<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વોર્ડ નં. ૧૪ના વોંકળાઓ ગંદાગોબરાઃ લોકદરબારમાં નાગરીકોનો રોષ

જિલ્લા ગાર્ડન ચોકમાં દબાણ દૂર કરોઃ લાઇબ્રેરીમાં ઇનવટર કે જનરેટરની વ્‍યવસ્‍થાઃ ભકિતનગર સર્કલનો ફુવારો વાઇફાઇ સુવિધા શરૂ કરવા માંગ

રાજકોટ,તા. ૭: મ્‍યુનિ. કોર્પોરેશનના મેયર તમારે દ્વાર કાર્યક્રમ અંતર્ગતનો લોક દરબાર આજે વોર્ડ નં. ૧૪માં યોજાયો હતો. આ લોકદરબારમાં નાગરિકોએ વરસાદી પાણી ભરાવાની, ગેરકાયદે બાંધકામ દબાણ દૂર કરવા તથા ભકિતનગર સર્કલનો ફુવારો શરૂ કરવા સહિતની સમસ્‍યાઓ પદાધિકારીઓ સમક્ષ રજુ કરી હતી. માસ્‍તર સોસાયટી, વોર્ડ નં. ૧૪ની વોર્ડ ઓફીસ ખાતે યોજાયેલ લોક દરબારમાં જુદા-જુદા વિભાગના ૭૭ પ્રશ્‍નો નાગરિકોએ રજુ કર્યા હતા. જેમાં સોલીડ વેસ્‍ટના ૧૨, બાંધકામનાં ૨૬, ગાર્ડન-વોટર વર્કસ, દબાણ હટાવનાં ૩ તથા ડ્રેનેજનાં ૫, ટી.પી.માં ૯ સહિત કુલ ૭૭ પ્રશ્‍નોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વોર્ડ નં.૧૪માં યોજાયેલ ‘મેયર તમારા દ્વારે...' ‘લોક દરબાર'માં વોર્ડ નં.૧૪માં આવેલ વોકળામાં સઘન સફાઈ કરવા બાબત, મિલપરા મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવા બાબત, ખોડિયારપરામાં સ્‍ટ્રીટ લાઈટ અને ટ્રાફિક બાબત, લાઇબ્રેરીમાં ઇનવટર કે જનરેટરની વ્‍યવસ્‍થા કરવા બાબત, કેનાલ રોડ પર ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બાબત, જિલ્લા ગાર્ડન ચોકમાં દબાણ દૂર કરવા બાબત, જિલ્લા ગાર્ડન પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી રોડ લેવલ કરવા બાબત, સોરઠીયા પ્‍લોટમાં આવેલ વોકળા સફાઈ કરવા બાબત, લક્ષ્મીવાડીમાં ખોડિયાર મંદિર પાસે રોડ પર સફાઈ કરવા બાબત, પરવાનગી વગર જાહેરાતના બોર્ડ બેનરો દૂર કરવા બાબત, ભક્‍તિનગર સર્કલનો ફુવારો શરૂ કરવા બાબત, વોર્ડ નં.૧૪માં વાઇફાઇ સુવિધા શરૂ કરવા બાબત, વોર્ડ નં.૧૪માં ટીપરવાન અનિયમિત આવે છે સહિતની ફરિયાદો આવી હતી. વિવિધ ટ્રાફિકવાળા રોડ પર સ્‍પીડ બ્રેકર બનાવવા બાબત, વિવિધ વિસ્‍તારમાં ફોગીંગ કરવા બાબત, વસંતનગરમાં રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે જેના લીધે રોડ ઉપરના પાણી ઘરમાં આવે છે, રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્‍ટ અને આજી રિવરફ્રન્‍ટ પ્રોજેકટ આગળ ધપાવવા બાબત, આનંદનગર વિસ્‍તારમાં વરસાદી પાણીના નિકાલ કરવા બાબત, કોઠારીયા કોલોનીમાં રોડ ખુલ્લો કરવા બાબત, સોસાયટીના કોમન પ્‍લોટમાં મંદિર બનાવવા બાબત, વાણિયાવાડી ૩/૭ના કોર્નરમાં નિયમિત સફાઈ કરવા બાબત, બાપુનગર સ્‍લમ ક્‍વાર્ટરમાં વરસાદી પાણી ઘરમાં આવે છે, ગુંદાવાડી પોલીસ ચોકી ચોકમાં ટ્રાફિક દૂર કરી ફૂટપાથ પર ખાણી-પીણીના દબાણ દૂર કરવા બાબત વગેરે મુખ્‍ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.

 આ ‘લોક દરબાર' કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ૭૦ વિધાનસભાના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, આરોગ્‍ય સમિતિ ચેરમેન અને કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન અને કોર્પોરેટર નિલેષભાઈ જલુ, કોર્પોરેટર ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, મેનેજર કૌશિક ઉનાવા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્‍જીનીયર અતુલ રાવલ, આરોગ્‍ય અધિકારી ડા'.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડા'.લલિત વાજા, એનક્રોચમેન્‍ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્‍ય અધિકારી ડા'.હાર્દિક મહેતા, એ.ટી.પી. એ.પી.પટેલ, વોર્ડ એન્‍જીનીયર વી.સી.રાજદેવ, વોર્ડ ઓફિસર એમ.પી.ગોંધીયા, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઈ જોશી, વોર્ડ પ્રમુખ મહેશભાઈ મિયાત્રા, વોર્ડ મહામંત્રી માનસુરભાઈ વાળા અને કેયુરભાઈ મશરૂ, વોર્ડ નં.૧૪ના નાગરીકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

કાલે વિપક્ષના વોર્ડમાં લોકદરબાર

રાજકોટઃ આવતીકાલ તા.૮, ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્‍યાન વોર્ડ નં.૧૫માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૫-બ, જયનાથ પેટ્રોલ પંપ સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે‘મેયરશ્રી તમારા દ્વારે' (‘લોક દરબાર') કાર્યક્રમ યોજાશે.

 

કાલે વિપક્ષના વોર્ડમાં લોકદરબાર

રાજકોટઃ આવતીકાલ તા.૮, ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્‍યાન વોર્ડ નં.૧૫માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૫-બ, જયનાથ પેટ્રોલ પંપ સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે‘મેયરશ્રી તમારા દ્વારે' (‘લોક દરબાર') કાર્યક્રમ યોજાશે.

(5:00 PM IST)