<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

વિજિલન્સ તપાસને લઈને અલ્પના મિત્રાનું નિવેદન, મારા ઘરે કોણ ફાઇલ મૂકી ગયું તેની મને ખબર નથી....!

બે મહિલા ઓફિસરોએ અલ્પનાબેનને ત્યાં તપાસ હાથ દરિયાની અને શંકાસ્પદ મનાતી ફાઇલો કબ્જે કર્યાની ચર્ચા વચ્ચે અલ્પનાબેનનું નિવેદન

રાજકોટ : વિજિલન્સ તપાસને લઈને અલ્પના મિત્રાએ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે  મારા ઘરે કોણ ફાઇલ મૂકી ગયું તેની મને ખબર નથી....

આજે મોડી સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ એડિ. સિટી એન્જિનિયરને ત્યા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ટીમ સરપ્રાઈઝ તપાસ કરવા દોડી આવી હતી.

શ્રીમતી અલ્પના મિત્રાએ રાજીનામુ આપ્યું હોવા છતાં કેટલીક ફાઇલોમાં ઘેર મંગાવી જુની તારીખોમાં સહિ કરતા હોવાની બાતમી કમિશનરશ્રી દેસાઈને મળતા તપાસના આદેશ છુટયા હોવાનું જાણવા મળે છે.

કમિશનરશ્રીના આદેશથી બે મહિલા ઓફિસરોએ અલ્પનાબેનને ત્યાં તપાસ હાથ દરિયાની અને શંકાસ્પદ મનાતી ફાઇલો કબ્જે કર્યાની ચર્ચાએ જોર પકડયુ છે.

  દરમિયાન વિજિલન્સ તપાસને લઈને અલ્પના મિત્રાનું નિવેદન, મારા ઘરે કોણ ફાઇલ મૂકી ગયું તેની મને ખબર નથી....!

(10:01 PM IST)