તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
ગુજરાતના અનેક જિલ્લામાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : અમરેલી, સુરત, ભાવનગર સહિત રાજ્યની મોટાભાગની પાસપોર્ટ ઓફિસને આવો ધમકીભર્યો ઈમેલ મળ્યો : મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુરની પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એક્શન મોડમાં આવી3:02 PM IST
લીકર કૌભાંડમાં કેજરીવાલ-સિસોદિયા નિર્દોષ : દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સીબીઆઈ દ્વારા રજુ થયેલા પુરાવા બોદા અને અપુરતા ગણાવી CBI ની ઝાટકણી કાઢીઃ કુલ ૨૩ નિર્દોષ જાહેર : કેજરીવાલને નક્કર પુરાવા વગર ફસાવવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું: અનુમાનોના આધારે સ્ટોરી વણ્યાનો આરોપઃ CBI ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે3:03 PM IST
પશ્ચિમ બંગાળમાં કેટલા મતદારોના નામ કાઢી નાખવામાં આવશે ? શનિવારે અંતિમ SIR મતદાર યાદી જાહેર કરાશે : ચૂંટણી પંચની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તેમના નામ તપાસવાની જરૂર પડશે કારણ કે આ યાદી તેમના મતદાન મથકો પર તાત્કાલિક ઉપલબ્ધ રહેશે નહીં. યાદીમાં આશરે 70.8 મિલિયન નામો હોવાની અપેક્ષા જેમાંથી 6 મિલિયન "અનુઉકેલાયેલા" છે.12:46 AM IST
ગલ્ફ ક્ષેત્રમાં તણાવ: વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિ: સમુદ્રી માર્ગો અને પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા, દેશોમાં કરન્સીની અસ્થિરતા: ન્યુઝફર્સ્ટ* : વિશ્વ આખું અત્યારે એક ગંભીર સૈન્ય સંકટના ઉંબરે ઊભું છે: ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ તેમના નાગરિકોને આ વિસ્તારમાંથી બહાર નીકળવા માટે એડવાઈઝરી જારી કરી*12:26 AM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ નિશ્ચિતપણે તોળાઈ રહ્યું છે: ઈઝરાયેલમાં હાઈ એલર્ટ: અમેરિકી એરક્રાફ્ટ કેરિયર જેરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ પહોંચ્યું, દૂતાવાસ ખાલી કરવા આદેશ: ન્યુઝ ફર્સ્ટ : અમેરિકી રાજદૂત માઈક હકાબીએ સ્ટાફને ઈમેલ કરીને જણાવ્યું છે કે જેઓ જવા ઈચ્છતા હોય તેઓ આજે જ ફ્લાઈટ પકડી લે: આગામી દિવસોમાં વિમાની સેવાઓ અનિશ્ચિત બની શકે છે12:18 AM IST
સેવા અને કરુણાના પર્યાય, સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ, ચિત્રકૂટના નિયામક અને ટ્રસ્ટી પદ્મશ્રી ડો. બી. કે. જૈનનું નિધન : ચિત્રકૂટ સહિત સેવાજગતમાં શોકની લહેર: અંતિમ દર્શન: આજે ૨૮-૨-૨૦૨૬ના સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી તેમના ચિત્રકૂટ સ્થિત નિવાસસ્થાને: અંતિમ સંસ્કાર: રવિવાર ૧-૩-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યે સદગુરુ પરિસર, ચિત્રકૂટ ખાતે11:33 PM IST
