News of Friday, 16th August 2024
સોમવારે રક્ષાબંધન : રાખડી બાંધવા માટે બપોરે ર થી ૭ શ્રેષ્ઠ સમય
ભાઇ-બહેનના પ્રેમને વંદન છે, આ સબંધ જાણે ચંદન છે સમયની અનુકુળતા મુજબ બહેન ગમે ત્યારે રાખડી બાંધી શકે

રાજકોટ, તા., ૧૬: પવિત્ર શ્રાવણ માસમાં પૂનમના દિવસે આવતો રક્ષાબંધનનો તહેવાર આ વખતે તા.૧૯ ઓગષ્ટ સોમવારે છે. જનોઇ બદલવાના મુહુર્ત પરંપરાગત રીતે સવારે છે તે દિવસે સવારે ૬.૩૦ થી ૮ અને ૯.૪૦ થી ૧૧.૧પ સુધી અનુક્રમે અમૃત અને શુભ ચોઘડીયુ હોવાથી જનોઇ બદલવાનો શ્રેષ્ઠ સમય છે.શાષાોકત બાબતોના જાણકારોના કહેવા મુજબ તે દિવસે સોમવારે બપોરે ર થી સાંજે ૭ વાગ્યા સુધી ભાઇને રાખડી બાંધવાનો સર્વશ્રેષ્ઠ સમય છે. એક મત એવો પણ છે કે બહેન હંમેશા ભાઇનું ભલુ ઇચ્છતી હોય છે એટલે શાષાોકત દ્રષ્ટિના સર્વશ્રેષ્ઠ સમય સિવાઇના કોઇ પણ સમય પણ રાખડી બાંધી શકે છે. બહેને ભાઇને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે સમયનું કોઇ બંધ નથી. (
(2:35 PM IST)










