તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 6th August 2024
વોર્ડ નં.૧૩ના લોક દરબારમાં ફરિયાદોનું સામ્રાજયઃ ભુગર્ભ-સફાઇ સહિત ૭૮ પ્રશ્નો
સૌથી વધુ બાંધકામ લગત ૩૪ રાવઃ કાર્યક્રમ સ્થળ આસપાસ કાદવ- કિચડને તુરંત દુર કરવા ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજાની સુચના

રાજકોટ તા.૬: આજે વોર્ડ નં.૧૩માં ‘‘મેયર તમારા દ્વારે'' (‘‘લોક દરબાર'') કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નં.૧૩ના નાગરિકો દ્વારા મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના કુલ-૭૮ પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવ્યા હતા. જયારે કાલ તા.૦૭ને બુધવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન વોર્ડ નં.૧૪માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૪-અ, માસ્તર સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, તાાનાગાર વાળી શેરી, ખાતે ‘‘મેયર તમારા દ્વારે'' (‘‘લોક દરબાર'') કાર્યક્રમ યોજાશે.
આ ‘‘લોક દરબાર'' કાર્યક્રમમાં વોર્ડ નં.૧૩ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૭૮ રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે. ‘‘લોક દરબાર''માં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ પ્રશ્ના રજુ થયા હતા.
વોર્ડ નં.૧૩માં યોજાયેલ ‘‘મેયર તમારા દ્વારે...'' ‘‘લોક દરબાર''માં વોર્ડ નં.૧૩ના નાગરિકો દ્વારા શેરી ગલીઓમાં DDT દવાનો છંટકાવ કરાવવા બાબત, નિયમિત સફાઈ કરવા બાબત, વોર્ડ નં.૧૩માં નવી લાઈબ્રેરી બનાવવા માટે, ખુલ્લા પ્લોટમાં નિયમિત સફાઈ કરવા બાબત, મવડી પ્લોટમાં RMCના પ્લોટમાં ફેન્સિંગ કરીને સફાઈ કરવા માટે, કારખાના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબત, સ્ફુલની બાજુમાં સ્પીડ બ્રેકર બનાવવા બાબત, શેરીમાં વરસાદી પાણીના નિકાલ બાબત, શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે, વૈદ વાડીમાં મોરમ નાખવા બાબત, બાલાજી ઇન્ડસ્ટ્રીઝના રસ્તા પર મોરમ નાખવા બાબત, બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં નિયમિત સફાઈ કરવા બાબત, જયંત કે.જી. સોસાયટીમાં નિયમિત સફાઈ અને રોડ બનાવવા બાબત, નવલનગર મેઈન રોડ ઉપર સફાઈ બાબત, શિવનગર શેરી નં.૬માં નિયમિત સફાઈ કામદાર આવે તે બાબતે રજુઆત, ચંદ્રેશનગર મેઈન રોડ પર રેંકડીઓનું દબાણ દૂર કરવા બાબત, ડી.આઈ.લાઈનના કામ પૂર્ણ થયેલ હોય ત્યાં રોડ રિસ્ટોરેશન કરાવવું, ગોંડલ રોડ ડી-માર્ટ પાસે રોડ ખુલ્લો કરાવવો, ગાર્ડનમાં આવારા તત્વોનો ત્રાસ દુર કરવા બાબત, માનસતા ઇન્ડ. એરિયામાં નિયમિત ગાર્બેજ કલેક્શન કરાવવું વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.
આ ‘‘લોક દરબાર'' કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, કોર્પોરેટર જયાબેન ડાંગર, શહેર ભાજપ મંત્રી વિજયભાઈ ટોળીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સીટી એન્જીનિયર અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મહેતા, રોશની વિભાગના ડેપ્યુટી એન્જીનિયર આર.સી.બગથલીયા, એ.ટી.પી. એ.પી.પટેલ, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, વત્સલ પટેલ, વોર્ડ એન્જીનીયર સંજય ગુપ્તા, વોર્ડ ઓફિસર દિલીપ ચારેલ અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.૧૩ના પ્રભારી પ્રવિણભાઈ પાઘડાર, પ્રમુખ કેતનભાઈ વાછાણી, મહામંત્રી ભરતભાઈ સવસેટા, નરસિંહભાઈ પટોળીયા, વોર્ડના આગેવાન યોગેશભાઈ ભુવા, શૈલેશભાઈ ડાંગર, જીતુભાઈ સેલારા તથા વોર્ડ નં.૧૩ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કયાં પ્રશ્નોની રજૂઆત થયેલ?
શાખા/વિભાગનું નામ સંખ્યા શાખા/વિભાગનું નામ સંખ્યા
૧. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ૧૦ ૨. રોશની ૧
૩. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ૧ ૪. બાંધકામ ૩૪
૫. ટી.પી. ૧ ૬. આરોગ્ય ૧
૭. દબાણ હટાવ ૪ ૮. ગાર્ડન ૪
૯. ડ્રેનેજ ૧૧ ૧૦. વોટર વર્કસ ૬
૧૧. એસ્ટેટ ૩ ૧૨. લાઈબ્રેરી ૨
કુલ-૭૮
(4:13 PM IST)