સોનીપતમાં ધોળા દિવસે ગોળીબારથી સનસનાટી: "લોરેન્સ બિશ્નોઈ મારો ભાઈ છે, રોહિત ગોદારાને મદદ કરનારને યમધામ પહોંચાડીશું" - હથિયારો સાથે વીડિયો વાયરલ : બિશ્નોઈ ગેંગે 'પહલ ન્યુટ્રિશન' પર હુમલાની જવાબદારી સ્વીકારી: ગેંગસ્ટરો વચ્ચેના જંગમાં સિંગર માસૂમ શર્માને પણ મળી ધમકી, હરિયાણામાં દહેશતનો માહોલ9:59 PM IST
દીપિન્દર ગોયલનો નવો વિવાદ: નોકરી જોઈતી હોય તો ઘટાડવી પડશે શરીરની ચરબી! ઝોમેટોના સ્થાપકે રાખેલી 'ફિટનેસ'ની શરત પર સોશિયલ મીડિયામાં આક્રોશ : પુરુષો માટે 16% અને સ્ત્રીઓ માટે 26% થી ઓછું બોડી ફેટ હોવું અનિવાર્ય: નવા સાહસ 'ટેમ્પલ' માટે એથ્લેટ-એન્જિનિયરોની શોધમાં દીપિન્દર, નેટીઝન્સે પૂછ્યું- "આ ભેદભાવ નથી તો શું છે?"9:04 PM IST
સ્પાઇસજેટની મુશ્કેલીમાં ધરખમ વધારો: ₹144.51 કરોડ જમા કરાવવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે 'સ્ટે' આપવાનો કર્યો ઇનકાર, ખોટી વિલંબની નીતિ બદલ દંડ ફટકાર્યો : સર્વોચ્ચ અદાલતે એરલાઇન પર ₹1 લાખનો ખર્ચ લાદ્યો: 6 અઠવાડિયામાં નાણાં જમા કરાવવા પડશે, કલાનિધિ મારન સાથેનો વર્ષો જૂનો વિવાદ સ્પાઇસજેટ માટે ગળાફાંસો બન્યો8:45 PM IST
બેંગલુરુમાં 'એપ્સટિન' જેવું ભયાનક સેક્સ સ્કેન્ડલ: IPS અધિકારીના વિલામાં ચાલતું હતું પાપનું સામ્રાજ્ય, પ્રભાવશાળી લોકો સામે 19 યુવતીઓના ચોંકાવનારા નિવેદનો : પ્રેમની જાળ, ડ્રગ્સ અને બ્લેકમેલ: પ્રતિષ્ઠિત કોલેજની શ્રીમંત પરિવારની છોકરીઓને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ, હની-ટ્રેપની ફરિયાદ કરવા ગયેલી યુવતીએ ખોલ્યું રહસ્યોનું પોટલું8:21 PM IST
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 'ઓપન વોર'ની જાહેરાત: તાલિબાને વળતો પ્રહાર કરતા પાક. રક્ષા મંત્રી વિફર્યા, અફઘાનિસ્તાનને ગણાવ્યું 'ભારતની કોલોની' : કાબુલ અને કંદહાર પર પાકિસ્તાની વાયુસેનાનો બોમ્બમારો: પરાજયના ડરથી પાકિસ્તાને ફરી ભારતનો રાગ આલાપ્યો, સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા મધ્ય એશિયામાં ભારે તણાવ7:49 PM IST
યુરોપમાં ઘરનું ઘર હવે દિવાસ્વપ્ન? રહેઠાણની કટોકટીમાં હવે આખું ઘર નહીં પણ માત્ર 'બેડરૂમ' વેચાઈ રહ્યા છે, મિત્રો સાથે મળીને ઘર ખરીદવાનો નવો ટ્રેન્ડ : આવક કરતા ૧૦% વધુ ઝડપથી વધ્યા ઘરના ભાવ: સ્પેનિશ સ્ટાર્ટઅપે ૮૦,૦૦૦ યુરોમાં 'રૂમ' વેચવાનું શરૂ કર્યું, લંડનમાં મિત્રો વચ્ચે ગીરો ઓફર કરતી 'બડી અપ' યોજનાઓ લોકપ્રિય થઈ6:57 PM IST
બ્લેક મની એક્ટમાં મોટો વળાંક: દિલ્હી હાઈકોર્ટે 'બળજબરીથી' ભારતમાં રખાયેલા લોકો પર કાર્યવાહી અટકાવી, રાજીવ સક્સેના કેસમાં ટેક્સ વિભાગને ઝટકો : "અનૈચ્છિક રોકાણ" કરનાર વ્યક્તિ પાસેથી વિદેશી સંપત્તિની વિગતો ન માંગી શકાય: કોર્ટે સ્પષ્ટ કર્યું કે જેઓ મજબૂરીમાં ભારતમાં રોકાયા છે તેમને 'રેસિડેન્ટ' ગણી BMA હેઠળ ફસાવી શકાય નહીં6:50 PM IST
ટ્રમ્પ સરકારની '૧ લાખ ડોલર'ની વિઝા ફી સામે કાનૂની જંગ: માત્ર ૭૦ કંપનીઓએ જ ચૂકવી આ તોતિંગ રકમ, અમેરિકી કોર્ટમાં સરકાર અને નોકરીદાતાઓ વચ્ચે આરપારની લડાઈ : નાના ઉદ્યોગો માટે H-1B વિઝા હવે 'આકાશકુસુમવત': કંપનીઓએ ફીને ગેરકાયદેસર 'ટેક્સ' ગણાવ્યો, જ્યારે સરકારે બચાવમાં કહ્યું- "ઓછી આવક દર્શાવે છે કે આ કર નથી"6:49 PM IST
