News of Monday, 12th August 2024
વોર્ડ નં. ૧૭ ના લોક દરબારમાં સૌથી વધુ બાંધકામ વિભાગની ફરિયાદો કુલ ૪૦ પ્રશ્નો રજૂ કોઠારીયા ચોકડીએ ડીમોલેશન કરોઃ પાણીના ધાંધીયા
કાલે મેયરના લોક દરબારનું વોર્ડ નં. ૧૮ માં આયોજન બાદ સમાપન

રાજકોટ તા. ૧ર :વોર્ડ નં. ૧૭માં ‘મેયરશ્રી તમારા દ્વારે' (લોક દરબાર) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરીકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના કુલ ૪૦ પ્રશ્નો રજૂઆતો રજુ કરવામાં આવ્યા હતાં.
આવતીકાલે તા. ૧૩ ને મંગળવારે સવારે ૯ થી ૧૧ દરમ્યાન વોર્ડ નં. ૧૮ માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં. ૧૮-બ, ૪ ખોડલધામ સોસાયટી, સ્વાતિ પાર્ક ૮૦ ફુટ રોડ, ખાતે મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.
આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.૧૭ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૪૦ રજુઆતો/પ્ર‘ો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્ર‘ોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.લોક દરબારમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ રજૂ થયા હતાં.
વોર્ડ નં.૧૭માં યોજાયેલ ૅમેયર તમારા દ્વારે.. લોક દરબારમાં વોર્ડ નં.૧૭ના નાગરિકો દ્વારા સહકારનગર મેઈન રોડ પર સાઈન બોર્ડ લગાવવા બાબત, કોઠારીયાથી લોઠડા જી.આઈ.ડી.સી. સુધી સીટી બસનો રૂટ લંબાવવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે ડીમોલિશન કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે આવેલ પૂલનું સમારકામ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર તથા સિંદૂરીયા ખાણ પાસે નિયમિત સફાઈ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર નિયમિત ફોગિંગ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર આવેલ ખાલી પ્લોટમાં ગાર્ડન બનાવવા બાબત, ન્યુ મેઘાણી શેરી નં.૬માં સફાઈ નિયમિત કરવા બાબત, હસનવાડીમાં સોમવાર અને ગુરુવારે ભરાતી બજારના લીધે ટ્રાફિક અને ગંદકીનું સામનો કરવો પડે છે, સહકારનગર-૩માં વળક્ષ કાપેલી ડાળીઓ ભરી જવા, અનિયમિત પાણી આવે છે, પાણીનો ફોર્સ ઓછો આવે છે, હરિધવા રોડ પર આવેલ વિસ્તારમાં સફાઈ કામદારની સંખ્યા વધારવા બાબત, વાલકેશ્વર શેરી નં.૮માં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ૭૦ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, ,વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર વિનુભાઈ ઘવા, કીર્તિબા રાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, મેનેજર કૌશિક ઉનાવા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જીનીયર અતુલ રાવલ, રોશની શાખાના સીટી એન્જીનીયર બી.ડી.જીવાણી, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડૉ. લલિત વાજા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી ડૉ. હાર્દિક મેતા, વોર્ડ એન્જીનીયર મહેશ રાઠોડ, વોર્ડ ઓફિસર રાજેશ ચત્રભુજ, વોર્ડ પ્રભારી જેન્તીબેન નોંધણવદરા, વોર્ડ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી અજયભાઈ જાદવ, રાજુભાઇ નોંધણવદરા, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા વોર્ડ નં.૧૭ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. (પ-૧૭)
શાખા/વિભાગનું નામ સંખ્યા શાખા/વિભાગનું નામ સંખ્યા ૧. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ૫ ૨. બાંધકામ ૮
૩. ટી.પી. ૪ ૪. આરોગ્ય ૧
૫. દબાણ હટાવ ૧ ૬. ગાર્ડન ૩
૭. ફાયર શાખા ૧ ૮. વોટર વર્કસ ૪
૯. વેરા વસુલાત ૩ ૧૦. મેલેરિયા ૧
૧૧. અન્ય વિભાગ ૧ ૧૨. માર્કેટ શાખા ૧
૧૩. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ૩ ૧૪. ડ્રેનેજ ૨
૧૫. ચુંટણી વિભાગ ૧ ૧૬. રોશની ૧
કુલ-૪૦
(3:12 PM IST)










