News of Thursday, 8th August 2024
મુંજકાના ૨૨ વર્ષના ગોતમનું ઉલ્ટી થયા બાદ મોતઃ એકનો એક પુત્ર હતાં
આધારસ્તંભના મૃત્યુથી સોલંકી પરિવારમાં કલ્પાંતઃ મોતનું કારણ જાણવા વિસેરા લેવાયા

રાજકોટ તા. ૮: મુંજકા સ્લમ ક્વાર્ટરમાં રહેતાં બાવીસ વર્ષના યુવાનનું ઉલ્ટી થયા બાદ મૃત્યુ થયું હતું. જાણવા મળ્યા મુજબ મુંજકામાં આર્ષ વિદ્યા મંદિર પાસે રહેતો ગોૈતમ મહેશભાઇ સોલંકી (ઉ.વ.૨૨) સવારે ઘરે હતો ત્યારે એકાએક ઉલ્ટી ચાલુ થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ગોૈતમ મોલમાં નોકરી કરતો હતો. તેના પિતા ઇમિટેશન દાગીનાનો ધંધો કરે છે. આ યુવાન પરિવારનો એકનો એક પુત્ર અને આધારસ્તંભ હતો. મોતનું કારણ બહાર ન આવતાં તબિબે વિસેરા લઇ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. હાર્ટએટેકથી મૃત્યુ થયું કે અન્ય કોઇ રીતે? તે વિસેરા રિપોર્ટ બાદ જાણવા મળશે.
(3:56 PM IST)










