<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રઘુવંશી બાળ પ્રતિભા સન્‍માન

રાજકોટ : રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી રાજકોટ દ્વારા તાજેતરમાં જ્ઞાતિના ૭૨૯ તેજસ્‍વી વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ યોજાઇ ગયો. જેમાં સ્‍વાગતવિધિ ચંદનબેન ગઢીયા (ટ્રસ્‍ટી)એ કર્યા બાદ પ્રવૃત્તિ પરિચય જયંતભાઇ પાંઉ (મે.ટ્રસ્‍ટી) એ અને કાર્યક્રમની વિગતો અમિત કોટક (ઉપપ્રમુખ) દ્વારા રજુ થયેલ. સંસ્‍થાકીય પરિચય રમણભાઇ કોટક (પ્રમુખ)એ આપેલ. જયારે સંચાલન જીજ્ઞેશભાઇ માખેચા (ઉપપ્રમુખ) અને મનોજભાઇ તન્નાએ તથા અંતમાં આભાર દર્શન માનસીબેન શીંગાળા (ટ્રસ્‍ટી)એ કરેલ. આ તકે રીટાબેન કોટક (મહાજન મંત્રી), પ્રજ્ઞેશભાઇ સુચક (દેવપુષ્‍પ મેડીકલ), નવિનભાઇ છગ (જલારામ જયંતિ) વગેરેએ ઉપસ્‍થિત રહી બાળકોને શુભેચ્‍છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેનિલ પાંઉ, અર્જુન તન્ના, ડેનીશ જોબનપુત્રા, નિશાબેન જોબનપુત્રા, પલ્લવીબેન કોટક, લીનાબેન તન્‍ના, નિતાબેન પાંઉ વગેરેએ જહેમત ઉઠાવી હતી. દરેક વિદ્યાર્થીઓને મોમેન્‍ટો-કેરીબેગ દેવપુષ્‍પ મેડીકલ તરફથી અપાયા હતા. જયારે ચા-નાસ્‍તો ટ્રસ્‍ટીઓ કાશ્‍મીરાબેન નથવાણી અને દીપકભાઇ નથવાણી તરફથી અપાયા હતા.

(3:29 PM IST)