સ્પેનમાં માસિક માફી યોજના પર અરાજકતાના વાદળો: અડધા મિલિયન પ્રવાસીઓને કાયદેસર કરવાની જાહેરાત બાદ ઇમિગ્રેશન ઓફિસો ઠપ્પ, અરજદારોમાં ફફડાટ : બજેટ અને સ્ટાફના અભાવે સરકારી કચેરીઓ જામ: જૂન ૨૦૨૫ ની અરજીઓ હજુ પેન્ડિંગ છે ત્યાં નવા ભારણને કારણે સિસ્ટમ ધરાશાયી થવાની ભીતિ, એપ્રિલમાં શરૂ થનારી પ્રક્રિયા પર લટકતી તલવાર6:48 PM IST
"રાહુલ ગાંધી કે વાડ્રા જેલમાં ગયા? શરમ નથી આવતી?": મુક્ત થતા જ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપને લીધા આડેહાથ : દારૂ કૌભાંડમાં નિર્દોષ છૂટ્યા બાદ કેજરીવાલનું રૌદ્ર સ્વરૂપ: સીબીઆઈની ઝાટકણી કાઢતા કોર્ટના ફેંસલાને ગણાવ્યો સત્યનો વિજય: પીએમ મોદીને દિલ્હીમાં ફરી ચૂંટણી યોજી 10 બેઠકો જીતી બતાવવાનો ફેંક્યો ખુલ્લો પડકાર6:39 PM IST
કર્ણાટક સરકારની 'મેગા ભરતી': ૩૦ દિવસમાં ૫૬,૪૩૨ સરકારી નોકરીઓ ભરવા કેબિનેટની મંજૂરી, વિરોધ પ્રદર્શનો બાદ મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : જૂના અનામત ફોર્મ્યુલા મુજબ ભરતી પ્રક્રિયાને લીલી ઝંડી: હાઈકોર્ટના સ્ટે બાદ અટકેલી ૨.૮૪ લાખ જગ્યાઓ પૈકી પ્રથમ તબક્કાની ભરતી શરૂ થશે, કલ્યાણ કર્ણાટક ક્ષેત્રના ઉમેદવારોને મળશે મોટો લાભ6:30 PM IST
ભારત-કેનેડા વચ્ચે મૈત્રીના નવા યુગનો પ્રારંભ: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની મુંબઈ પધાર્યા, ચાર દિવસીય ભારત પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે : વ્યાપાર અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે મુખ્ય ધ્યાન: વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ યોજાશે મહત્વની બેઠક, આર્થિક રોકાણ વધારવા પર બંને દેશોની નજર6:13 PM IST
દારૂ કૌભાંડમાં પુરાવા ભૂંસવાની રમત? ભાજપે 'આપ' પર લગાવ્યો ગંભીર આરોપ, મનોજ તિવારીએ કહ્યું- 'કૌભાંડીઓએ પુરાવા છુપાવવા અનેક મોબાઈલ તોડી નાખ્યા' : દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ભાજપના આક્રમક તેવર: પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને જવાબદાર ઠેરવવાની માંગ સાથે સત્યના વિજયનો દાવો, તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા6:11 PM IST
"હવે મને રોકવા માટે મારી હત્યા જ કરવી પડશે": નિર્દોષ જાહેર થયા બાદ કેજરીવાલનો પીએમ મોદી પર સીધો પ્રહાર : .......દારૂ કૌભાંડના આરોપોમાંથી મુક્ત થયા બાદ AAP સંયોજકે ભાજપ અને કેન્દ્ર સરકાર સામે રણશિંગુ ફૂંક્યું: 600 પાનાના કોર્ટના આદેશને સત્યનો વિજય ગણાવીને પીએમ મોદી અને અમિત શાહ પાસે માંગી માફી5:57 PM IST
