<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ભારતના સ્‍કીટ શૂટર અનંતજીતસિંઘ નરૂકા અને મહેશ્વરી ચૌહાણે પેરિસ ઓલિમ્‍પિક્‍સ ૨૦૨૪માં ચોથા ક્રમે મેળવેલી સિદ્ધિ તથા ભારતના શોટગન શૂટિંગ સ્‍પોર્ટ્‍સના ભવ્‍ય ઇતિહાસની ઝલક

રાજકોટ : ગન શૂટિંગ ઇવેન્‍ટ માં ઇન્‍ટરનેશનલ લેવલ ની કોમ્‍પીટિશન માં ભારત નો ઇતિહાસ ખુબ જ ભવ્‍ય રહયો છે. શોટગન શૂટિંગમાં મુખ્‍ય ત્રણ ઇવેન્‍ટ રમવામાં આવે છે, સિંગલ ટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્‍કીટ ઇવેન્‍ટ.

આ રમત માં એક ડિસ્‍ક આકારની કલે શૂટરની સામે એક બંકરમાં રહેલ ટ્રેપ કલે મશીનમાંથી છોડવામાં આવે છે જેની ગતિ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે, અને ૧૨બોર પ્રકારની બંધુક જેને શોટગન કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરી શૂટર તેને આંટવાનો પ્રયાસ કરે છે. આ રમત ખુબ ઝડપથી રિફ્‌લેક્‍સવાળી એટલે કે શૂટરનું બોડી ખુબ જ મજબૂત અને કુશળ હોવું જોઈએ તો જ આ હવામાં ઊડતી કલેને સમયસર આંટી શકાય. સિંગલ ટ્રેપ ઇવેન્‍ટમાં એક કલે  ટાર્ગેટ છોડવામાં આવે છે, ડબલ ટ્રેપ ઇવેન્‍ટમાં એક સાથે બે કલે ટાર્ગેટ અને સ્‍કીટ ઇવેન્‍ટમાં હાયર હાઉસ એટલે ઊંચું મશીન અને લોઅર હાઉસ એટલે નીચું મશીનથી શૂટરની સામેથી કલે ટાર્ગેટને છોડવામાં આવે છે જેને શૂટર આંટવાનો પ્રયાસ કરે છે. આ રમત માં સેફટીના નિયમ પ્રમાણે આંખ માટે શૂટિર્ંગ ગ્‍લાસ, કાન માટે એર પ્રોટેકશન અને ગોળી રાખવા માટે સ્‍પેશ્‍યલ શોટગન જેકેટનો ઉપયોગ થાય  છે, જે બધા શૂટરએ  પહેરવું અનિવાર્ય છે. શોટગન રમત ખુલા મેદાન એટલે શોટગન રેન્‍જ ઉપર રમવામાં આવે છે. રાઈફલ અને પિસ્‍તોલ શૂટિંગ ઇવેન્‍ટથી ખુબ જ અલગ છે, અને શૂટિંગની સૌથી મોંઘી રમત માનવામાં આવે છે. પરંતુ શોટગન શૂટિંગ સ્‍પોર્ટ ખુબજ પ્રચલિત અને એન્‍જોયબલે રમત છે જે પ્રેક્ષકો અને રમતવીર બન્ને દ્વારા સમગ્ર વિશ્વ માં રમાતી ઇવેન્‍ટ પણ છે. ભારતમાં પણ શોટગન રમત નો ખુબ ક્રેઝ જોવા મળી રહયો છે.

