<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

શીલા રામાણીએ ૧૯૪૮માં મિસ મસૂરી અને ૧૯૫૦માં મિસ સિમલાનો તાજ જીત્‍યો હતોં

લોકપ્રિયતાથી દુનિયા ઝૂકાવનાર અભિનેત્રી ‘શીલા રામાણી'

તેણીએ મહુના રહેવાસી પારસી ‘જાલ કાવસજી' સાથે લગ્ન કર્યા અને પછી મુંબઈ, ન્‍યુયોર્ક, કોલંબો અને ઓસ્‍ટ્રેલિયામાં રહ્યા : શીલા રામાણીએ લક્‍સ સાબુની જાહેરાત પણ કરી હતી

દેવ આનંદ સાથે ‘ફન્‍ટૂશ' અને ‘ટેકસી ડ્રાઈવર' જેવી સુપરહિટ ફિલ્‍મોમાં કામ કરનાર ૫૦ ના દાયકાની અભિનેત્રી શીલા રામાણીની તા.૧૫ જુલાઇના રોજ પુણ્‍યતિથિ હતી. ૮૩ વર્ષની વયે અવસાન પામેલ શીલા રામાણી કોમામાં હતા અને અલ્‍ઝાઈમર રોગ સામે લડી રહ્યા હતા ત્‍યારે તેમનું અવસાન થયું હતું. શીલા રામાણીનું મધ્‍યપ્રદેશમાં તેમના ઘરે ક્‍યારે અવસાન થયું તેની કોઈને ખબર પણ ન પડી. શીલા એ અભિનેત્રીઓમાંની એક હતી જેમની લોકપ્રિયતા સામે દુનિયા ઝૂકી ગઈ હતી. શીલા રામાણીએ દેવ આનંદ સાથે ‘ફન્‍ટૂશ' અને ‘ટેકસી ડ્રાઈવર'  જેવી ફિલ્‍મોમાં કામ કર્યું હતું. ટેક્‍સી ડ્રાઈવર પછી શીલા રાતોરાત સ્‍ટાર બની ગઈ. તેમનો સ્‍ટારડમ થોડા સમય એવો વધ્‍યો હતો કે તેણીને રસ્‍તા પર ચાલવું મુશ્‍કેલ થઈ ગયું. તે જયાં પણ જતા ત્‍યાં ચાહકોના ટોળાએ તેને ઘેરી લેતા. એક સમયે તે મુંબઈના યુવા હૃદયની ધડકન હતી.

સુપરસ્‍ટાર દેવાનંદ કે જેના પર દરેક યુવતીઓ મોહી પડતી તે જ દેવઆનંદ જયારે ‘ટેકસી ડ્રાઈવર'માં આ સુંદર અભિનેત્રી સાથે આવ્‍યા ત્‍યારે લોકો તેને જોઈને આヘર્યચકિત થઈ ગયા. દેવાનંદના પ્રેમમાં પાગલ છોકરીઓ માટે શીલા સૌથી મોટી વિલન બની ગઈ. બોલિવૂડ એક સમયે શીલા રામાણીને સુપરસ્‍ટાર માનતુ પરંતુ જયારે તેમણે દુનિયાને અલવિદા કહ્યું ત્‍યારે ન તો બોલિવૂડે તેમને યાદ કર્યા અને ન તો કોઈએ તેમને અલવિદા કહ્યું.