બંગાળમાં ચૂંટણી ચકાસણી રોકવા બહાના ન બનાવો, સુપ્રીમ કોર્ટની ટીએમસીને ફટકાર: 'અમારા આદેશો દિવસના પ્રકાશ જેવા સ્પષ્ટ છે, ન્યાયિક અધિકારીઓ પર શંકા ન કરો' : ચૂંટણી પંચના ટ્રેનિંગ મોડ્યુલ સામે મમતા સરકારના વાંધા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા: સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે કહ્યું - દરેક વાતમાં આડખીલી કરવાનું બંધ કરો, હવે આ પ્રક્રિયાનો અંત આવવો જોઈએ5:51 PM IST
અજમેરમાં મોદીનો 'વિકાસ શંખનાદ': વડાપ્રધાન આવતીકાલે રાજસ્થાનને ₹16,680 કરોડની ભેટ આપશે, દીકરીઓ માટે રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાનનો કરાવશે પ્રારંભ : રાજસ્થાનના ખૂણેખૂણે પહોંચશે વિકાસની લહેર: હાઈવે, પીવાનું પાણી અને નવીનીકરણીય ઉર્જાના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ; 21,800 થી વધુ યુવાનોને સોંપાશે સરકારી નોકરીના નિમણૂક પત્રો5:46 PM IST
ભારત-ભૂટાન વચ્ચે જળ-સંબંધોનો નવો અધ્યાય: ટ્રાન્સબાઉન્ડ્રી નદીઓ અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ પર સહયોગ વધારવા ભારતીય પ્રતિનિધિમંડળ ભૂટાનના પ્રવાસે : પૂરની આગાહી અને હવામાન ડેટા શેરિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે: આબોહવા પરિવર્તન અને હિમનદી ફાટવા જેવી કુદરતી આફતોનો સામનો કરવા બંને દેશોએ હાથ મિલાવ્યા5:44 PM IST
ભારતની આર્થિક કુંડળી બદલાશે: GDP ગણતરી માટે હવે ૨૦૧૧-૧૨ ને બદલે ૨૦૨૨-૨૩ બનશે 'આધાર વર્ષ', જાણો તમારા ખિસ્સા અને દેશના વિકાસ દર પર શું થશે અસર? : આર્થિક ડેટામાં પારદર્શિતા લાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે ઘરઘાટીની સેવાઓ અને ઈ-વ્હીકલનો ડેટા પણ GDPમાં ગણાશે; GST કલેક્શનના આધારે રાજ્યોની પ્રગતિનું થશે સચોટ મૂલ્યાંકન5:18 PM IST
ડિજિટલ છેતરપિંડી સામે ભારતનું બ્રહ્માસ્ત્ર: 'સિમ બાઈન્ડિંગ' હવે દરેક મોબાઈલ માટે ફરજિયાત, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાઇઝિંગ ભારત સમિટમાં કરી મોટી જાહેરાત : ભારત મંડપમ ખાતે નેતાઓ અને ઉદ્યોગપતિઓનો મહાકુંભ: ૨૦૨૬ સુધીમાં 6G સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં ભારતની મોટી ભૂમિકા, હવે મોબાઈલ લક્ઝરી નહીં પણ જરૂરિયાત5:14 PM IST
મુંબઈમાં પ્રવાસી સુરક્ષા પર સવાલ: વિદેશી મહિલા યુટ્યુબરની દક્ષિણ મુંબઈમાં ૧૫ મિનિટ સુધી સતામણી, 'ના' પાડી છતાં બે શખ્સોએ પીછો કરી ફોટા પડાવવા દબાણ કર્યું : યુટ્યુબર ઈનેસ ફારિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હચમચાવી દેતો વીડિયો: મુંબઈ પોલીસ તાત્કાલિક એક્શનમાં, સીસીટીવી અને વીડિયોના આધારે મજનૂઓને પકડવા ચક્રગતિમાન કર્યા4:22 PM IST
હરિયાણા: ડિજિટલ શિક્ષણના યુગમાં પણ બાળકો જમીન પર બેસવા મજબૂર: કુરુક્ષેત્રની સરકારી શાળાઓમાં બેન્ચની ભારે અછત, હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટા સવાલો : શિક્ષણ વિભાગ માત્ર કાગળ પર જ ઘોડા દોડાવે છે? દર બે મહિને નવા ડેસ્કની માંગણી થાય છે પણ શાળાઓ સુધી સુવિધા પહોંચતી નથી; ૧૨ વર્ષ જૂના તૂટેલા ડેસ્ક પર જીવના જોખમે ભણતા બાળકો3:52 PM IST
