News of Saturday, 10th August 2024
દેવળામાં શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર-પ્રતિષ્ઠા મહોત્સવ
‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ‘અકિલા' વેબ એડિશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે દેવળા ગોંડલ પંથકના અગ્રણી શ્રી પી. એલ. વઘાસીયા અને આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.૯: દેવળા ખાતે તા.૧૨ થી ૧૪ ઓગસ્ટ દરમ્યાન શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર એવમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ‘‘અકિલા'' વેબ એડિશનનાં એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સમક્ષ આપી હતી.
‘‘અકિલા'' કાર્યાલય ખાતે આયોજકોએ જણાવ્યું હતું કે, તા.૧૪ને બુધવારે સવારે ૧૧ વાગ્યે શ્રી શિવ મંદિર જીર્ણોધ્ધારનું મુહૂર્ત ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે થશે.
જયારે તા.૧૪ ને બુધવારે બપોરે ૧૧:૩૦ વાગ્યે શ્રી પી.એલ. વઘાસીયા લેઉવા પટેલ સમાજ દેવળાનું ખાતમુર્હૂત જેતપુર- જામકંડોરણાના ધારાસભ્ય તેમજ પુર્વ કેબિનેટ મંત્રી અને આરડીસી બેન્કના ચેરમેન જયેશભાઇ વિઠ્ઠલભાઇ રાદડીયાનો હસ્તે કરવામાં આવશે.
આ તકે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, પુર્વ સાસંદ રમેશભાઇ ધડુક, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ, જીલ્લા ભાજપ રાજકોટના અધ્યક્ષ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ગોરધનભાઇ ધામેલીયા, રાજુભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ખાટરીયા, મગનભાઇ ધોણીયા, હરદેવસિંહ જાડેજા, જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઇ), મનીષભાઇ ચનિયારા, અમૃતભાઇ મકવાણા, પ્રફુલભાઇ ટોળીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ સટોડીયા, રસિકભાઇ મારકણા, રાજુભાઇ હિરપરા, કિશોરભાઇ અંદીપરા, ઉપેન્દ્રભાઇ ચુડાસમા, નિતીનભાઇ ખાત્રા, સોહિલ રવજીભાઇ માંડણકા, ઘુસાભાઇ રામાણી, લલિતભાઇ ગોંડલીયા, જીતુભાઇ ભાલાળા, અરજણભાઇ પાનસુરીયા, મંજુલાબેન ગોંડલીયા, બિપીનભાઇ ગોંડલીયા, પી.જી. કયાડા, હીનાબેન ભરતભાઇ ઢોલરીયા, અશોકભાઇ પીપળીયા, પ્રવિણભાઇ રૈયાણી, કુરજીભાઇ ભાલાળા, કચરાભાઇ વૈષ્ણવ, કનકસિંહ જાડેજા, વિઠ્ઠલભાઇ ધડુક, પોપટભાઇ પટેલ, અશ્વિનભાઇ ઠુંમર, શૈલેષભાઇ ખાતરા, ધનસુખભાઇ નંદાણીયા, વિનુભાઇ વસોયા, લક્ષ્મણભાઇ પટેલ, જેન્તીભાઇ પડાળીયા, ચંદુભાઇ વઘાસીયા, ગોપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે.
ધર્મોત્સવ અંતર્ગત તા.૧૨ ને સોમવારે સવારે ૯ વાગ્યે હેમાદ્રી યોગ, ૯:૩૦ વાગ્યે નગરયાત્રા સવારે ૧૦ વાગ્યે મુર્તિ જલયાત્રા, મુર્તિ જલાધિવાસ કરવામાં આવશે. તા.૧૩ને મંગળવારે ગણપતિ પુજન એવમ સ્થાપિત દેવતા આહવાન, સાંજે પ વાગ્યે ધાન્યાધિવાસ, ૬ વાગ્યે મુર્તિન્યાસ, સાંજ ૭ વાગ્યે સંયાધીવાસની વિધી કરવામાં આવશે. તા.૧૪ને બુધવારે સવારે ૧૦ વાગ્યે સ્પન અભિષેક ૧૧ વાગ્યે પ્રતિષ્ઠા ધ્વજારોહણ, બપોર ૧૨ વાગ્યા મહાપ્રસાદ તથા બપોરે ૧:૩૦ વાગ્યે પુર્ણાહુતિ (બીડુહોમ) કરવામાં આવશે.શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર- દેવળા જીર્ણોધ્ધાર એવમ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાષાી નિર્મળભાઇ (જુના ચાવંડવાળા) વિધી વિધાનપુર્વક પુજનવિધી કરાવશે.
આ પ્રસંગે કલોલ (મુળ દેવળાના) સ્વ.સુદરજીભાઇ ઓંધિયા અને સ્વ.શાંતાબેન ઓંધિયા પરિવારના સ્વ.મનુભાઇ સુંદરજીભાઇ ઠક્કર (સાબરમતિ) સ્વ.નવનીતભાઇ સુંદરજીભાઇ ઠક્કર (મહેસાણા) (કલોલ), સ્વ.ધીરૂભાઇ સુંદરજીભાઇ ઠક્કર (મહેસાણા), શ્રી અરવિંદભાઇ સુંદરજીભાઇ ઠક્કર અને શ્રી મહેશભાઇ સુંદરજીભાઇ ઠક્કર પરિવારના સભ્યો ખાસ હાજરી આપશે.
(3:38 PM IST)










