તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 19th August 2024
પોલીસ અધિકારીઓના કાંડે રક્ષા કવચ : નારી સુરક્ષા સમિતિ અને લોકવિચાર મંચના બહેનોએ પોલીસ સ્ટેશનમાં જઇ મનાવ્યુ રક્ષાબંધન પર્વ

રાજકોટ : રાઉન્ડ ધ કલોક ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની સેવાને બહેનોએ રક્ષાબંધન પર્વે બિરદાવી હતી. રક્ષાબંધનના પર્વે લોક સંસદ વિચાર મંચ અને નારી સુરક્ષા સમિતિ રાજકોટના મહિલા આગેવાનોએ આ અવસરે શહેરમાં તહેવારોમાં પણ કાયદો અને વ્યવસ્થાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા અને રાજય સરકારના ડિસ્ક એવોર્ડથી સન્માનિત ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાને તેમની ફરજના સ્થળે જઇ બહેનોએ રાખડી બાંધી હતી. અન્ય પોલીસ અધિકારીઓના કાંડે પણ ખુશીભેર રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા નારી સુરક્ષા સમિતિ અને લોક સંસદ વિચાર મંચના મહિલા આગેવાનો સરલાબેન પાટડીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, માલતીબેન ચાવડા, પુનમબેન રાજપૂત, આરતીબા જાડેજા, ઉર્મિલાબેન યાદવ, પાયલબેન યાદવ સહીતના બહેનો સાથે જોડાયા હતા.
(11:28 AM IST)










