News of Tuesday, 6th August 2024
સરકારી કચેરીઓ લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓના અડ્ડાઓ
રાજકોટ મહાનગરપાલિકામાં સાગઠીયા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસમેન મોહરૂ : અતુલ રાજાણી

રાજકોટ : શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં તોસ્તાન તોડબાજી ચાલી રહી છે. સરકારી કચેરીઓમાં ‘‘ગાંધીછાપ'' વગર કામ થતા નથી એ જગ જાહેર છે. લોકોને સામાન્ય રેશનકાર્ડના કામો માટે બે થી ત્રણ ત્રણ હજાર રૂપિયા ભાજપના દલાલોને આપવા પડે છે.
રાજ્યમાં ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. ભ્રષ્ટાચારને જળમૂળ માંથી નાબૂદ કરવા માટે ગુજરાતમાં ૭ ડિવિઝન હેઠળ ૩૭ પોલીસ સ્ટેશન લાંચ રૂશ્વત બ્યુરોની કચેરી (એસીબી) કાર્યરત છે પરંતુ એ પણ ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડા સપળાયું હોય એવું સ્પષ્ટ જણાય છે.
રાજકોટમાં ગઈકાલે કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયા અને કહેવાતા વકીલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તાબા હેઠળના આવતા સાધુ વાસવાણી રોડ પરના પંચાયત ચોકીમાં રૂા. ૨૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. રાજકોટમાં પોલીસ ચોકીઓમાં અલીગઢી તાળાઓ જોવા મળે છે અથવા જે ચોકીઓ ચાલુ છે તે ચોકીઓમાં વહીવટો થતા હોય તેવું સ્પષ્ટ જણાય છે રાજકોટમાં અગાઉ પણ પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓમાં પોલીસ અમલદારો અને કોન્સ્ટેબલ ઝડપાયા છે ત્યારે રાજ્ય સરકારનો ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો છે.
આヘર્યની બાબત તો એ છે કે જે કોન્સ્ટેબલ રાજકોટમાં ગઈકાલે એસીબીની ટ્રેપમાં ફસાયો છે તે અગાઉ પણ અમદાવાદ ખાતે આ પ્રકારના કારનામા અને કરતુતો કરી ચૂકયો છે. તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ રાજ્ય સરકાર દ્વારા છાવરવામાં આવે છે અને ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડ ફાધરોના ઇશારે આવા લાંચિયા અને ભ્રષ્ટ અમલદારો અને સરકારી કર્મચારીઓને મહત્વના પોસ્ટિંગ આપવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર જો ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માગતી હોય તો અન્ય રાજ્યોની જેમ આવા ભ્રષ્ટાચારી સરકારી કર્મચારીઓ કે અમલદારોને સસ્પેન્ડ નહીં પરંતુ બરતરફ (ઘરભેગા) કરી દેવા માટે કોંગ્રેસે માંગ ઉઠાવી મુખ્યમંત્રીને તાકીદના પત્રથી રજૂઆત કરી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં સીટી ઇજનેરો અને અન્ય અધિકારીઓ નિવળત્ત થયા બાદ કે રાજીનામાં આપ્યા બાદ ઘેર બેઠા વહીવટ ચલાવતા હોય છે.
રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસોમાંથી ભ્રષ્ટાચાર અંગેની ફાઈલો ગુમ થાય છે અને ઘરે જતી રહે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ના કરોડોના ખર્ચે લગાયેલા શહેરભરના કેમેરામાં સામાન્ય વ્યક્તિ ને થુંકનારાને દંડનીય કાર્યવાહી કરતી રાજકોટ મહાનગરપાલિકા આઇવે -ોજેક્ટના સીસી ફૂટેજ જોઈ લાંચિયા અને ભ્રષ્ટાચારી અધિકારીઓને પણ ઝબ્બે કરે એવી માંગ રાજાણી અને સાગઠીયા એ ઉઠાવી છે. (૨૫.૬)
(4:40 PM IST)










