તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 17th August 2024
વડીલોએ કરી જાત્રાઃ સોમનાથ, જુનાગઢ મહાદેવ મંદિરે દર્શનનો લાભ લીધો

રાજકોટઃ શ્રી બાલાજી હનુમાનજી પ્રેરિત ગજાનનધામ પરિવાર દ્વારા વોર્ડ નં. ૭ તથા રાજકોટ શહેરમાં વસતા સિનિયર સીટીઝનોને સોમનાથ મહાદેવ, જૂનાગઢ ભવનાથ મહાદેવ અને ગોંડલ અક્ષર મંદિરના દર્શનનું આયોજન થયેલ. સોમનાથમાં રહેવાની સાથે નાસ્તો અને જમવાની વ્યવસ્થા તેમજ રાત્રી પ્રસાદ ગોંડલ મંદિરે રાખેલ.
૧૮૦ પ્રવાસી લોકોના આઇ ડી કાર્ડ વિતરણમાં વિધાનસભા-૭૦ના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલારા, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર શ્રી દેવાંગભાઇ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, ભાજપ વોર્ડ નં. ૭ પ્રમુખ શ્રી કૌશિકભાઇ ચાવડા, સોની સમાજના અગ્રણી શ્રી વિનુભાઇ પારેખ, પ્રવીણભાઇ ચાવડા, નીતિનભાઇ જરિયા ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કિરીટભાઇ પાંધી, નીતિનભાઇ પાંધી, હરીશભાઇ પુજારા, શૈલેષભાઇ માંડવિયા, રમણીકભાઇ મીરાણી, કાકુભાઇ મહેતા, સંજયભાઇ વાઘેલા, સંજયભાઇ જીવરાજાણી, ધનેશ જીવરાજાણી, ભાર્ગેશ જીવરાજાણી, રાજુ ચાવડા, દિલીપભાઇ આડેશરા, વિજય મનાણી, કિશન પાંધી, ભરતભાઇ ઇશિત પૂજારા, રૂપેશભાઇ દુધરેજીયા, દિલીપ ગમારા, ગોપાલ વસાણી, વિનુભાઇ લૂંભાણી, જીતુભાઇ ગોહેલ, ઉમેશભાઇ ગોહેલ વિ. લોકો એ જહેમત ઉઠાવી હતી
(4:01 PM IST)










