તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Saturday, 17th August 2024
અમારા ન્યાયાધીશ બસ એક દ્વારકાધીશ..શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ
આનંદનગરના આંગણે સપ્તાહભર વિવિધ કાર્યક્રમોઃ આહીરાણીઓ દ્વારા રાસરંગ, ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર, સંતો મહંતો આશીર્વચન પાઠવશે : ‘શ્રી કૃષ્ણ મનન' વિષય ઉપર રાજકીય અને પત્રકારોના વકતવ્ય રજૂ થશે

રાજકોટ, તા. ૧૬ : દરરોજ સાંજે ૭ થી ૧૧ શ્રી કૃષ્ણ મનન રાજકીય વ્યીકત પ્રખર પત્રકાર આનંદનગરના આંગણે આફતને અવસરમાં પલટતો સંગ એટલે શ્રી કળષ્ણ નીતિ મહોત્સવ જેમાં છતીસકોમ સંગઠિત થઇ કળષ્ણભાવ પ્રગટ કરવા જઈ રહયું છે. જેમાં ગોકુળદ્વારથી કનૈયાની સાથે આવતા ભોળા ભરવાડ સમાજને આવકારવા દ્વારિકાફરથી આહિર સમાજની આગેવાનીમાં આનંદ વિભોર છતીસે કોમ જુમશેઃ રબારી સમાજ ધર્મધજા સાથે રંગત જમાવશે. ચારણ સમાજના અપાઢી કંઠે ગવાયેલ દુહા, છંદ સાથે, ભૂદેવોના વૈદિક મંત્રોચાર સાથે કાળીયા ઠાકરને આહવાન કરાશે. નાગરની કરતાલ ગુંજશે તો કુંભાર ભગતની તુલસી માળા ફરશે, ક્ષત્રિયાણી મીરાની મધુરતા, મોહનને મંત્રમુગ્ધ કરશે તો ક્ષત્રિયો ધર્મદંડ કેશવને અર્પણ કરશે. રાવળના ડાક વાગશે ને જૈન સમાજ
અગમ શાષા આવનારા તીર્થંકરને આપશે ને બારોટ સમાજ સંજયના સ્વરે શ્યામ નિહાળશે. છતીસે કોમ ઠાકરના નાદ સાથે જૂમી ઉઠશે.
શહેરના આનંદનગર ૧૪૪ લ્ત્વ્ ફ્લેટ ઓનર્સ એસોસિએશન આનંદનગર કોલોની આયોજીત શ્રી કળષ્ણ નીતિ મહોત્સવનું ૧૪૪, ગાયત્રી મંદિરવાળો બગીચો ખાતે તા. ૨૦/૦૮થી ૨૭/૮ દરરોજ સાંજે ૭ થી ૧૧ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં મહારાજા માંધાતાસિંહ જાડેજા ઓફ રાજકોટ તથા રાજ પરિવાર ઉપસ્થિત રહેશે.
તા. ૨૦ને મંગળવારે નગરચર્યા સાંજે ૪.૩૦ કલાકે, કળષ્ણભાવ આહવાન સાંજે ૭ કલાકે (આહીરાણીઓ દ્વારા રાસરંગ/ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર), સ્થાપન પૂજન સાંજે ૭:૩૦ કલાકે (છતીસ કોમ દ્વારા), આનંદ અર્પણ સાંજે ૭.૪૫ કલાકે, તા.૨૦/૮ને સાંજે ૮.૧૫ કલાકે અમિયલ આશિષ આઇ શ્રી દેવલમાં(બળિયાવડ-જૂનાગઢ), ચારણ સંત શ્રી પાલુ ભગત (કાળીપાટ-રાજકોટ), સ્વામી નિખિલેશ્વરાનંદજી (રામકળષ્ણ આશ્રમ -રાજકોટ) અને ટિટા ભગત (પાળના ઠાકરની જગ્યા) આર્શિવચન પાઠવશે.