શીલા રામાણી જેને શીલા કેવલ રામાણી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્‍દી ફિલ્‍મ અભિનેત્રી હતી. તેમને હિન્‍દી ફિલ્‍મોમાં લાવવાનો શ્રેય ચેતન આનંદને જાય છે. તે ટેક્‍સી ડ્રાઈવર અને નોકરી ફિલ્‍મમાં તેની ભૂમિકા માટે પ્રખ્‍યાત થઈ હતી. તેણીનો જન્‍મ ૨ માર્ચ, ૧૯૩૨ ના રોજ સિંધ, પાકિસ્‍તાનમાં થયો હતો અને હિન્‍દી સિનેમામાં પ્રવેશ કરનારી તે પ્રાંતની બહુ ઓછી અભિનેત્રીઓમાંની એક હતા. શીલા રામાણી ૧૯૪૮માં મિસ મસૂરી તરીકે પસંદ કરવામાં આવી હતી અને ૧૯૫૦માં મિસ સિમલા તરીકે વરણી કરવામાં આવી હતી. તેણીએ ચંપા તરીકે ફિલ્‍મોમાં પોતાની શરૂઆત કરી હતી. તેણીને મોટા ભાગે ઉચ્‍ચ પરિવારોની નવી પેઢીની છોકરીઓની ભૂમિકાઓ જ મળી. તેમના મામા (શેખ લતીફ) ના આગ્રહ પર શીલાજીએ ૧૯૫૬ માં પાકિસ્‍તાની ફિલ્‍મ ‘અનોખી'માં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. એ પછી તેણીને ફિલ્‍મો મળવી બંધ થઇ ગઇ અને જંગલ કિંગ (૧૯૫૯) અને ધ રિટર્ન ઓફ સુપરમેન (૧૯૬૦) જેવી કેટલીક બી-ગ્રેડ ફિલ્‍મોમાં નાની ભૂમિકાઓ ભજવી. ત્‍યારબાદ તેણીએ મહુના રહેવાસી એક પારસી ‘જાલ કાવસજી' સાથે લગ્ન કર્યા અને પછી મુંબઈ, ન્‍યુયોર્ક, કોલંબો અને ઓસ્‍ટ્રેલિયામાં રહ્યા. ઉલ્લેખનીય છે કે, એક અભિનેતા કે જેમની સાથે રામાણી વારંવાર સહ-અભિનેતા હતા તે પી જયરાજ હતા. તેમની ફિલ્‍મોમાં સુલતાના ડાકુ (૧૯૫૬), મુમતાઝ મહેલ (૧૯૫૭), અને બી-ફિલ્‍મ નિર્માતા મનમોહન સાબીરની બે ફિલ્‍મો - ભગવાન ઔર શૈતાન (૧૯૫૯) અને રિટર્ન ઓફ મિસ્‍ટર સુપરમેન (૧૯૬૦)નો સમાવેશ થાય છે.

 ઇ.સ.૧૯૫૦ના દાયકામાં શીલા રામાણીને કેટલીક રસપ્રદ ફિલ્‍મો મળી. તેણીએ ૧૯૬૦માં બનેલી પ્રથમ સિંધી ફિલ્‍મ ‘અબાના' માં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્‍મમાં તેમની નાની બહેનની ભૂમિકા સાધનાએ ભજવી હતી. જયારે સાધના તેનો ઓટોગ્રાફ માંગવા તેની પાસે ગઈ તો શીલાએ કહ્યું, તમે મારો ઓટોગ્રાફ કેમ માંગી રહ્યા છો? એક દિવસ એવો આવશે જયારે હું તમારો ઓટોગ્રાફ માંગીશ. તેમની વાત સાચી સાબિત થઈ.

શીલા રામાણી એ પ્રથમ ભારતીય અભિનેત્રી માનવામાં આવે છે જેણે ભાગલા પછી પાકિસ્‍તાની ફિલ્‍મમાં કામ કર્યું હતું. તેણે ૧૯૫૯માં પાકિસ્‍તાની ફિલ્‍મ અનોખીમાં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. શીલા રામાણીએ જયરાજ સાથે ‘તીન બત્તી ચાર રસ્‍તા', કિશોર કુમાર સાથે ‘નૌકરી', સુનિલ દત્ત સાથે ‘રેલવે પ્‍લેટફોર્મ' અને ‘જંગલ કિંગ' અને ‘રિટર્ન ઓફ મિસ્‍ટર સુપરમેન'માં કામ કર્યું હતું. કહેવાય છે કે, શીલા રામાણીએ લક્‍સ ટોયલેટ સાબુની જાહેરાત પણ કરી હતી. આ જાહેરાત દ્વારા પણ તેને ઘણી ખ્‍યાતિ મળી હતી. આ એ જમાનો હતો જયારે ‘લકસ સોપ'ની એડ મેળવવાનું દરેક હિરોઈનનું સપનું હતું.

