<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

હવે કોઇપણ મિલ્‍કતમાં આગ લાગશે તો નોટીસ પણ ફટકારશે મનપા !

જે-તે ઘટના સ્‍થળે ફાયર સાધનો તથા એન.ઓ.સી. પણ ચકાસાશેઃ તમામ સ્‍ટેશનોને સૂચના અપાઇ

રાજકોટ, તા. ૮ : મનપાની ફાયર શાખા દ્વારા  હવે કોઇ પણ સ્‍થળે આગ લાગશે તો નોટિસ  પણ ફટકારાશેનું સુત્રોએ જણાવ્‍યું છે.

હાલ ફકત આગ બુઝાવતા હતા, હવે ફાયર સેફટીના સાધનો અને એનઓસીનું પણ ચેકિંગ કરાશે જો બેદરકારીને કારણે આગ લાગ્‍યાનું માલુમ પડશે તો મિલકત-સંકુલ સામે કાર્યવાહી થશે. આ અંગે  શહેરના તમામ ફાયર બ્રિગેડ સ્‍ટેશન ને ઉપરોક્‍ત મુજબ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. નવા ફાયર સ્‍ટેશન માટે તેમજ અગાઉથી ખાલી પડેલી જગ્‍યાઓ ભરવા ટુંક સમયમાં ભરતી કરાશે, જયારે વોર્ડ વાઇઝ ફાયર સેફ્‌ટીના સાધનો અને ફાયર એનોસીનું ચેકિંગ હજુ પણ કરવામાં આવી રહ્યું છે.

(4:08 PM IST)