 મારી શોટગન રમત અપનાવાની  પ્રેરણાનાસ્ત્રોત પણ આદરણીય માનવજિતસિંઘ સંધુ જે ભારત તથા વિશ્વના ખુબ પ્રચલિત અને અનુભવી શોટગન શૂટર છે તેઓએ પણ પોતે પાંચ વાર સિંગલ ટ્રેપ ઇવેન્‍ટમાં કવોલીફાઇ થઈ ઓલિમ્‍પિક્‍સ સ્‍તરે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલા છે અને ડબલ ટ્રેપ ઇવેન્‍ટના ઓલિમ્‍પિક સિલ્‍વર મેડાલીસ્‍ટ કર્નલ રાજ્‍યવર્ધનસિંઘ રાઠોર બન્ને છે. મારી શૂટિંગ સ્‍પોર્ટ્‍સ અને ખાસ કરીને શોટગન શૂટિંગ ઇવેન્‍ટમાં  આગળ વધવા માટે વ્‍યક્‍તિગત  પ્રોત્‍સાહિત કરી આ બન્ને શૂટરોએ મારા જીવનમાં ખાસ રોલ પ્‍લે કર્યો છે. મારા અંગત કોચ યોગીન્‍દરપાલ સિંઘ સાથે મારો પહેલો પરિચય શ્રી માનવજિત સિંધુએ  દિલ્‍હીની રેન્‍જ ઉપર વર્ષ ૨૦૧૪ માં કરાવેલ હતો અને શ્રી રાજયવર્ધનસિંઘ રાઠોરને તેમના નિવાસસ્‍થાન જયપુર ખાતે વર્ષ ૨૦૧૪ના શૂટિંગ કોમ્‍પીટિશન દરમિયાન પણ મળવાની તક મળી તે   મારા માટે હંમેશા યાદગાર અને એક દ્રઢ સંકલ્‍પનું સિંચન કરાવતી લહેર સમાન હું માનું છું.

બહુ ઓછા લોકોને ખ્‍યાલ હશે કે વિશ્વની એક જ એવી રમત છે જેમાં ઉમરની કોઈ બાધા નથી, કારણ કે ૧૨ વર્ષની ઉપરની કોઈપણ વ્‍યક્‍તિ શૂટિંગ સ્‍પોર્ટ્‍સની તાલીમ લઇ ને કોમ્‍પીટિશનમાં ભાગ લઇ શકે છે. ઓલિમ્‍પિક લેવલ એ પણ ૧૮ વર્ષથી નાની વયના શૂટર તરીકે મનુ ભાકરે પહેલી વખત ૧૦ મીટર એર પિસ્‍તોલ ઇવેન્‍ટમાં વર્ષ ૨૦૨૧ના ઓલિમ્‍પિક્‍સમાં ભાગ લીધો હતો અને આજે તેઓ ડબલ ઓલિમ્‍પિક બ્રોન્‍ઝ મેડાલીસ્‍ટ બની ગયા છે, અને હાલના ચાલુ પેરિસ ઓલિમ્‍પિક્‍સ ૨૦૨૪માં પિસ્‍તોલ ઇવેન્‍ટમાં ૫૧ વર્ષ ના તુર્કીના શૂટર યુસુફ ડાઈકેય પણ સિલ્‍વર મેડલ જીતી ને પોતાના એક કુલ અંદાજથી ખુબ પ્રચલિત થયા.

મહારાજા ઓફ બિકાનેર ડો. કરણીસિંઘજી તથા તેમના પુત્રી રાજ્‍યશ્રીકુમારી

મહારાજા કરણીસિંઘજીનો જન્‍મ ૨૧ એપ્રિલ ૧૯૨૪, બિકાનેર, રાજસ્‍થાનમાં થયો. ભારતમાં શૂટિંગની વાત થાય અને એક નામ સૌ એ ચોક્કસ યાદ કરવું પડે એ છે મહારાજા ઓફ બિકાનેર (રાજસ્‍થાન) ડો.કરણીસિંઘજી. એક એવા શૂટર જેમણે કલે - પીજન ટ્રેપ અને સ્‍કીટ શોટગન ઇવેન્‍ટમાં નેશનલ શૂટિંગ ચેમ્‍પિયનશિપ ૧૭-વખત જીતી હતી અને ભારતનું નેતળત્‍વ  ઇન્‍ટરનેશનલ લેવલની બધીજ શૂટિંગ ચેમ્‍પિયનશિપમાં કર્યું. તેઓએ એશિયન ચેમ્‍પિયનશિપ, વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ તથા એશિયન ગેમ્‍સ અને ગ્રાન્‍ડ પ્રિકસ શૂટિંગ સ્‍પર્ધામાં અનેક મેડલ પણ જીતી ભારતને ગૌરવ અપાવ્‍યું હતું. તેઓ પહેલા ભારતીય પણ છે જેમણે ૫ ઓલિમ્‍પિકમાં સાલ ૧૯૬૦ થી ૧૯૮૦ સુધી ભાગ લીધો હતો. તેમને ૧૯૬૧માં અર્જુન એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, આમ તેઓ ભારતના પહેલા શૂટર બન્‍યા હતા જેને સ્‍પોર્ટ્‍સનો સર્વશ્રેષ્‍ઠ સમ્‍માન પ્રદાન થયું. પોતાના જીવનના અનુભવો ઉપર તેઓએ એક ખુબ જ સરસ પુસ્‍તક ‘ફ્રોમ રોમ ટુ મોસ્‍કો' લખેલી છે. બાદમાં તેઆએ મેમ્‍બર ઓફ પાર્લિયામેન્‍ટ તરીકે પોતાની સેવા રાષ્‍ટ્રને આપી હતી. ભારતની શ્રેષ્ઠ શૂટિંગ રેન્‍જ, જે ઓલિમ્‍પિક ગ્રેડની છે તેનું નામ પણ તેમના નામ ઉપર એટલે કે ડો.કરણીસિંઘ શૂટિંગ રેન્‍જ, તુઘલખાબાદ, દિલ્‍હી રાખવામાં આવ્‍યું છે. આ રેન્‍જ ઉપર ૨૦૧૦ની કોમનવેલ્‍થ ગેમ્‍સ પણ યોજવામાં આવેલી હતી. હાલ ભારતની તમામ શૂટિંગ ઇવેન્‍ટ એટલે કે પિસ્‍તોલ, રાઈફલ અને શોટગનની સ્‍પર્ધા નેશનલ શૂટિંગ ચેમ્‍પિયનશિપ કોમ્‍પીટિશન પણ આ રેન્‍જ ઉપર યોજવામાં આવે છે. કરણીસિંઘજીના પુત્રી રાજ્‍યશ્રીકુમારી પણ હયાત છે  તેઓ પણ ખુબ સારા શૂટર રહી ચૂકયા છે.  (૪.૨૮)

