<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

તિરંગા યાત્રાની સાથે કોઇએ માણી ગરબાની મોજ તો કોઇએ હિંચકા લપસીયાનો આનંદ લુંટયો

રાજકોટ : જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલીકા અને ભાજપના સંયુકત ઉપક્રમે સ્‍વાતંત્ર્ય પર્વના ઉપલક્ષ્યમાં આજે તિરંગા યાત્રા યોજવામાં આવતા વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્‍યામાં સામેલ થયા હતા. રેલી દરમિયાન ‘ભારત માતાકી જય' ‘વંદે માતરમ'ના નારા લગાવી રાષ્‍ટ્રભક્‍તિ અદા કરી હતી. આ દરમિયાન હળવાશની પળોમાં વિદ્યાર્થીનીઓએ માર્ગો પર જ ગરબાની મોજ માણી હતી. તો વળી કોઇએ બગીચામાં લપસીયા અને હીંચકાનો આનંદ લુંટયો હતો. ટુંકમાં તિરંગા યાત્રાની સાથે વિદ્યાર્થીઓએ ફુલ્લી મોજ કરી હતી.

(3:47 PM IST)