<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રાજકોટમાં ૪૦% ‘ટીપરવાન' (કચરાગાડી) ભંગાર હાલતમાં દોડે છે !!

ટીપરવાન બોડી ડેમેજ, હેડલાઇટ તૂટેલી, નથી ડ્રાયવર સાઇડ દરવાજાને લોક નથી કાચ નથી મીરરના ઠેકાણા નથી, આગળ-પાછળ બમ્‍ફર કે નથી નંબર પ્‍લેટોના ઠેકાણા : ખખડધજ ટીપરવાન સાથે અકસ્‍માતે કોઇનુ મુત્‍યુ થશે તો જવાબદાર કોણ? : ટીપરવાનમાં ગેરકાયદે કચરાના કોથળા ટીંગાડવાનું હજુ ચાલુ જ છે : ટીપરવાન ઉપર ગેરકાયદે એંગલ લગાવી તેમાં પણ કોથળા મુકી ઓવરલોડ કચરો ભરાય છે : કોન્‍ટ્રાકટ અપાયા બાદ ટીપરવાન સારી કન્‍ડીશનમાં છે કે કેમ તે તંત્રએ જોવું જોઇએ

સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ઘેર-ઘેરથી કચરો લેવા માટેની ટીપરવાન ભંગાર ખખડધજ હાલત જોવા મળે છે. તેની તસ્‍વીરી ઝલક.

રાજકોટ, તા., ૧૩: સ્‍વચ્‍છ ભારત અભિયાન સમગ્ર દેશમાં વડાપ્રધાનના સ્‍વપ્‍નને સાકાર કરવા માટેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આયોજનના  હેઠળ દેશ લેવલે સ્‍વચ્‍છતા સર્વેક્ષણ હાથ ધરી દરેક રાજયને સફાઇમાં શ્રેષ્‍ઠ કામગીરી બદલ રેન્‍ક આપવામાં આવેલ છે. તેમજ જે તે મ્‍યુ. કોર્પોરેશનના અધિકારીને કેન્‍દ્ર દ્વારા મોમેન્‍ટો આપી પુરસ્‍કૃત કરવામાં આવે છે.

સ્‍વચ્‍છતા અભિયાન યોજના હેઠળ ટીપરવાન દ્વારા ઘેર ઘેર કચરો ઉપાડવાની યોજના અમલમાં છે. રાજકોટના તમામ વોર્ડમાં ટીપર વાન દ્વારા ઘેર ઘેરથી કચરો લઇ જવામાં આવે છે. આ યોજના સફળતાપુર્વક ચાલી રહી છે. ઘેરઘેરથી કચરો ઉપાડવા માટે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા કોન્‍ટ્રાકટ અપાયો છે અને આના માટે નવી ટીપર વાન (કચરા ગાડી)ઓ ખરીદવામાં આવી છે અને ઘેર ઘેરથી કચરો ઉપાડવાની કામગીરી વ્‍યવસ્‍થીત ચાલી રહી છે.

આ યોજનાની  ઉડીને આંખે વગળે અથવા સોનાની  થાળીમાં લોઢાની મેખ જેવો તાલ હાલ ટીપર વાનમાં જોવા મળે છે. રાજકોટના તમામ વોર્ડની ટીપરવાનની સંખ્‍યામાં જોઇએ તો લગભગ ૪૦ ટકા ટીપરવાને અનેક વખત નાના મોટા અકસ્‍માત સર્જયા છે. મોટા ભાગની ટીપરવાન આગળથી બોડી ડેમેજ છે. હવે બોડી એટલી બધી ડેમેજ થઇ ગઇ છેકે આગળના બમ્‍ફર પણ તુટી ગયા છે. હેડલાઇટો પણ તુટી ગયેલ જોવા મળે છે.

આ ઉપરાંત મોટા ભાગનાી ટીપરવાનના ડ્રાઇવર સાઇડના દરવાજાને લોક નથી. કાચ નથી, કાચ ઉપર વરસાદી પાણીસાફ કરવા માટે વાઇપર નથી. અથવા છે તો કામ કરતા નથી. બંને સાઇડ મીરર (અરીસો) નથી આગળ પાછળ બમ્‍ફર નથી નંબર પ્‍લેટોના ઠેકાણા નથી આવી કંડમ હાલત છે રાજકોટમાં દોડતી ટીપરવાનોની.

આના માટે જવાબદાર કોણ ?

નવેનવી ટીપરવાન ખરીદીને કોન્‍ટ્રાકટરના હવાલે કરી તો દીધી પણ સમય જતા અકસ્‍માત થાય અન્‍ય જરૂરી સ્‍પેરપાર્ટ તૂટી જાય તો તેને બદલવાની જવાબદારી કોની ઘણા ટીપરવાન તો એટલી હદે ડેમેજ થઇ ગયેલ છે કે કોઇને તે ટીપવરાન જોવા પણ ગમે નહિ. ટીપરવાનોની આવી બદતર હાલત માટે કોન્‍ટ્રાકરટને જવાબદાર ઠેરવવા કે મહાનગર પાલિકાના ટ્રાન્‍સપોર્ટેશન (ટેકનીકલ વર્કશોપ) વિભાગના મીકેનીકલ કે તેના જવાબદાર અધિકારીને સમયસર ટીપરવાનનું મીકેનીકલ ચેકીંગ થવું જોઇએ નિયમીત ઓઇલ પાણીચેક થવા જોઇએ. અમુક ટિપવરાનને માત્ર ૩ થી ૪ વર્ષ થયા છે.  ત્‍યાં જ અનેકવાર અકસ્‍માત સર્જવાને કારણે ખખડધજ હાલત થઇ જવા પામી છે.

