News of Tuesday, 13th August 2024
ચેકરિટર્નના કેસમાં આરોપીને ૬ માસની સજા અને વળતરની રકમ ચુકવવા હુકમ

રાજકોટ,તા. ૧૩: અત્રે આરોપી દિગપાલ જાનીએ મોબાઈલ શો-રૂમના માલિકને આપેલ ચેક પરત ફરતા ચેક રીટર્ન કેસમાં આરોપી દિગપાલ જાનીને અદાલતે ૬ માસની સજા ફરમાવી હતી.
રાજકોટમાં આવેલ મોબાઈલ શો-રૂમ સ્ટોપ એન્ડ શોપ ટેલીકોમના માલિ ક હર્ષિત શિંગાળાએ તેના મિત્ર દિગપાલ જે. જાનીને સંબંધનાં દાવે હાથ ઉછીના રોકડા આપેલા અને તે બદલ દિગપાલ જે. જાનીએ હર્ષિત શિંગાળાને ચેક આપેલ હતો.
આ ચેક આપેલ તે ચેક હર્ષિત શિંગાળાએ તેની બેન્કમાં વટાવવા નાખતા તે ચેક ફંડ્સ ઇન્સફીસ્યન્ટનાં શેરા સાથે પરત ફરેલ. આ ચેક પરત ફરતા હર્ષિત શિંગાળાએ દિગપાલ જે. જાનીને જણાવેલ કે તમોએ મને આપેલ ચેક ફંડ્સ ઇન્સફીસ્યન્ટનાં શેરા સાથે પરત ફરેલ છે તો તમો મને રોકડ રૂપિયા ચૂકવી આપો. તેથી આરોપી દિગપાલ જાનીએ હર્ષિત શિંગાળાને રકમ પરત ચૂકવવાનો ઇનકાર કરી દીધેલ હતો.
આથી હર્ષિત શિંગાળાએ તેમના એડવોકેટ વિષ્ણુ બુધ્ધદેવ મારફત ચેક રીટર્નની નોટીસ આપેલ અને નોટીસ પીરીયડ પૂરો થઇ ગયા બાદ પણ દિગપાલ જાનીએ લેણી રકમ પરત ન ચુકવતા હર્ષિત શિંગાળાએ રાજકોટ કોર્ટમાં દિ ગપાલ જાની વિરુદ્ધ નેગો. ઈન્સ્ટ્રુ . એક્ટ કલમ ૧૩૮ હેઠળ કેસ દાખલ કરેલ. આ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષની હકીકતો અને તેના એડવોકેટએ રજુ રાખેલ તમામ દસ્તાવેજી પુરાવાઓ, રજુઆતો, દલીલ અને તેના સમર્થનમાં રજુ રાખેલ સુપ્રીમ કોર્ટ અને વિ વિ ધ હાઈકોર્ટના જજમેન્ટ નામ. કોર્ટે ધ્યાને લઈને આરોપી દિ ગપાલ જાનીને ૬ માસની સજા અને ચેકની રકમ ફરિ યાદીને ૧ માસમાં ચુકવવાનો હુકમ કરેલ. તેમજ આરોપી ચેકની રકમ ફરિ યાદીને ૧ માસમાં ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ૬ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.
ઉપરોક્ત કામમાં ફરિ યાદી હર્ષિ ત શિંગાળા તરફે એડવોકેટ રાજકોટના બુધ્ધદેવ એસોસીએટ્સના એડવોકેટ વિષ્ણુ નરેન્દ્ર બુધ્ધદેવ, ડોલી એન. બુધ્ધદેવ રોકાયેલ હતા અને તેમની મદદમાં શ્રેયા વિષ્ણુ બુધ્ધદેવ રોકાયેલ હતા.
(4:33 PM IST)










