તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Wednesday, 7th August 2024
અધિકારીઓ પણ કબૂલે છે કે રાઇડ માલીકો સાચા છે...પરંતુ સરકારે નિયમો આકરા બનાવી નાંખ્યા છે... : યાંત્રિક રાઇડ માલીકોનો બળાપોઃ ફાઉન્ડેશન-NDT સર્ટિફિકેટ-સોઇલ ટેક્ષનો ખર્ચ ૧ લાખ ૭પ હજાર થાય
આ ઉપરાંત ૪ાા લાખમાં પ્લોટ-ગાડીનું ભાડૂ-માણસોનો પગાર બધૂ ગણતા ૮ લાખનો ખર્ચ થાય...

રાજકોટ તા. ૭ :.. રાજકોટના લોકમેળામાં મોટી મોટી યાંત્રિક-રાઇડ માલીકોએ આકરા નિયમો સંદર્ભે યાંત્રિક સ્ટોલની હરરાજીનો બહિષ્કાર કર્યો છે, બે વખત કલેકટર સાથે મંત્રણા થઇ પણ તે નિષ્ફળ નિવડી છે, આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાઇડ માલીકોએ બળાપો કાઢતા જણાવેલ કે અમને એક રાઇડ પાછળ ૬ થી ૮ લાખનો ખર્ચ થાય, (આકરા નિયમોને કારણે), એ કોઇ કાળે પરવડે તેમ નથી, ગઇકાલે કલેકટર સહિતના અધિકારીઓની હાજરીમાં જ આવેલા ઇજનેરોએ ફાઉન્ડેશનનો -૮૦ હજાર, એનડીટી-સર્ટીફીકેટનો ૮૦ હજાર તથા સોઇલ ટેક્ષનો ખર્ચ-૧પ હજાર ગણાવ્યો હતો, આમ એક રાઇડ માલીકને આકરા નિયમોને કારણે વધારાનો પોણા બે લાખનો ખર્ચ થાય, લટકામાં સ્ટોલ-પ્લોટ પાછળ ૪ાા લાખનો ખર્ચ થાય, ગાડીનું ભાડૂ, માણસોનો પગાર, લાઇટ બીલ આ બધુ ગણતા અમને રાઇડ માલીકોને ૭ થી ૮ લાખનો ખર્ચ થાય છે, આ ૮ લાખ ઉપર કમાઇએ ત્યારે નફામાં આવીએ, આ બધુ શકય નથી, એમાં પણ વરસાદ હોય તો આખો દિવસ ખાલી જાય, ખૂદ અધિકારીઓ પણ કહી રહ્યા છે, રાઇડ માલીકો સાચા છે, પરંતુ સરકારે નવી એસઓપીમાં નિયમો આકરા બનાવી નાખ્યા છે, એમાં બાંધછોડ થાય, નિયમો હળવા થાય તો જ રાઇડ માલીકો હરરાજીમાં ભાગ લઇ શકે છે, રાજકોટ-સૌરાષ્ટ્રની પ્રજા ધર્મપ્રિય પ્રજા છે, ધાર્મિક દ્રષ્ટિએ જોઇએ તો કાનુડાના જન્મને વધાવતો આ લોકમેળો જગવિખ્યાત છે, તંત્ર તાકિદે યોગ્ય નિર્ણય લ્યે તો રાઇડ માલીકો અને ઉત્સવ ઘેલી શહેર-ગામડાની પ્રજા પણે ખુશ થશે તે પણ હકિકત છે
(4:13 PM IST)










