<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સાંજે જન્‍માષ્‍ટમીનો તાવોઃ સોમવારે ‘હો રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ'

છેલાજી રે.. મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો... ઇનામ વિતરણ-તાવા અને સોમવારના સાંસ્‍કૃતિક કાર્યક્રમનું વિહિપનું જાહેર નિમંત્રણઃ નામાંકિત કલાકારના કંઠે ગીતો સાથે લાઇવ પરફોર્મન્‍સ

રાજકોટ,તા. ૧૦: વિ.હિ.પ દ્વારા આયોજીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ દરમ્‍યાન અનેકવિધ કાર્યક્રમો પૈકી એક અદભુત કાર્યક્રમ સોમવારે યોજાવા જઈ રહયો છે. ૪ર-કલાકારોના કાફલા સાથે ગુજરાતી સદાબહાર ગીતોનો ગુલદસ્‍તો એવા કસુંબીનો રંગ કાર્યક્રમને સોમવારે માણવા માટે રાજકોટની જનતાને વિ.હિ.પ. દ્વારા આમંત્રણ પાઠવાયું છે. આજે  શનિવારે સાંજે ૭ કલાકે તાવા પ્રસાદનું આયોજન બી.એ.પી.એસ. મંદિર, કાલાવડ રોડ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં હાજરી આપવા પણ તમામ લોકોને અપીલ છે.

વિ.હિ.પ. દ્વારા દર વર્ષે જન્‍માષ્‍ટમી નિમિતે લોકોને પસંદ પડે તેવા કાર્યક્રમોનું આયોજન થતુ રહે છે. તે અંતર્ગત તા.૧૨ સોમવારે રાત્રે ૯ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે કસુંબીનો રંગ નામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૪ર-કલાકારોના કાફલા સાથે પ્રસ્‍તુત થતો આ દરેક ઉંમરના લોકોને પસંદ પડે તેવા સદાબહાર ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતો કસુંબીનો રંગ લોકોને માણવા મળશે. જીલ એન્‍ટરટેઈનમેન્‍ટ ના ઓરકેસ્‍ટ્રા શ્રી સાંઈ આર્ટ રાકેશ કડીયા ગ્રુપના લાઈવ પરફોર્મશ, સુનિલ પટેલના સાઉન્‍ડના સથવારે આર.ડી. ઈવેન્‍ટસના પરેશભાઈ પોપટના કોન્‍સેપ્‍ટ પર આધારીત આ કાર્યક્રમ શુભેચ્‍છકો રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તથા તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ) ના સહયોગથી યોજાવા જઈ રહેલ. કાર્યક્રમમાં નિધી ધોળકિયા, જયેશ દવે સહિતના નામાંકીત કલાકારો દ્વારા પોતાના કંઠના કામણ પાથરીને સદાબહાર ગુજરાતી ગીતો વિજળીને ચમકારે, મણીયારો તે હલુ હલુ, નગર મે જોગી આયા, શીવાજીનું હાલરડુ, તેરી લાડકી મે, મન મોર બની થનગાટ કરે, કોણ હલાવે લીંમડી, મારો સાવરીયો, છેલા જીરે, બેની રે વિગેરેની પ્રસ્‍તુતી દ્વારા શ્રોતાઓનું મન મોહી લેશે. ગીત-સંગીતની સાથે લાઈવ પાત્રો ગીતને અનુરૂપ પોતાનું પરફોર્મન્‍સ રજુ કરશે. દીપક જોષી, નીધિ ધોળકિયા, જયેશ દવે, તેજસ શીશાંગીયા, જીલ શીંશાગીયા વગેરે કલાકારો ભાગ લેશે.

 આવા જ માણવા લાયક કસુંબીનો રંગ નામક કાર્યક્રમની પ્રસ્‍તુતીના સાક્ષી બનવા રાજકોટની ધર્મપ્રેમી જનતાને શુભેચ્‍છકો રાજદિપસિંહ જાડેજા, તિર્થરાજસિંહ ગોહીલ, જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ-ર૦ર૪ ના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્જ વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, સમિતિના મઘ્‍યસ્‍થ કાર્યાલય મંત્રી દિલીપભાઈ દવે, સહમંત્રીઓ રાજુભાઈ ઉમરાણીયા તથા પંકજભાઈ તાવીયા, હર્ષભાઈ વ્‍યાસ વિગેરે દ્વારા જાહેર નિમંત્રણ  પાઠવેલ છે. આ કાર્યક્રમ માણવા માટે કોઈપણ ફી કે પાસનો ચાર્જ લેવામાં આવનાર નથી. તમામ લોકો માટે આ કાર્યક્રમ તા. ૧ર ને સોમવારના રોજ  હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૯ કલાકે  નિઃશુલ્‍ક ધોરણે યોજાવાનો છે. બેઠક વ્‍યવસ્‍થા વહેલા તે પહેલાના ધોરણે રહેશે. તેમ પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસ શેઠ જણાવે છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૭૨ ૨૧૧૨૪ ઉપર સંપર્ક સાધવો.

(2:40 PM IST)