<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

મોટામવા સ્‍મશાન પાસે જૂના બ્રિજનું ૮૩ લાખના ખર્ચે રિનોવેશન

વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટરનો પ્રયત્‍ન સફળઃ કામ મંજૂર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં રૂ.૮૨.૭૧ લાખના ખર્ચે મોટા મવા સ્‍મશાન પાસેના અંદાજે ૫ર.૫૦ રનીંગ મીટર લંબાઇનાં જુના બ્રીજને ગનાઇટીંગ, જેકેટીંગ જેવી વિવિધ સ્‍ટ્રેન્‍ધનીંગ કરવાનુ કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી આશરે ૧૦,૦૦૦ લોકોને ફાયદો થશે.

ઉક્‍ત કામો મંજુર કરવા બદલ શાસક પક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ.

(3:18 PM IST)