 અનંતજીતસિંઘ નરૂકા અને માહેશ્વરી ચૌહાણ

 

તારીખ ૫ ઓગસ્‍ટ ૨૦૨૪, પેરિસ ઓલિમ્‍પિક ગેમ્‍સ માં સ્‍કીટ મિક્‍સડ ટીમ ઇવેન્‍ટ જે શોટગન ઇવેન્‍ટ છે તેમાં ભારતના બે શૂટર અનંતજીતસિંઘ નરૂકા અને મહેશ્વરી ચૌહાણએ બ્રોન્‍ઝ મેડલ મેચમાં ચાઇના સામે માત્ર ૧ પોઇન્‍ટથી હારનો સામનો કરવો પડ્‍યો હતો અને બન્નેની જોડી ચોથા ક્રમ ઉપર રહીને મેડલની દાવેદારીમાંથી બહાર નીકળી ગયા.

ઓલિમ્‍પિક્‍સમાં મિક્‍સડ ટીમ ટ્રેપ અને સ્‍કીટ શોટગન ઇવેન્‍ટ પેહલી વાર આ ઓલિમ્‍પિક્‍સ એટલે કે ૨૦૨૪ના પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં યોજવામાં આવી છે, જેમાં એક પુરુષ અને મહિલાની ટીમ બનાવી કોપિટિશન માં પોતાના દેશનું નેતળત્‍વ કરવામાં આવે છે. આ મિક્‍સડ ટીમ ઇવેન્‍ટ પ્રોગ્રામ સમાન જેન્‍ડરનો મેસેજ વિશ્વ લેવલએ ઓલિમ્‍પિક ગેમ્‍સના માધ્‍યમથી દેવા માટે ખાસ ઉમેરવામાં આવ્‍યો છે. અને આ ઇવેન્‍ટમાં ભારતના સ્‍કીટ શૂટર અનન્‍તસિંઘ અને મહેશ્વરી પહેલી જ વાર સાથે ભાગ લેતા બ્રોન્‍ઝ મેડલ મેચ માટે કયુઅલીફાય થવું અને ચોથો સ્‍થાન મેળવવો એ પણ એક ખુબ મોટી સિદ્ધિ છે, જે અવનારા કોમ્‍પીટીશન માટે બધાજ શૂટરઓને વધુ મહેનત કરવા માટે પ્રોત્‍સાહિત કરશે.

