News of Saturday, 17th August 2024
રાજકોટ જીલ્લાના ૨૦ ગામોમાં ૫૨ લાખના ખર્ચે પાણી - પૂરવઠા યોજનાઓને મંજૂરી

રાજકોટ તા. ૧૭ : જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ૫૨ લાખથી વધુ રકમની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના અન્ય વિભાગોની પાણીને લગત યોજનાઓના ૨૦ ગામોના કામોની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.
આ ઉપરાંત વાસ્મો દ્વારા કરાતી ક્ષમતાવર્ધનની કામગીરી, તાલીમો, સખીમંડળો, ઓપરેટરો તથા સહકારી મંડળીઓને ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના મરામતોની નિભાવણી અંગેની તાલીમ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના વિવિધ કામોની સમીક્ષા કરવાની સાથે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
(11:51 AM IST)










