News of Monday, 5th August 2024
શહેરમાં રોગોનો કહેરઃ તાવ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના અધધધ રર૮૬ કેસ
મનપા દ્વારા ૧.૭પ લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી : ર૭ર૬ સ્થળોએ ફોગીંગ ડેન્ગ્યુના પ તથા ટાઇફોઇડના ૬ દર્દી નોંધાયાઃ મચ્છર ઉત્પતિ સબબ પપર ને દંડ

રાજકોટ તા. પ : શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૯ જુલાઇથી ૪ ઓગસ્ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના ૬ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના પ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૧૪, ડેન્ગ્યુના ૪૧ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૨૦૭૩ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧ર૦૩ તેમજ સામાન્ય તાવના રર૮૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૫૧૭ તથા ટાઇફોડનો ૬ સહિત કુલ ૨ર૮૮૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ
સબબ ૫૫રને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૭પ,૯૭૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ર૭ર૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭ર૧થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૫૫ર લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૪૬ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
(5:07 PM IST)










