<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કોંગ્રેસના શાસનમાં બનેલી ઘટનાઓમા કોંગ્રેસ ન્યાય નથી અપાવી શકી તો અત્યારે શું ન્યાય અપાવશે?: ભરત બોઘરા

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા કહ્યું -કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે,

રાજકોટમાં કોંગ્રેસની ન્યાયયાત્રા પર ભાજપે ફરી સાધ્યું નિશાન સાધ્યુ છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા કોંગ્રેસ સામે આક્ષેપ કર્યા કે કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે, કોંગ્રેસે રાખેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટના 5 લોકો પણ હાજર નહોતા. ભાડુતી લોકોને લાવીને કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે

  ભાજપના નેતા ભરત બોઘરાએ સવાલ કર્યો કે કોંગ્રેસના શાસનમાં બનેલી ઘટનામાં કોંગ્રેસ ન્યાય નથી અપાવી શકી તો અત્યારે શું ન્યાય અપાવશે? બોઘરાએ આશ્વાસન આપ્યુ કે ભાજપ પીડિતોની સાથે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ દ્વારા ગુજરાતનો વિકાસ રૂંધવાના પ્રયત્નો કરી રહ્યુ છે.

(7:22 PM IST)