તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
દોષીતોને સજા કરાવવાની જવાબદારી પણ સમાજની છેઃ દિનેશ બાંભણીયા

વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., પઃમીડીયા સમક્ષ દિનેશ બાંભણીયાએ જણાવ્યુ હતુ કે જસદણ વિછીયા તાલુકાના પાટીદાર પરિવારના આજના સંમેલનમાં હાલ જે કાંઈ ઘટના બની છે તેમાં સત્ય શું છે તેની ચર્ચા થઈ છે આવી ઘટનાઓને આગળ વધારવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેની પણ ચર્ચા થઈ છે.
પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ થઈ છે તેનો નિષ્કર્ષ આવે ત્યારે સાચું બહાર આવશે આ ઘટનામાં હીત શત્રુઓ દ્વારા કે સામાજિક અને રાજકીય કે અંગત દુશ્મના લીધે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય તે માટે કાળજી લેવામાં આવશે અને કોઈ દોષિત હોય તે છૂટી ન જાય અને તેને સજા થાય તે પણ સમાજનું જ કાર્ય છે પોલીસ તપાસમાં સમાજને વિશ્વાસ છે તપાસમાં જે કંઈ ખુલશે તે સમાજને મંજૂર છે. આગળ ઉપર સંસ્થામાં આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે આગામી દિવસોમાં સમાજના તમામ ક્ષેત્રોના આગેવાનોને સાથે રાખી કમિટીઓ બનાવી સંસ્થામાં ધ્યાન રખાશે.(૪.૨૯)
(5:18 PM IST)