અનંતજીતસિંઘ નરૂકાનો જન્‍મ ૧ જુલાઈ ૧૯૯૮, જયપુર રાજસ્‍થાન માં થયો અને મહેશ્વરી ચૌહાણ નો જન્‍મ ૪ જુલાઈ ૧૯૯૬, સિયાના ડિસ્‍ટ્રિક્‍ટ જલોર રાજસ્‍થાન માં થયો છે ઉલ્લેખનીય એ છે કે બન્ને સ્‍કીટ શૂટર ઓ રાજસ્‍થાનની પાવન ધરતી ઉપર જન્‍મેલા છે જે આજે ભારત કર્નલ રાજ્‍યવર્ધનસિંઘ રાઠોરનું નામ વિશ્વ સ્‍થર ઉપર રોશન કરી રહિયા છે. બન્નેની ઉમર ૨૮ વર્ષથી પણ નાની છે, એટલે એમ કહી શકાય કે તેમનું શૂટિંગનું ભવિષ્‍ય ખુબ ઉજ્જવળ છે. બન્ને શૂટરઓ રાજસ્‍થાનના હોવું એ માત્ર સંયોગ નથી પણ રાજસ્‍થાનમાં શૂટિંગ સ્‍પોર્ટ્‍સ અને ખાસ કરી ને શોટગન શૂટિંગનો વ્‍યાપ ખુબ મોટો છે, જયપુરની શૂટિંગ રેન્‍જ ઉપર આખા વર્ષ દરમિયાન ખુબ મોટી સંખ્‍યામાં શૂટર ખુબ મેહનત કરી પ્રેકટીસ અને ટ્રેનિંગ કરે છે અને તેનું પરિણામ આજે આપડે સૌ જોઈ શકી છીએ.

મહેશ્વરી અને અનંતજીતસિંઘ બંને નેશનલ શૂટિંગ ચેમ્‍પિયનશિપ માં પદક વિજેતા રહી ચુકયા છે અને ઇન્‍ટરનેશનલ કોપિટિશનમાં પણ ખુબ સારો સ્‍કોર કરી વિજેતા બની ચુકયા છે.

કર્નલ રાજ્‍યવર્ધનસિંઘ રાઠોર

કર્નલ રાજ્‍યવર્ધનસિંઘ રાઠોર, ૨૦૦૪ માં એથેન્‍સ ઓલિમ્‍પિક્‍સમાં ડબલ ટ્રેપ શોટગન ઇવેન્‍ટમાં સિલ્‍વર મેડલ જીત્‍યો અને આઝાદ ભારતના પેહલા વ્‍યક્‍તિગત સિલ્‍વર મેડલ વિજેતા બનીને ભારતનો ઓલિમ્‍પિક્‍સ ક્ષેત્રનો સુવર્ણકાળનો દરવાજો ખોલી શૂટિંગ સ્‍પોર્ટ્‍સના પ્રેરણા સ્‍વરૂપ બની ગયા જેને લોકો હંમેશા યાદ કરે છે.

કર્નલ રાજ્‍યવર્ધનસિંઘ રાઠોર નો જન્‍મ ૨૯ જાન્‍યુઆરી ૧૯૭૦, જેસલમેર, રાજસ્‍થાન માં થયો. તેઓના પિતાશ્રી ભારતની આર્મીમાં કર્નલ રહી ચૂકેલા છે, અને તેમના ધર્મપત્‍ની પણ ભારતની આર્મીમાં ડોક્‍ટર તરીકેની સેવા આપેલ છે. તેમના દીકરા માનવઆદિત્‍યસિંઘ પણ ભારત ની શોટગન ટીમના મેમ્‍બર છે રાજ્‍યવર્ધનસિંઘ નું મિલિટરી કેરિયર ખુબ જ ઉમદા રહીયુ છે, તેઓને ઇન્‍ડિયન મિલિટરી એવોર્ડ ઓફ ઓનર ફોર બેસ્‍ટ ઓલ રાઉન્‍ડ જેન્‍ટલમેન કેડેટ નો એવોર્ડ પણ મળેલ છે. રાઠોરે એ કારગિલ લડાઈમાં પણ મેજરના પદ ઉપર રહી રાષ્‍ટ્ર સેવા આપી છે.

