News of Tuesday, 13th August 2024
વોર્ડ નં. ૧૧ માં મચ્છર ઉત્પતિ કરતી બે બાંધકામ સાઇટ સીલઃ ૧૮૧ લોકોને નોટીસો
૬૯ સ્થળોએથી ૬ હજારની વસૂલાત મનપાની આરોગ્ય શાખા દ્વારા સઘન ઝૂંબેશ

રાજકોટ તા. ૧૩ : ડેન્ગ્યુ રોગચાળા અટકાયતિ માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઇ છે જેમાં તા.૧૨ ના રોજ વોર્ડ નં. ૧૧ જીવરાજ પાર્ક માં ર બાંઘકામ સાઇટને સીલ કરવામાં આવી હતી.
ઓગસ્ટ માસ દરમ્યાન હોટલ, બાંઘકામસાઇટ સહિત ૧૮૧ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા ૬૯ આસામી પાસેથી રૂા.૮૬,૭૦૦/- નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે.મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવોકરે છે. વરસાદની સિઝનમાં આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ બાદ ૧૪ થી ર૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ સ્વયંજાગળત રહીપોતાના ઘર / એકમોમાં પાણી ભરાતાસ્થળોનીસફાઇ કરવી જોઇએ.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો (મચ્છરનાપોરા) જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદાર આસામી સીધી રીતે જવાબદારગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.તેમ ઉમેરાયું છે.
આ કામગીરી સબબ તા.૧૨/૦૮/૨૦૨૪ના રોજ બાંધકામ સહિતની પ્રિમાઇસી સોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ.આ કામગીરી હેઠળવોર્ડ નં. ૧૧ માં જીવરાજ પાર્ક મુખ્ય માર્ગ - ૪, આસોપાલવ લક્ષુરીયાની સામેના વિસ્તારમાં આર. જે. રેસીડેન્સી પ્લોટખાતે (૧) જયેશભાઇભરતભાઇસોરઠીયા અને (ર) અશ્વિનભાઇવરમોરા ની ચાલુ બાંઘકામસાઇટમાં મચ્છરના પોરા મળી આવતાનોટીસ આ૫વામાં આવેલ. તેમ છતા બીજી મુલાકાત દરમ્યાન મચ્છરનાપોરા મળી આવતા બાંઘકામસાઇટને સીલ કરવામાં આવેલ છે.
બાંઘકામસાઇટમાં મચ્છરનાપોરા થતા અટકાવવા આટલું જરૂર કરો
- ફ્લોર, છજજામાજમા રહેતા પાણીનો તાત્કાલીકનીકાલ કરવો અથવા ઓઇલ નાખવું.
- લાદી પકવવા વગેરે માટેની ટાંકીમાં ભરેલ પાણીને દર ત્રીજા દિવસે સાફ કરી નવુ પાણી ભરવું.
- લીફ્ટનાખાડામાં વગેરેમાં જમા પાણીમાં બળેલઓઇલનો છંટકાવ કરવો જેથી પાણી ૫રઓઇલનું૫ડ બને.
- મજૂરોનામાટે રાખેલ પીવાના પાણીસહિતના અન્યપાત્રોને હવાચુસ્ત ઢાંકણથીઢાંકીને રાખવા.
- અંડરગ્રાઉન્ડટાંકાને હવાચુસ્ત ઢાંકણથીઢાંકીને રાખવા.
- બાંઘકામસાઇટ૫રખુલ્લામાં પડેલ સામાનમાં વરસાદી પાણી જમા થાય છે તેને વરસાદી પાણી જમા ન થાય તેવા સ્થળોએ રાખવા.
- સેલરમાં જમા પાણીમાં બળેલ ઓઇલ નાખવું.
- બાંઘકામસાઇટ૫ર રહેતા મજુરોનેમચ્છરદાનીમાંસુવડાવવા.
- મજૂર કોલોનીમાં ૫ણમજુરોઘ્વારા રાખવામાં આવતા વાસણ, ડોલ, કેરબા, અન્ય ઉ૫યોગી- બીન ઉ૫યોગીપાત્રોમાં વરસાદી પાણી જમા થઇ તેમાં મચ્છરનાપોરા ન થાય તેની તકેદારી રાખવી.
ડિસ્પોઝેબલક૫, ડીશ, ડબ્બા, ડબ્બી વગેરે જેમાં વરસાદી પાણી જમા થઇ શકે છે તેનો યોગ્ય સ્થળે નિકાલ કરાવવો.
ઓઇલનો છંટકાવ કરવા માટે પં૫નોઉ૫યોગ કરવો. જમા પાણી ઉ૫રઓઇલનુંલેયરબનવુ જોઇએ. પહોચી શકાય તેમ ન હોય તેવા પાણી ભરેલ સ્થળોએ (લીફટના ખાડા વગેરે) ક૫ડા વગેરેને ઓઇલમાંબોળીઓઇલના બોલ બનાવીને નાખવા.
(3:22 PM IST)










