News of Monday, 5th August 2024
એસઓજીના નવા પીઆઇ તરીકે ડી. સી. સાકરીયાએ ચાર્જ સંભાળ્યો
પીઆઇ જે. એમ. કૈલાને ઇકોનોમિક સેલની જવાબદારી સોંપાઇ

રાજકોટ તા. ૫: શહેર એસઓજીના પીઆઇની બદલી કરવામાં આવી છે. અહિ ફરજ બજાવતાં પીઆઇ જે. એમ. કૈલાને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ઇકોનોમિક સેલ (ઇઓડબલ્યુ)ની જવાબદારી સોંપી છે. જ્યારે એસઓજીના નવા પીઆઇ તરીકે તાજેતમાં બઢતી મેળવનારા પીઆઇ ડી. સી. સાકરીયાની નિમણુક કરવામાં આવતાં તેમણે ચાર્જ સંભાળી લીધો છે
(5:35 PM IST)










