<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

અધધધ ૪૦ ટકા વ્‍યાજે ૭૦ હજાર લઇ ૧.૮ લાખચુકવ્‍યા છતાં વધુ માંગી એકટીવા પડાવી લેવાયું

આજીડેમ પાસે રહેતાં ચાંદી કામનાં ધંધાર્થી ધાર્મિક મોરાણીયાની મયુરનગરના નયન ચૌહાણ વિરૂધ્‍ધ ફરિયાદઃ થોરાળા પોલીસે મનીલેન્‍ડ એકટ હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૯: કુવાડવા રોડ પર સાગર કોમ્‍પ્‍લેક્ષમાં રહેતા યુવાને ખરીદ કરેલા ફલેટના હપ્‍તા ભરવા માટે ૪૦ ટકા વ્‍યાજે રૂા. ૭૦ હજાર લીધા બાદ મૂળ મુદ્દલ અને વ્‍યાજ સહિત ૧.૦૮ લાખ ચૂકવ્‍યા છતાં વ્‍યાજખોરે વધુ વ્‍યાજ માંગી ધમકી આપી બળજબરીથી એકટીવા પડાવી લેતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે શીવમ કોમ્‍પ્‍લેક્ષ પહેલો માળ ફલેટ નં. ૧૦૩ હાલ કુવાડવા રોડ ડીમાર્ટની પાછળ સાગર કોમ્‍પલેક્ષમાં રહેતા ધાર્મીક અશોકભાઇ મોરાણીયા (ઉ.વ. ર૭) એ થોરાળા પોલીસ મથકમાં ભાવનગ રોડ રાજમોતી મીલ પાસે મયુરનગરમાં રહેતો નયન વિનોદભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. ધાર્મીકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે સાગર કોમ્‍પ્‍લેકક્ષમાં છેલ્લા દોઢેક મહિનાથી ભાડે રહે છે. તે પહેલા પરિવાર સાથે મયુરનગર શેરી નં. પ માં ભાડે રહેતા હતા અને તા. ૧૦/૧ર/ર૩ના રોજ પોતાને ફલેટ માતા નીરૂબેનના નામનો આજીડેમ ચોકડી પાસે શીવમ કોમ્‍પ્‍લેક્ષમાં ખરીદ કરી ફલેટ નં. ૧૦૩માં રહેતા હતા. અને પોતે છૂટક ચાંદીકામ ઘરે તથા બહાર કરવા માટે જાય છે પોતે મયુરનગરમાં રહેતો હતો ત્‍યારે મિત્ર નયન વિનોદભાઇ ચૌહાણ (રહે. મયુરનગર) સાથે મિત્રતા થઇ હતી. બંને વચ્‍ચે લેવડ દેવડના સારા વ્‍યવહાર હતા. બાદ બંને શીવમ કોમ્‍પલેક્ષમાં ફલેટ લીધો હોઇ અને તેના હપ્‍તા ભરવા માટે પોતાને રૂપિયા ઘટતા હોઇ અને રૂપિયાની જરૂરીયાત હોઇ જેથી જાન્‍યુઆરી મહિનામાં મયુરનગરમાં પોતાના જૂના મકાન પાસે રહેતો મીત્રને મળવા જતો હતો. ત્‍યાં મિત્ર નયન ચૌહાણ મળ્‍યા બાદ પોતે તેને કહેલ કે ‘મારે રૂા. ૭૦ હજાર રૂપિયાની જરૂર પડી છે.' તેવી વાત કરતા નયને પોતાને કહેલ કે, ‘હું રૂા. ૭૦ હજારની વ્‍યવસ્‍થા કરી આપું છું. પરંતુ તારે દર અઠવાડીયે રૂા. ૭૦૦૦ આપવા પડશે. તેમ કહેતા પોતાને રૂપિયાની જરૂરત હોઇ જેથી પોતે હા પાડતા બીજા દિવસે નયને પોતાને મયુરનગરની બાજુમાં શકિત ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન વિસ્‍તારમાં બોલાવી પોતાને રૂા. ૭૦ હજાર રોકડા આપ્‍યા હતા. ત્‍યારબાદ પોતે નયનને દર અઠવાડીયે રૂા. ૭૦૦૦ વ્‍યાજપેટે આપતો હતો અને પોતે આ નયનને સમયસર વ્‍યાજ આપી દેતો હતો. આમ પોતે તેને કટકે કટકે રૂા. ર૪૦૦૦ વ્‍યાજ પેટે આપ્‍યા હતા. બાદ પોતાની પાસે રૂપિયાની સગવડ થતા પોતાની મૂળ મુદ્દલ રૂા. ૭૦,૦૦૦ પણ આ નયન ચૌહાણને એપ્રિલ મહિનામાં આપી દીધા હતા. છતાં આ નયન અવારનવાર પોતાની પાસે આવીને કહેતો કે ‘તારે હજુ મને વ્‍યાજ પેટે રૂા. ૩પ૦૦૦ આપવા પડશે.' જેથી પોતે તેને કહેલ કે ‘મેં તારા લીધેલ મુળ મુદ્દલ અને તેનું વ્‍યાજ તને સમયસર આપી દીધું છે. છતાં મારે હજુ તને શેના રૂપિયા આપવાના છે.' તેમ છતાં આ નયન ચૌહાણે ઉશ્‍કેરાઇ જઇ પોતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે પોતાનું જી.જે.૩કેજે ૭૦ર૯ નંબરનું એકટીવા બળજરીથી પડાવી લઇ નાસી ગયો હતો. આ અંગે ધાર્મીકે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ. ટી. જાુંજાળાએ તપાસ હાથ ધરી છે.

(3:08 PM IST)