<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

સોખડા સર્કલ પાસે ઇકોની ઠોકરે યુપીના અરવિંદ પ્રસાદનું મોત

શાકભાજી લેવા નીકળ્‍યો ત્‍યારે ઠોકરે ચડયોઃ સારવારમાં મોત

રાજકોટ તા. ૧૭: શહેરના રાજકોટ ભાવનગર હાઇવે પર સોખડા સર્કલ નજીક કારખાનામાં કામ કરતો અને ત્‍યાં જ રહેતો મુળ યુપીનો યુવાન અરવિંદ કલીકાભાઇ પ્રસાદ (ઉ.વ.૩૫) રાતે નવેક વાગ્‍યે સોખડા સર્કલ નજીક રાણીમા રૂડીમા હોટેલ પાસે ઇકો કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ  પામનાર અરવિંદ અહિ રઘુવંશી વે બ્રીજ પાસે એક્‍સેલ કારખાના નજીક રહી મજૂરી કરતો હતો. રાતે તે પગપાળા શાકભાજી લેવા નીકળ્‍યો ત્‍યારે ઇકો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:21 PM IST)