રાજ્‍યવર્ધનસિંઘ રાઠોરનું શૂટિંગ સ્‍પોર્ટ્‍સ કેરિયર ખુબ ગૌરવ પૂર્ણ રહ્યું છે, તેઓ એ ૧૯૨/૨૦૦ નો રેકોર્ડ સ્‍કોર કરી, ૨૦૦૨ ના કોમન વેલ્‍થ ગેમ્‍સમાં ગોલ્‍ડ મેડલ જીતી નવો વિક્રમ સ્‍થાપીયો. ૨૦૦૩ માં વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપમાં સિલ્‍વર મેડલ પણ જીત્‍યો, જે સિદ્ધિ ૪૦ વર્ષ પૂર્વે સૌ પ્રથમ વાર મહારાજા ડો.કરણીસિંઘ હાંસલ કરવામાં સફળ રહિયા હતા. વધુમાં કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૦૬માં પણ ગોલ્‍ડ મેડલ હાંસલ કરી વિશ્વસ્‍તર ઉપર શોટગન શૂટિંગની ઇવેન્‍ટમાં ભારતની નવી ઓળખ ઉભી કરી. વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૬ સુધીના સમય ગાળામાં ડબલ ટ્રેપ શોટગન ઇવેન્‍ટમાં જુદી જુદી કોમ્‍પિટિશનમાં ૨૫ ઇન્‍ટરનેશનલ મેડલ જીતી લીધા હતા. તેઓને પોતાની આ અનેરી સિદ્ધિ બદલ પદ્મશ્રી, મેજર ધ્‍યાનચંદ ખેલ રત્‍ન એવોર્ડ અને અર્જુન એવોર્ડથી પણ સમ્‍માનિત કરવામાં આવ્‍યા છે. બાદમાં તેઓ પોલિટિક્‍સમાં પણ પોતાનું કૌશલ્‍ય બતાવ્‍યું અને જયપુર ગ્રામીણ ક્ષેત્રથી લોકસભાના મેમ્‍બર ઓફ પાર્લામેન્‍ટમાં અને કેબિનેટ મિનિસ્‍ટ્રીનું પદ પણ સાંભળ્‍યું. હાલ તેઓ રાજસ્‍થાન સરકારના યુથ અફેર એન્‍ડ સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટના મિનિસ્‍ટર છે.

 ટ્રેપ શૂટિંગ રેન્‍જ

ઉપર શૂટિંગ કરતા નિલરાજ રાણા

 

શોટગન શૂટિંગ ક્ષેત્રે વર્ષ ૨૦૧૪ થી મેળવેલ સિદ્ધિઓની યાદીમાં વર્ષ ૨૦૧૬ માં નેશનલ શૂટિંગ કોમ્‍પીટીશન જે જયપુર રાજસ્‍થાનમાં યોજવામાં આવી તેમાં સિનિયર પુરુષો ની ડબલ ટ્રેપ ઇવેન્‍ટ માં ગુજરાતનો સૌ પ્રથમ શૂટર બન્‍યો જેને નેશનલ કવોલીફાઇ સ્‍કોર એટલે ‘રીનાઊંડ શૂટર' તરીકે કવોલીફાઇ થયો.

૧૪ મે ૨૦૧૪ ના દિવસે જયારે કર્નલ રાજ્‍યવર્ધનસિંઘ રાઠોર ને વ્‍યક્‍તિગત મળવાનો અવસર મળ્‍યો એ સમયે તેમની કાયમી યાદી અને આશિર્વાદ સ્‍વરૂપે ૨૦૦૪ ઓલિમ્‍પિક વિભિન્ન મોમેન્‍ટના ફોટો ઉપર પોતાના હસ્‍તાક્ષર કરી ભેટ પણ મને આપ્‍યો, તે પળ હંમેશા યાદગાર રહેશે. 

વર્ષ ૨૦૧૪ માં ઇન્‍ડિયન શોટગન ઓપન કોમ્‍પિટિશન, જે ડો.કરણીસિંઘ શૂટિંગ રેન્‍જ દિલ્‍હી ઉપર યોજવામાં આવેલ તે ઇવેન્‍ટ વખતે ઓલિમ્‍પિક પ્‍લેયર માનવજિતસિંઘ સંધુ અને રોંજન સોઢી સાથેનો મારો ફોટો. આ ઇવેન્‍ટની મારા જીવનમાં ખાસ જગ્‍યા છે કારણ કે આ ઇવેન્‍ટ  મને શોટગન શૂટર બનાવ્‍યો અને શૂટિંગ મારા જીવનનું પેશન પણ બન્‍યું

: આલેખન :

નીલરાજ બી.રાણા

શોટગન શૂર્ટર અને રીસર્ચર

રાજકોટ. મો : ૯૪૨૮૨૭૧૪૧૩

Email: [email protected]

(4:00 PM IST)