અનંત ઉર આરતી દરરોજ સાંજે ૭ કલાકે (છતીસકોમ દ્વારા) કરાશે. તા.૨૧ના રોજ જયભાઈ વસાવડા(કટાર લેખક), ધવલભાઈ દવે ગળહ ખજાનચી ર્ષદા ગોડલીયા (પ્રભારી જીલ્લા ભાજપ), દેવાંશીબેન જોષી (જમાવટ મીડિયા), અનવરભાઈ મીર (લોકસાહિત્યકાર), તા.૨૨/૭ ના રોજ સાંઇરામ દવે (લોકસાહિત્યકાર, હાસ્યકાર), જવલંત છાયા (તંત્રી શ્રી ફૂલછાબ), ડો.યોગરાજસિંહ જી.જાડેજા (પ્રમુખ એમપીએસએસ રાજકોટ), ડૉ. હેમાંગ વસાવડા (કોંગ્રેસ પ્રદેશ અગ્રણી), તા. ૨૩ના સેજ મેરાણ ગઢવી લોક સાહિત્યકાર), શ્રી બળવંત જાની (પૂર્વ કુલપતિ, પાટણ યુનિ), ઇશુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ આપ - ગુજરાત), તુષાર બસિયા (પત્રકાર, નવજીવન ન્યુઝ), તા. ૨૪/૮મીએ યશવંત લાંબા (પ્રખર લોકસાહિત્યકાર), ગોપાલ ઇટાલીયા (આપ), જગદીશ મહેતા (સિનિયર પત્રકાર), અંબાદાન રોહડિયા (પૂર્વ પ્રોફેસર અધ્યક્ષ ગુજરાતી વિભાગ સૌ.યુનિ), તા. ૨૫મીએ પરસોતમ રૂપાલા (પૂર્વ કેન્દ્રીય મંત્રી, સાંસદ), અશોક ગઢવી (તંત્રી સૌરાષ્ટ્ર કાંતિ), રવિ આહિર (ગજડી) લોકસાહિત્યકાર, અને મેહુલ રવાણી (અરહંત ઇન્વેસ્ટમેન્ટ) ઉપસ્થિત રહેશે. તા.૨૫મીએ સત્યનારાયણની કથા, બાળ ગોપી કળષ્ણ ફેશન ઉત્સવ (ઉ.૭ વર્ષ સુધીના, તલવારા રાસ, આનંદનગરનો આંતર્નાદ અને તા. ૨૭મીએ આનંદનગરનો આંતર્નાદ મહાપ્રસાદ અન્નકોટ, મહારાસ અને મટકીફોડ કાર્યક્રમમાં ભાવેશ આહિર (લોકગાયક), શકિતદાન ંગઢવી (લોકગાયક), ખુશાલી ભરવાડ (લોકગાયક), કીર્તિદાન ગઢવી (લોકગાયક), ગણેશ રબારી (લોકુગાયક), ભકિતદાન ગઢવી (લોકગાયક) ઉપસ્થિત રહેશે. તસ્વીરમાં છતીરાકોમના અગ્રણીઓ અશોકભાઈ ગઢવી (૬૮૨૫૨૧૭૬૦૩), હેમત લોખીલ (૯૯૭૯૭૧૭૭૦૫), જગાભાઇ રબારી, ભીખાભાઈ ભરવાડ, ગોપાલ બોરાણા, દર્શનભાઈ ભીલ, રાજેશ બારોટ, કેતન જરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, માણસુરભાઈ વાળા, દિનેશભાઈ ચાવડા, દિગેશ વાઘેલા, જીગ્રેશભાઈ વાગડીયા, અંકિત વોરા, અજયભાઈ ડાભી,ડો. રવિ પાટડીયા, કલ્પેશભાઇ પાટડીયા, જીજ્ઞેશભાઇ વાગડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:51 PM IST)










