<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ એડીશ્નલ ઈજનેર અલ્પના મિત્રાના ઘરે કમિશનરના આદેશથી તપાસ: 40થી 50 જેટલી ફાઈલો-રજીસ્ટર્ડ કબ્જે !

કમિશનરના આદેશથી મહિલા ઓફિસર ભૂમિબેન પરમાર અને દિપ્તીબેન તપાસ માટે પહોંચ્યા :અનેક શંક્સ્પદ ફાઈલો મળી !;વિજિલન્સ તપાસના ભણકારા : મોટી નવાજૂનીનાં એંધાણ

રાજકોટ: મનપાના પૂર્વ એડિ. સિટી એન્જિનિયરને ત્યા RMC ટીમની સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી હતી.

રાજકોટ: આજે મોડી સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ એડિ. સિટી એન્જિનિયરને ત્યા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ટીમ સરપ્રાઈઝ તપાસ કરવા દોડી આવી હતી.
શ્રીમતી અલ્પના મિત્રાએ રાજીનામુ આપ્યું હોવા છતાં કેટલીક ફાઇલોમાં ઘેર મંગાવી જુની તારીખોમાં સહિ કરતા હોવાની બાતમી કમિશનરશ્રી દેસાઈને મળતા તપાસના આદેશ છુટયા હોવાનું જાણવા મળે છે.
કમિશનરના આદેશથી બે મહિલા ઓફિસરોએ અલ્પનાબેનને ત્યાં તપાસ હાથ દરિયાની અને શંકાસ્પદ મનાતી ફાઇલો કબ્જે કર્યાની ચર્ચાએ જોર પકડયુ છે.

દરમિયાન આ તપાસ દરમિયાન 40થી 50 જેટલી ફાઈલો અને કેટલાક રજીસ્ટર્ડ પણ કબ્જે લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ..

  વિજિલન્સ તપાસના ભણકારા વચ્ચે મોટી નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

કોટેચા ચોક પાસે નિર્મલા સ્કૂલ તરફના રોડ ઉપર શ્રી હરિ કચોરી સમોસા વાળી શેરીમાં આવેલ  અલ્પનાબેનના નિવાસ્થાનવાળી શેરીમાં પોલીસની મોટી સંખ્યામાં હાજરીથી લોકોમાં ભારે ઉત્સુકતા સર્જાયેલ છે.

(8:31 PM IST)