<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

મવડી ચોકડી પાસે તીવ્ર ગંદકી દ્વારા સ્વાગતમ !

લોક દરબારના ધજાગરા ઉડાવતા દૃશ્યો : રજૂઆતો છતાં ગંદકી હટવાને બદલે વધી રહી છે

રાજકોટ : ઇમ્યુનિટી - રોગ  પ્રતિકારક શકિત પાવરફુલ હોય તો જ મવડી ચોકડી પાસે જજો. અહીં ભયાવહ ગંદકી અને ઝેરી જંતુઓના કારણે નિરોગી રહેવું પડકાર ભર્યુ છે. મવડી મેઇન રોડ પર ઇન્દ્રપ્રસ્થ હોલ પાસે છેલ્લા ર૦ દિવસથી કલ્પનાતીત ગંદકી છવાયેલી છે. કચરાપેટી છલકાઇને ખુદ કચરા જેવી બની ગઇ છે આ ઉપરાંત ભૂગર્ભ ગટર ઉભરાઇને ગંદા પાણી પુર રૂપે ઘુઘવી રહ્યા છે. આ અંગે અસંખ્ય રજૂઆતો કરી છતાં તંત્ર હલબલ્યુ નથી. આસપાસના વિસ્તારોમાં ભયાવહ દુર્ગંધ અને રોગચાળો ફેલાયો છે. લોકોમાં તીવ્ર આક્રોશ છે. હજારો લોકો આવન-જાવન કરે છે, ધમધમતા માર્ગ પર ર૦ દિવસથી તીવ્ર ગંદકીથી લોકો ત્રાહીમામ થઇ ગયા છે. પરેશાન લોકો કહી રહ્યા છે કે, લોક દરબારની આબરૂના ધજાગરા ઉડે છે. મેયર મોટી-મોટી વાતો કરે છે, પરંતુ નજરે દેખાતા પ્રશ્નો પણ ઉકેલતા નથી. લોકોએ ગંદકી અંગે લડતની ચીમકી આપી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(5:14 PM IST)