News of Tuesday, 13th August 2024
સેરેનીટી ગાર્ડન તથા ફલેટ વિસ્તારને પ્રદૂષણ મૂકત કરવા સીટી પ્રાંત-ર અને પોલ્યુશન બોર્ડને રજૂઆત
અગાઉ પ્રદૂષણ બોર્ડ અધિકારીએ મામલતદારને પત્ર પાઠવી કંપનીની પ્લાન્ટ મશીનરી સીલ કરવા અંગે જણાવેલ

રાજકોટ તા. ૧૩: ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ-રાજકોટને મુંજકામાં આવેલ સેરેનીટી ગાર્ડન ત્થા અન્ય ફલેટ વિસ્તારને વહેલાસર પોલ્યુશન મુકત કરવા ફલેટ હોલ્ડર્સના પ્રતિનિધિ મંડળે રજુઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્ષ ટોકીઝની પાછળ-પેરેડાઇઝ હોલની સામે જયશ્રી કૃષ્ણ કોન્ક્રીટ પ્રા. લી. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ મશીનરીમાં સીમેન્ટ મીકસીંગ પ્લાન્ટ મોટે પાયે આવેલ છે. જેમાં સીમેન્ટ મીકસીંગના પ્લાન્ટમાંથી સતત સીમેન્ટની રજ મોટે પાયે ઉડીને આ મુંજકા વિસ્તારને પ્રદુષીત કરે છે. એકદમ નજીકમાં ર૩૦ ફલેટની મોટી નામાંકિત સેરેનીટી ગાર્ડન ફલેટ હોલ્ડરના ફલેટ આવેલ હોય ત્યાં ખુબ જ સીમેન્ટ રજ લઇને પ્રદુષણનો ખુબ જ સામનો કરવો પડી રહ્યો હોય તો યુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને લેખિત અરજી કરીફ શ્રી બી. એમ. કવાણાને રજુઆત કરેલ કે વહેલાસર પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સફર થઇ જાય તેમ ભાર પૂર્વક રજૂઆત કરેલ અમારી વાત શાંતિપૂર્વક સાંભળેલ જેના પ્રત્યુતરમાં શ્રી મકવાણા જણાવેલ કે તા. ૩૦-૦૩-ર૦ર૪ના રોજ ૧પ દિવસમાં પ્લાન્ટ બંધ કરી દેવો અને ગુજરાત વિદ્યુત બોર્ડને જાણ કરીને વિદ્યુત પુરવઠો બંધ કરવો તે પ્રકારે આદેશ થઇ ગયેલ જેના ભાગ રૂપે હાલ વિદ્યુત પુરવઠો બંધ કરવાનો કલોજર હુકમ આપેલ છે. જી.ઇ.બી. વાળા પાવર ડીસકનેકશન કરી ગયા તો પણ એ જનરેટર સેટ સાથે પોતાનો સીમેન્ટ પ્લાન્ટ ચાલુ રાખ્યો છે. જે જરા પણ યોગ્ય નથી, ગુજરાત પોલ્યુશન બોર્ડની ઓફીસમાંથી જાણવા મલ્યું કે આમા મામલતદારને મળી વહેલાસર તમારા પ્રશ્નનો નિરાકરણ આવશે. તેથી અમારૂ સેરેનીટી ગાર્ડન ફલેટ હોલ્ડર એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ મામલતદાર ઓફીસે મળવા ગયેલ ત્યાં આસીસ્ટન્ટ કલેકટર શ્રી નિશાબેન ચૌધરી, (આઇ.એ.એસ.)ને રજુઆત કરેલ તેને રજુઆતને ધ્યાનપૂર્વક સાંભળીને વહેલાસર ઘટતુ કરી આપવા ખાત્રી આપેલ, અમારા મુંજકા વિસ્તારના દરેક ફલેટ હોલ્ડરની એક જ લાગણીને માંગણી કે આ સીમેન્ટ પ્લાન્ટ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી અને રેસીડેન્ટ વિસ્તારને પોલ્યુશન મુકત બને.
દરમિયાન ૧ ઓગષ્ટે પ્રદુષણ બોર્ડની રાજકોટ કચેરીએ તાલુકા મામલતદારને પત્ર પાઠવી મે. જયશ્રી કૃષ્ણ કોન્ક્રીટ પ્રા. લી. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ મશીનરી સીલ કરવા સંદર્ભે તા. ૬ ઓગષ્ટના રોજ બપોરે ૩ વાગ્યે જવાનું હોય કામગીરી કરવાની હોય, મામલતદારના પ્રતિનિધિને મોકલવા સુચન કર્યું હતું.
(3:21 PM IST)