શીલા રામાણીની સુંદરતા પર મોટા ભાગના લોકો ફિદા હતા. જયારે પણ તેણીએ પડદા પર પોતાની એક્‍ટિંગનો જાદુ ફેલાવ્‍યો ત્‍યારે તેના ચાહકોની કોઈ કમી નહોતી. ‘યે જવાની કે દિન હૈ, ફિર ઐસા સામ મિલેગા કહાં...', એ જૂના સમયનું ગીત છે જેના દ્વારા શીલા રામાણીએ પોતાની સ્‍ટાઈલથી સ્‍ક્રીન પર આગ લગાવી હતી. શીલા રામાણી બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તો હતી જ પરંતુ તેમણે અનેક ઐતિહાસિક કાર્યો પણ કર્યા હતા. શીલા રામાણીની બોલતી આંખો અને રંગીન મિજાજનો જાદુ બધાએ જોયો હતો. તેમની આભા એવી હતી કે દેવ આનંદ અને રાજેશ ખન્ના જેવા સિતારાઓનો ચાર્મ પણ તેમની સરખામણીમાં નિસ્‍તેજ લાગતો હતો.

શીલાને રમતગમતનો ખૂબ જ શોખ હતો. ખાસ કરીને ફૂટબોલ અને સ્‍વિમિંગ. બોલરૂમ ડાન્‍સિંગ તેના માટે વર્ચ્‍યુઅલ વ્‍યસન હતું અને તે બને તેટલી વાર ડાન્‍સ કરવા જતી હતી. શીલાની ઉંચાઇ પણ સારી હતી અને તેના દેખાવ અંગે એટલી હઠીલી હતી કે તે ઓછામાં ઓછા છ મહિના સુધી ડ્રેસનું પુનરાવર્તન કરતી ન હતી.

તેમના પુત્ર રાહુલ કૌવાસજીના જણાવ્‍યા અનુસાર શીલા રામાણી ૩૧ માર્ચ, ૧૯૬૩ના રોજ જાલ એડી કૌવાસજી સાથે લગ્ન કર્યા. તેમના પરિવારનો એક ભાગ જે પાકિસ્‍તાનમાં રહીને ઈસ્‍લામમાં રૂપાંતરિત થયો. જોકે, તે હિંદુ હતી. તેઓ ૧૯૮૧ સુધી તેમના પતિ જાલ કોવસજી (બોમ્‍બે ડાઈંગના પ્રમુખ) સાથે મુંબઈમાં રહેતા હતા. તેઓ ત્રણ વર્ષ માટે ખાર્તુમ અને પછી ત્રણ વર્ષ માટે શ્રીલંકા ગયા હતા. ૧૯૮૪માં તેના પતિના મૃત્‍યુ પછી તે ૮૦ના દાયકાના અંતમાં પોતાની જાતે ઓસ્‍ટ્રેલિયા સ્‍થળાંતરિત થયા અને ત્‍યાં સુધી સિડની અને સર્ફર્સ પેરેડાઈઝમાં રહી જયાં સુધી સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓના કારણે તેને નવી સહષાાબ્‍દીમાં ભારત પરત ફરવું પડ્‍યું. તે ઈન્‍દોર (પ્‍.ભ્‍.) નજીક મહુમાં તેના પૈતૃક ઘરમાં રહેતા હતી. ૧૫ જુલાઇ, ૨૦૧૫ ના રોજ તેણીના મૃત્‍યુ પહેલા તે થોડા વર્ષો સુધી નબળા અને પથારીવશ હતા. જયારે તેમનું અવસાન થયું ત્‍યારે શીલા રામાણી કોમામાં હતા અને અલ્‍ઝાઈમર રોગ સામે લડી રહ્યા હતા. જયારે તેમણે દુનિયાને અલવિદા કહ્યું ત્‍યારે ન તો બોલિવૂડે તેમને યાદ કર્યા અને ન તો કોઈએ તેમને અલવિદા કહ્યું. ૧૫ જુલાઈના રોજ મહુમાં શીલા રામાણીનું અવસાન થયું. આજે પણ, તેના નામનો માત્ર ઉલ્લેખ થતાં જ ટેક્‍સી ડ્રાઈવર અને સિલ્‍વીનું ‘એ મેરી જિંદગી, આજ રાત ઝૂમલે, આસ્‍માન કો ચૂમ લે...' ગીત યાદ આવે છે.

