News of Wednesday, 14th August 2024
કાલે સ્વાતંત્ર્ય પર્વ :આન-બાન-શાનભેર ત્રિરંગાને અપાશે સલામી
શાળા કોલેજોમાં ધ્વજ વંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો : વિવિધ સંસ્થાઓમાં પણ રાષ્ટ્રીય પર્વ ઉજવવા અનેરો થનગનાટ

રાજકોટ તા. ૧૪ : કાલે દેશના ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરાશે. તિરંગાને સલામી આપવા રાજકોટ પણ સજજ થયુ છે. શાળા કોલેજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધ્વજવંદનના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
મિરામ્બીકા કન્યા વિદ્યાલય
મિરામ્બીકા કન્યા વિદ્યાલય ખાતે કાલે તા. ૧૫ ના ગુરૂવારે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સવારે ૮.૩૦ કલાકે પ્રિન્સીપાલ મયુરધ્વજસિંહ બી. જાડેજા તેમજ હર્ષાબા જાડેજાના હસ્તે ધ્વજારોહણ કરાશે. વિદ્યાર્થીઓ-વાલીઓએ ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.
યુનાઇટેડ કેર હોસ્પિટલ
કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ ખાતે ૭૮ માં સ્વાતંત્રા દિવસ નિમિતે આજે પૂર્વ દિવસે બુધવારે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે. કેમ્પમાં ૨૦૦ યુનિટથી વધુ રકતદાન થાય તેવી તૈયારીઓ કરાઇ હોવાનું રોટરી કલબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ નીખીલભાઇ ઉચાટ, સેક્રેટરી પંકીલભાઇ પઢારીયા, ઉમા ડાયનેમિક કલબના પ્રેસીડેન્ટ પંકજભાઇ કલાવાડીયા, છાત્રાલય યુવક મંડળના પ્રમુખ અને કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટભાઇ કપૂરીયાની યાદીમાં જણાવાયુ છે. હોસ્પિટલના મેનેજીંગ ડાયરેકટર ડો. જીજ્ઞેશ મેવા અને કર્મયોગના ટ્રેઝરર કમલેશ વિરડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજશ્રેષ્ઠી વલ્લભભાઇ કટારીયા, પ્રફુલચંદ્ર હદવાણી, જયેશભાઇ બુસા, મનસુખભાઇ કાકડીયા, હંસરાજભાઇ અદ્રોજા સવિશેષ ઉપસ્થિત રહેશે.
સફાઇ કામદાર જાગૃતિ મંડળ
સફાઇ કામદાર જાગૃતી મંડળ દ્વારા કાલે સવારે ૧૧ કલાકે સફાઇ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં. ૨, ડો. આંબેડકર ભવન, મહાનગરપાલીકા કચેરી, ઢેબર રોડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અપાશે. તમામ યુનિયનો વાલ્મીકી સમાજના સફાઇ કામદાર ભાઇ-બહેનો હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા નાદ સાથે દેશને સમર્પિત ભાવ વ્યકત કરવા સફાઇ કામદાર જાગૃત્તિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયાની યાદીમાં જણાવાયુ છે.
કુંડલીયા કોલેજ
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રીમતી જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કાલે રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષીના હસ્તે સવારે ૮.૩૦ વાગ્યે ધ્વજવંદન કરાશે. ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. એન.એસ.એસ. અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, શોર્યગીત, વેશભુષા, રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીતો રજુ થશે. તેમ કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશ જોષીની યાદીમાં જણાવાયુ છે.
નોવા સ્કુલ
નોવા સ્કુલ ખાતે કાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર્ય સેનાની, ભારત માતા અને પૌરાણિક પાત્રોની વેશભુષા રજુ થશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નોવા સ્કુલના ડાયરેકટર પ્રતીક કાછડીયા, આચાર્ય દિશા સોરઠીયા, ઉર્જા અમૃતિયા, વિશ્વા ભીમાણી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવવામાં આવી
(3:27 PM IST)










