News of Wednesday, 14th August 2024
વિદ્યાનગરમાં ભાભી બાથરૂમમાંથી બહાર આવતાં દિયર શની લટકતો જોવા મળ્યો
૧૮ વર્ષનો ગેરેજ સંચાલક નેપાળી યુવાન સારવાર હેઠળઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૪: શહેરના વિદ્યાનગર રોડ શેરી નં. ૧ રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતાં નેપાળી શની રંગબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.૧૮) નામના યુવાને સાંજે રૂમમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બાથરૂમમાંથી ન્હાઇને નીકળેલા ભાભી જોઇ જતાં દેકારો મચાવતાં બહારના રૂમમાંથી બીજા પરિવારજનો દોડી આવતાં શનીને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.
શની પાંચ ભાઇમાં નાનો છે અને પિતા રંગબહાદુર સાથે કારના ગેરેજમાં કામ કરે છે. સાંજે તે ઘરે આવ્યા બાદ દશામાના સ્થાનના દર્શન કરવા ગયો હતો. બાદમાં તેણે અચાનક જ આ પગલુ ભરી લીધુ હતું. તે બેભાન હોઇ પોલીસ નિવેદન નોંધી શકી નથી. પિતા કે પરિવારજનો પોતે કારણ જાણતાં નહિ હોવાનું કહેતાં હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:28 PM IST)