નિયમ ભંગ ચાલુ જ છે....

અગાઉ ટીપવરાન પાછળ કોથળા લટકાવવાના ફોટા વર્તમાન પત્રોએ પ્રસિધ્‍ધ કરેલ ત્‍યારે કોર્પોરેશનના જવાબદાર અધિકારીએ નામ રાખવા દંડ કરેલ પરંતુ હજુ કચરાના કોથળા પાછળ લટકાવવાનું ચાલુ જ પ્‍લાસ્‍ટીકના પાછળ લટકતા કોથળા વજનને કારણ તૂટીને રસ્‍તા પર પડે અને પાછળના વાહનને અકસ્‍માત થાય તો જવાબદારી કોની ગણાવી આકસ્‍મીક મૃત્‍યુના કેસમાં વળતર કોણ ચુકવશે. સમયસર તમામ ગાડીનો વિમો ભરેલ છે કે કેમ તેની તમામ ફ્રીટનેશસ સર્ટીફીકેટ મેળવવાની જવાબદારી કોર્પોરેશનને નિભાવવી જોઇએ. નહિ તો ગમે ત્‍યારે અકસ્‍માતમાં મસમોટી વળતરની રકમ ચુકવવાનો ખર્ચ કોર્પોરેશને જ ભોગવવો પડશે.

ટીપરવાનના કર્મચારીઓની

મેડીકલ તપાસ પણ થવી જોઇએ

મ્‍યુ. કોર્પોરેશન આરોગ્‍ય અધિકારી તેમજ મ્‍યુનિ. કમિશનર માનવીય અભિગમ અપનાવી સવારથી પ થી ૭ કલાક સુધી ઘેર - ઘેરથી કચરો લઇ ટીપરવાનમાં એકઠો કરી તેમજ કચરો જુદો પાડવાનું કામ કરતા કર્મચારીઓનું સમયાંતરે ૪ થી ૬ મહિને મેડીકલ ચેકઅપ પણ કરાવવું જોઇએ. કારણ કે ટીપરવાનમાં અનેક પ્રકારનો કચરો ભેગો થયા પછી સખ્‍ત દુર્ગંધ આવતી હોય છે આવી દુર્ગંધ શ્વાસમાં જાય અને ટીપરવાનના કર્મચારી બીમાર ન પડે તે પણ મ્‍યુ. કોર્પોરેશનના જવાબદાર અધિકારીએ જોવું જોઇએ. આટલી હદે ખખડધજ ટીપરવાનો કેમ દોડે છ.ે તેની મ્‍યુનિસીપલ કમિશનરે તપાસ કરાવી તાકીદે જરૂરી રીપેરીંગના આદેશ આપવો જોઇએ જરૂર પડે તો વર્કશોપમાં ટીપરવાનની રીપેરીંગની કાર્યવાહીની પણ જાત તપાસ કરવી જોઇએ. તેવી લોક લાગણી પ્રવર્તિ રહી છે.

કેન્‍દ્રીય ટીમ સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં નિરીક્ષણ માટે આવે તો કદાચ

ખખ્‍ખડધજ ‘ટીપરવાન'ને કારણે રાજકોટ સ્‍વચ્‍છતા માર્કીગમાં પણ પાછળ  ધકેલાઇ જશે : તંત્ર વિચારે

રાજકોટ, તા. ૧૩ : કેન્‍દ્ર સરકાર દ્વારા સ્‍વચ્‍છ ભારત અભિયાન હેઠળ સ્‍વચ્‍છતા સર્વેક્ષણ યોજના બનાવી દેશભરમાં સ્‍વચ્‍છતા સફાઇ જાળવવા માટે શ્રેષ્‍ઠ કામગીરીમાટે રાજય લેવલે જિલ્લા કક્ષાએ રાજય તેમજ મહાનગર પાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓને  કેન્‍દ્ર સરકાર દ્વારા સમ્‍યાંતરે એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવે છે.

સ્‍વચ્‍છતા જાળવવામાં સૌથી શ્રેષ્‍ઠ કામગીરી કરનારા રાજય -શહેરોને માર્ક આપીને તેમને રેન્‍ક પણ આપવામાં આવે છે. જેમાં એકાદવાર રાજકોટ શહેરને પણ શ્રેષ્‍ઠ કામગીરી બદલ સારા માર્ક મળેલ હતા.

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી સ્‍વચ્‍છતા બાબતે ઉદાસીનતા જોવા મળે છે કચરામાં ન્‍યુસન્‍સ પોઇન્‍ટ વધી ગયા છે તેમજ ઘેર-ઘેર કચરો એકઠો કરવાની શ્રેષ્‍ઠ યોજના માટે જે મહત્‍વનો ભાગ ભજવે છે. તે કચરા ગાડી ‘‘ટીપરવાન''ની હાલત ખુબ જ ખરાબ થયેલી જોવા મળે છે આવી ટીપરવાનોની તાત્‍કાલીક યોગ્‍ય મરામત કરાવી જરૂરી છે.

(3:23 PM IST)