<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી હિતેષ ચાવડાના પરિવારજન હિરાભાઇનું દુઃખદ નિધનઃ રૂપાલાજીએ સાંત્‍વના આપી

રાજકોટ : ઉમરાળી ગામે રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી હિતેશભાઇ ચાવડાના પરિવારજન સ્‍વ. હીરાભાઇ હદાભાઇ ચાવડાનું દુઃખદ અવસાન થતાં સાંસદ શ્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ દિવ્‍ય આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમજ પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી. ચાવડા પરિવારના વડીલ હિરાભાઇનું ગત તા. ૧૧ ના રોજ દુઃખદ નિધન થયેલ. તેમનું કારજ તથા વેવાર તા. ૧૮ ના રવિવારે ઉમરાળી મુકામે રાખેલ છે.સાંસદ શ્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ ચાવડા પરિવારના હિતેષભાઇ, રામભાઇ, પ્રભાતભાઇ, ભગવાનભાઇ, સુભાષભાઇ, મનુભાઇ, ધીરૂભાઇ, ભરતભાઇ, સુનિલભાઇને સાંત્‍વના આપી હતી.

(4:04 PM IST)