News of Saturday, 10th August 2024
રાજકોટ લોકમેળાઃ સોમવારે વધુ એક વખત હરરાજી યોજાશેઃ ખાનગી મેળાના રાઇડ સંચાલકોને ગોતતુ તંત્ર
તંત્ર કહે છે.. ખાનગી મેળાના સંચાલકો સામેથી આવ્યાઃ અમૂક અધિકારીઓ કહે છે અમે તો ગોતીએ છીએ ખાનગી મેળાના અમૂક રાઇડ સંચાલકો બેફામ ભાવો લેવા ટેવાયેલા છેઃ લોકોમાં ભારે દેકારો સોમવારે યાંત્રિક રાઇડો-આઇસ્ક્રીમ ચોકઠા-ખાણીપીણી- બી કોર્નર સહિત ૬૦ સ્ટોલની હરરાજી થશે

રાજકોટ તા.૧૦ રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની આખરી હરરાજી તા. ૧૨ મી ઓગસ્ટ ને સોમવારના રોજ બપોરે ૪ કલાકે યોજાશે.
જેમાં ૧. એ- ખાણીપીણી, ૨. બી-૧ કોર્નર ખાણી-પીણી, ૩. કેટેગરી એક્સ - આઈસક્રીમ, ૪. કેટગરી-ઝેડ (ઝેડ ટી કોર્નર), ૫. કેટેગરી-ઈ (ઈ યાંત્રિક), ૬. કેટેગરી-એફ (એફ યાંત્રિક), ૭. કેટેગરી-જી (જી - યાંત્રિક), ૮. કેટેગરી-એચ (એચ યાંત્રિક)ના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી ખાતે બપોરે ૪ કલાકથી હરરાજી પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બીજી બાજુ તંત્ર દ્વારા ખાનગી મેળામાં રાઇડ રાખતા સંચાલકોને ગોતી રહ્યુ છે તંત્રનો દાવો છે કે ખાનગી મેળાના રાઇડ સંચાલકોએ તમામ નિયમો પાળવા તૈયારી બતાવી છે, પરંતુ અંદરના સુત્રો એવું કહી રહ્યા છે આજે બપોર સુધીમાં કોઇ આગળ આવ્યુ નથી, એટલુ જ નહીં ખાનગી મેળાના અમૂક રાઇડ સંચાલકો કલેકટર તંત્રના મેળામાં જો રાઇડ મુકશે તો વધુ ભાવો નહિ લ્યે તેની કોઇ બાંહેધરી નથી. આ બાબતે ભારે દેકારો મચી ગયો છે.
(3:59 PM IST)










