<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

રાજકોટમાં ડૉક્ટર્સની હડતાળને કારણે દર્દીઓને ભારે હાલાકી

ઓર્થોપેડિક, મેડિસીન, ડ્રેસિંગ સહિતના વિભાગોમાં સુવિધાઓ ખોરંભે ચડી

કોલકત્તામાં મહિલા ડોકટર પર દુષ્કર્મ અને હત્યાને લઈ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટમાં ડૉક્ટરોની હડતાળને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડૉક્ટરોની હડતાળથી સિવિલ હોસ્પિટલની OPDમાં દર્દીઓની લાંબી લાંબી કતારો લાગી છે. ઓર્થોપેડિક, મેડિસીન, ડ્રેસિંગ સહિતના વિભાગોમાં સુવિધાઓ ખોરંભે ચડી છે. ત્યારે હોસ્પિટલમાં માત્ર સિનિયર તબીબ જ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


 

(12:16 AM IST)