<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

લોકદરબારમાં આજી રિવરફ્રન્‍ટ પ્રોજેકટ ચમક્‍યો : વોર્ડ નં. ૧૫માં ૧૨૬ ફરિયાદોની હારમાળ

રાજકોટ તા. ૮ : આજે વોર્ડ નં. ૧૫માં ‘‘મેયરશ્રી તમારા દ્વારે'' (લોક દરબાર) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકો દ્વારા મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના કુલ ૧૨૬ પ્રશ્નો - રજૂઆતો રજુ કરવામાં આવ્‍યા હતા.

વોર્ડ નં.૧૫માં યોજાયેલ ‘મેયર તમારા દ્વારે...' ‘લોક દરબાર'માંᅠવોર્ડના નાગરિકો દ્વારા કુબલિયાપરામાં સફાઈ કરવા બાબત,ᅠકુબલિયાપરા વિસ્‍તારમાં આવેલ ન્‍યુસન્‍સ પોઇન્‍ટ નિયમિત સફાઈ કરવા બાબત,ᅠઘોડિયાનગરમાં પોસ્‍ટ ઓફીસ ખોલવા બાબત,ᅠસસ્‍તા અનાજની દુકાન બનાવવા બાબત,ᅠવેરા બિલમાં સુધારા કરવા સરળ પ્રણાલી અપનાવવા બાબત, મોહનભાઇ સરવૈયા કોમ્‍યુનિટી હોલમાં લિફટની સુવિધા ᅠબાબત,ᅠવોર્ડ નં.૧૫ના વિવિધ વિસ્‍તારમાં ટીપરવાન અનિયમિત આવે છે,ᅠભૂગર્ભ ગટરમાં ચોકઅપ થઈ જાય છે,ᅠખોડિયારનગર વિસ્‍તારમાં ગેસની લાઇન નાખ્‍યા બાદ રોડ લેવલ કરવા બાબત,ᅠવોર્ડ નં.૧૫માં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાંᅠPGVCLનું નવું ફીડર નાખવા બાબત,ᅠવોર્ડ નં.૧૫ના પછાત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્‍દ્ર બનાવવા બાબત,ᅠવોર્ડ નં.૧૫ના મુખ્‍ય માર્ગો પર કેમેરા નાખવા બાબત,ᅠવોર્ડ નં.૧૫માં આવેલ શાળામાં ધોરણ ૧૨ સુધી અભ્‍યાસ શરુ કરવા બાબત,ᅠવરસાદી પાણીના નિકાલ માટે,ᅠસિનિયર સિટીઝન માટે ગાર્ડન બનાવવા બાબત,ᅠઆજી નદીના કાંઠે હ્યુન્‍ડાઇ શો-રૂમ પાસે વોકળો ખુલ્લો કરવા બાબત,ᅠઅમુલ સર્કલથી પેટ્રોલ પમ્‍પ સુધીના ભાવનગર રોડ પર આવેલ વિવિધ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે,ᅠચુનારવાડ ચોકથી આજી ડેમ ચોક સુધીના રસ્‍તા પર રોડ બનાવવા બાબત,ᅠઆજી રિવરફ્રન્‍ટ પ્રોજેકટ આગળ ધપાવવા બાબત,ᅠવોર્ડ નં.૧૫ના વિવિધ વિસ્‍તારમાં ડી. આઈ. પાઇપલાઇન નાખવા બાબત,ᅠઆજી નદીની સઘન સફાઈ કરવા બાબત,ᅠમોહનભાઇ સરવૈયા હોલ પાસે રોડ બનાવવા બાબત,ᅠઆંબેડકરનગરમાં વરસાદી પાણી ભરાય જાય છે,ᅠપીટીસીના ગ્રાઉન્‍ડમાં સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ,ᅠગાર્ડન,ᅠક્રિકેટ ગ્રાઉન્‍ડ,ᅠઅદ્યતન લાઈબ્રેરી બનાવવા બાબત,ᅠલાખાજીરાજમાં આવેલ વોકળામાં નિયમિત સફાઈ કરવા બાબત,ᅠખોડિયારપરા આવાસ યોજનામાં પેવિંગ બ્‍લોક કાઢી સીસી રોડ કરવા બાબત, ખોખડદળ રોડ બનાવવા બાબત, ચુનારવાડ ચોકથી દૂધસાગર રોડ હાઈ-વે સુધીના રોડમાં ડિવાઈડર બનાવવા બાબત,ᅠવોર્ડ નં.૧૫માં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત,ᅠસત્‍યમ પાર્ક પાછળ ગંદકી દૂર કરવા બાબત, મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અંગ્રેજી માધ્‍યમની શરૂઆત કરવા બાબત,ᅠઆજી ડેમ ચોકડી થી અમુલ સર્કલ સુધીના એન્‍ટ્રી પોઇન્‍ટને ડેવલપમેન્‍ટ કરવા બાબત,ᅠરામવન મેઈન રોડ પર નિયમિત સફાઈ કરવા બાબત,ᅠમધુરમ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાં રોડ બનાવવા બાબત,ᅠગંજીવાડા વિસ્‍તારમાં માઠા પ્રસંગે નાહવા માટે બાથરૂમ બનાવવા બાબત વગેરે મુખ્‍ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ. ᅠ

