે તેવી વિચારધારાથી આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને પરિવાર સાથે આવતા લોકો માટે કેન્દ્રમાં રહેવા જમવાની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે એ માટે કેન્દ્ર વ્યવસ્થાપકશ્રીના મોબાઈલ નંબર પર સંપર્ક કરી આયોજન કરી શકાય છે પ્રવીણભાઈ મોબાઈલ નંબર ૯૪૨૬૯ ૦૦૫૦૫
(5:19 PM IST)