 ૧૯૫૪ માં જયારે ફિલ્‍મ ટેક્‍સી ડ્રાઇવર આવી એ પછી શીલા રામાણીના ચાહકોનો આંક દરિયાપાર થઇ ગયો. યુવા હૈયાઓની તે ધડકન બની ગઇ. અનેક યુવતીઓ જે દેવ આનંદને પસંદ કરતી તે શીલાને નફરત કરવા લાગી કારણ ખુદ દેવ આનંદ શીલા રામાણીને પસંદ કરતા હતા. એ વખતે ટેક્‍સી ડ્રાઇવરના ગીતો એટલા બધા પ્રખ્‍યાત થયા હતા કે સુપર સ્‍ટાર દેવ આનંદ અને શીલા રામાણી પર ફિલ્‍માવેલ ગીત સાંભળવા લોકો લાઇન લગાવતા. ‘જીને દો ઔર જીઓ..', ‘જાયે તો જાયે કહાં..', ‘દિલ જલે તો જલે..', ‘દિલ સે મીલાકે દિલ પ્‍યાર કીજીયે..' વગેરે.. લગભગ ૭૦ ના દાયકાની વાત છે.

પુનામાં આવેલ ડેક્કન જીમખાનામાં ફર્ગ્‍યુસન કોલેજ પાસે એક મ્‍યુઝિક પ્‍લેની દુકાન હતી જેમાં ગીત દીઠ ૦.૨૫ પૈસામાં લોકોના મનપસંદ ગીતો વગાડવામાં આવતા હતા અને ટેક્‍સી ડ્રાઇવર ફિલ્‍મ પછી મોટે ભાગે લોકો ટેક્‍સી ડ્રાઈવરના ગીતો સાંભળવા લાઇન લગાવતા.

તેમને હિન્‍દી ફિલ્‍મોમાં લાવવાનો શ્રેય ચેતન આનંદને જાય છે

વિભાજન પછી પાકિસ્‍તાની ફિલ્‍મોમાં કામ કરનાર એકમાત્ર અભિનેત્રી

શીલા રામાણી એવી એકમાત્ર અભિનેત્રી હતી જેણે ભારત-પાકિસ્‍તાનના વિભાજન પછી પાકિસ્‍તાની ફિલ્‍મોમાં કામ કર્યું. શીલાના કાકા શેખ લતીફ ઉર્ફે લચ્‍છુ એ એક પ્રખ્‍યાત પાકિસ્‍તાની નિર્માતાની વિનંતી પર શીલાને પાકિસ્‍તાની ફિલ્‍મ ‘અનોખી' (૧૯૫૬) માં મુખ્‍ય ભૂમિકા ભજવવા માટે કરાચી લઇ ગયા હતા. આ ફિલ્‍મ હોલીવુડની ફેબ્‍યુલસ સેનોરીટા પર આધારિત હતી. આ ફિલ્‍મે પાકિસ્‍તાનમાં સાધારણ બિઝનેસ કર્યો હતો. શીલા ભારત પરત ફર્યા અને પછી તેને સારી ફિલ્‍મો મળવી બંધ થતા તેણીએ બીગ્રડ શ્રેણીની ફિલ્‍મો જંગલ કિંગ (૧૯૫૯), અને ધ રીટર્ન ઓફ સુપરમેન (૧૯૬૦) જેવી અસ્‍પષ્ટ ફિલ્‍મોમાં કરી હતી. કુલ મળીને તેણીએ ૨૪ ફિલ્‍મોમાં અભિનય કર્યો. તેની છેલ્લી ફિલ્‍મ આવારા લડકી (૧૯૬૭) હતી.

 

તેણીએ ૧૯૬૦માં બનેલી પ્રથમ સિંધી ફિલ્‍મ ‘અબાના' માં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્‍મમાં તેમની નાની બહેનની ભૂમિકા સાધનાએ ભજવી હતી

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(2:40 PM IST)