 આવતીકાલ તા. ૯ને,ᅠશુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્‍યાન વોર્ડ નં.૧૬માં વોર્ડ ઓફિસ,ᅠવોર્ડ નં.૧૬-અ,ᅠમેહુલનગર-૬,ᅠનિલકંઠ સિનેમાની પાછળ,ᅠકોઠારીયા મેઇન રોડ,ᅠખાતે ‘મેયરશ્રી તમારા દ્વારે' (‘લોક દરબાર')ᅠકાર્યક્રમ યોજાશે.આ ‘લોક દરબાર' કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા,ᅠડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,ᅠશાસક પક્ષના નેતા લીલુબેન જાદવ,ᅠશાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા,ᅠકોર્પોરેટરો વશરામભાઈ સાગઠિયા,ᅠકોમલબેન ભારાઈ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે, સહાયક કમિશનર બી. એલ. કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર,ᅠસીટી એન્‍જીનીયર અઢિયા, આરોગ્‍ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, એનક્રોચમેન્‍ટ ઓફિસર પરબત બારીયા, રોશની વિભાગના સીટી એન્‍જીનીયર બી.ડી. જીવાણી,ᅠઇ.ચા. મેનેજર નિલેશ કાનાણી, નાયબ આરોગ્‍ય અધિકારી ડો..મહિપાલસિંહ જાડેજા,ᅠનાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી,ᅠવોર્ડ એન્‍જીનીયર અતુલ રાઠોડ, વોર્ડ ઓફિસર નિશાબેન જાદવ,ᅠઅન્‍ય અધિકારી-કર્મચારીઓ, વોર્ડ નં.૧૫ના પ્રભારી જયેશભાઈ દવે,ᅠપ્રમુખ મયુરભાઈ વજકાણી,ᅠમહામંત્રી જયવંતસિંહ જાડેજા,ᅠમૌલિકભાઈ પરમાર વોર્ડ નં.૧૫ના નાગરીકો બહોળી સંખ્‍યામાંᅠઉપસ્‍થિત રહ્યા હતા.

એક અરજદારના સતત પ્રશ્નથી પદાધિકારીઓ અકળાયા

રાજકોટ : મેયર તમારે દ્વાર અંતર્ગત આજે વોર્ડ નં. ૧૫માં યોજાયેલા લોકદરબારના પ્રથમ પ્રશ્ન દરમિયાન એક વ્‍યકિતએ ન બોલવાના શબ્‍દોમાં સતત પ્રશ્નો પૂછતા મેયર પ્રથમ વખત મેયરે પણ પ્રશ્ન પૂછનાર વ્‍યકિતને પણ માપમાં રહેવાનું જણાવતા લોકદરબારમાં સોંપો પડી ગયો હતો.

પોલીસ વિભાગનો પ્રશ્ન છે : શાસકોએ કર્યા હાથ ઉંચા

વોર્ડ નં. ૧૫ના વિસ્‍તારમાં દારૂનું દૂષણ છે

રાજકોટ : લોકદરબારમાં કોર્પોરેશનની અંડર ન આવતા હોય તે પ્રકારના પ્રશ્નો પણ લોકો દ્વારા પૂછવામાં આવતા હોય છે. જેમાં આજે વોર્ડ નં. ૧૫માં યોજાયેલા લોકદરબારમાં એક વ્‍યકિતએ ફરિયાદ કરેલ કે, અમારા વિસ્‍તારમાં દેશી દારૂનું દૂષણ બહુ જ છે ત્‍યારે શાસકોએ આ પ્રશ્ન પોલીસ વિભાગમાં પૂછવાનો હોય તેમ જણાવ્‍યું હતું.

ક્‍યાં વિભાગમાં કેટલા પ્રશ્નો

શાખા - વિભાગનું નામ      સંખ્‍યા

૧. સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ   ૨૧

૨. ટ્રાફિક           ૩

૩. ટી.પી.           ૮

૪. સેક્રેટરી          ૧

૫. ઇ.ડી.પી.         ૧

૬. એસ્‍ટેટ           ૩

૭. આઇ.સી.ડી.એસ.  ૪

૮. સ્‍કુલ બોર્ડ       ૭

૯. રોશની          ૨

૧૦. બાંધકામ-વોટર-ડ્રેનેજ   ૫૧

૧૧. જગ્‍યા રોકાણ  ૪

૧૨. ગાર્ડન         ૩

૧૩. અન્‍ય          ૧૧

૧૪. ટેકસ           ૩

૧૫. આજી રિવરફ્રન્‍ટ પ્રોજેકટ       ૪

(4:13 PM IST)