<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

હવે BRTS ઇ-બસના ચાર્જીંગના વાંકે પૈડા થંભશે નહિં

ગોંડલ રોડ પર ૧૮૦ કિલો વોટના પ ચાર્જર સ્‍ટેશનનું લોકાર્પણ

રાજકોટ તા. પઃ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૫/૦૮/૨૦૨૪, સોમવારના રોજ ગોંડલ ચોકડી બી.આર.ટી.એસ. બસ સ્‍ટેશન ખાતે ઇલેક્‍ટ્રિક બસના ચાર્જીંગ માટે બનાવવામાં આવેલ ૧૮૦ કિલો વોટના કુલ ૫ ચાર્જર(૪+૧ સ્‍પેર) મુજબ ઇલેક્‍ટ્રિક  બસના ચાર્જીંગ સ્‍ટેશનનું લોકાર્પણ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના  હસ્‍તે કરવામાં આવ્‍યું. ચાર્જીંગ સ્‍ટેશન ખાતે ચાર્જીંગ કરવામાં આવેલ ઈ-બસોનું ફ્‌લેગ ઓફ કરવામાં આવ્‍યું. કાર્યક્રમના અંતમાં ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પ્રતિકાત્‍મક રૂપે બસ ડેપો કમ્‍પાઉન્‍ડમાં વળક્ષારોપણ કરવામાં આવેલ.           

શહેરમાં કુલ ૧૨૫ ઇલેક્‍ટ્રિક બસ દોડી રહી છે.ં ઇલેકટ્રીક બસનાં ચાર્જીંગ માટે અમુલ સર્કલ પરનો ડેમો પ૧ અંદાજીત  ૭૭  ઇલેક્‍ટ્રિક  બસનું ચાર્જીગ કરવામાં આવે છે.  આમ, હાલ ઉપલબ્‍ધ અને ભવિષ્‍યમાં આવનાર વધુ ઇલેક્‍ટ્રિક બસોની ચાર્જીગ તથા પાર્કીગની સુવિધા પણ ઉભી કરવાની જરૂરિયાતને લક્ષમાં લઈને  ગોંડલ રોડ ડેપો ખાતેની જગ્‍યા માં વધુ ૧૮૦ કિલો વોટનાં કુલ ૫ ચાર્જર(૪+૧ સ્‍પેર) મુજબ ઇલેક્‍ટ્રિક બસની ચાર્જીંગ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવેલ છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર અને એસ્‍ટેટ મેનેજમેન્‍ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ ઉપઙ્ઘમુખ રાજદીપસિંહ જાડેજા, વોર્ડ નં.૧૨ના મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, નાયબ કમિશનર સ્‍વપિ્નલ ખરે, આર.આર.એલ.ના જનરલ મેનજર વાય. કે.ગોસ્‍વામી, આર.આર.એલ.નાં ડેપ્‍યુટી જનરલ મેનેજર એ.આર.લાલચેતા, ડેપ્‍યુટી એન્‍જીનિયર કે.પી.દેથરીયા, ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ વિભાગના મેનેજર મયુર ખીમસુરીયા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ઘોણીયા, આર.આર.એલ.ના અધિકારી-કર્મચારીઓ, એજન્‍સીના ડાયરેક્‍ટર અને પ્રતિનિધિઓ, અગ્રણી ચેતનભાઈ લાઠીયા, ચેતનભાઈ વસોયા વગેરે ઉપસ્‍થિત રહેલ.  

(2:40 PM IST)