પ્રચંડ હેલીકોપ્ટર આત્મનિર્ભરતાનું પ્રતીક : દેશના બહાદુર સૈનિકોનો ગર્વ સાથે આભાર : દ્રૌપદી મુર્મુ : રાષ્ટ્રપતિએ જેસલમેર એરબેઝથી ૨૫ મીનીટ કો-પાયલોટ તરીકે ઉડાન ભરી : રેડીયો દ્વારા રાષ્ટ્રને આપ્યો સંદેશ : ભારત - પાકિસ્તાનના સરહદી વિસ્તારો, પોખરણ ફિલ્ડ ફાયરીંગ રેન્જનું હવાઇ નિરીક્ષણ કર્યુ : પ્રચંડમાં ઉડાન ભરનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા3:26 PM IST
ટેક્સસમાં ગુજરાતીનાં તિલક જ્વેલર્સ બાદ હવે બીજે ક્યાં-ક્યાં રેડ પડી? : ગોલ્ડ સ્કેમમાં ગુજરાતી જ્વેલર્સની કથિત સંડોવણી ખૂલતા અમેરિકાની પોલીસ અને ફેડરલ એજન્સીએ ટેક્સસ ઉપરાંત જ્યોર્જિયા અને ફલોરિડામાં ત્રણ અલગ-અલગ લોકેશન્સ પર રેડ કરી : લાખો ડોલરનું ગોલ્ડ જપ્ત કરવાની સાથે કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે9:57 AM IST
સમાચારો ઉડતી નજરે4:04 PM IST
બિકિની પહેરેલી બે મહિલાઓની વચ્ચે બેઠેલા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની તસવીર બહાર આવી : ૨૦૦૬માં એક કેરિબિયન ટાપુના બીચ પરની સ્ટીફન હોકિગ્સની આ તસવીરોને એપ્સટીન ફાઇલ્સ સાથે જોડવામાં આવી રહી છે : પરિવારે કહ્યું કે આ તો નર્સ હતી જે તેમની દેખભાળ રાખતી હતી, અનુચિત વ્યવહારના આરોપો ખોટા છે10:20 AM IST
ઓઇલ માર્કેટમાં ચીનની 'સાયલન્ટ ગેમ': ક્રૂડના ભાવ સાથે ચીન કરી રહ્યું છે ખતરનાક રમત, શું ભારત માટે મોંઘવારીનો નવો ખતરો મંડાશે? : વિશ્વના સૌથી મોટા આયાતકાર તરીકે ચીને કિંમતો પર મેળવ્યું 'રિમોટ કંટ્રોલ'; સસ્તું હોય ત્યારે સ્ટોક ભરે અને મોંઘું થાય ત્યારે આયાત ઘટાડે - ડ્રેગનની આ ચાલથી તેલ ઉત્પાદક દેશો પણ લાચાર!11:03 PM IST
વીર સાવરકરને 'ભારત રત્ન' આપવા મહારાષ્ટ્રની માંગ : વિધાન પરિષદમાં પ્રસ્તાવ પસાર : હવે દિલ્હી દરબારમાં લેવાશે આખરી નિર્ણય : ભાજપ નેતા પ્રસાદ લાડની માંગને ગૃહમાં મળ્યું વ્યાપક સમર્થન: સાવરકરની પુણ્યતિથિએ હિંમતભર્યા પગલાથી રાજકારણ ગરમાયું: કોંગ્રેસના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારને સત્તાવાર ભલામણ મોકલવાની તૈયારી9:01 PM IST
સોશિયલ મીડિયાની 'મનસ્વીતા'નો આવશે અંત: અશ્વિની વૈષ્ણવે ગુગલ-મેટાને લાલ આંખ કરી : હવે સર્જકોને મળશે કમાણીનો મોટો હિસ્સો! : રેવન્યુ શેરિંગ મોડેલ બદલવા આઈટી મંત્રીનું અલ્ટીમેટમ : જો પ્લેટફોર્મ્સ જાતે નહીં સુધરે તો સરકાર લાવશે નવો કાયદો: વિલેજ બ્લોગર્સથી લઈને ન્યૂઝ પબ્લિશર્સ સુધી તમામને મહેનતાણું અપાવવા મોદી સરકારની મોટી હિલચાલ9:03 PM IST
ઇઝરાયલની 'જાદુઈ' ટેકનોલોજી અને પીએમ મોદીનો પ્રવાસ: રણને નંદનવન બનાવતી ટપક સિંચાઈથી લઈને આકાશમાં સુરક્ષા કવચ રચતા 'આયર્ન ડોમ' સુધીની અદભૂત સફર! : માત્ર વસ્તીમાં જ નહીં, પણ નવીનતામાં પણ વિશ્વનો 'ગુરુ' છે ઇઝરાયલ; ભારતની ખેતી અને સંરક્ષણ માટે પીએમ મોદીની આ મુલાકાત કેવી રીતે સાબિત થશે ગેમ-ચેન્જર?9:20 PM IST
ટ્રેન મુસાફરીમાં હવે સ્વાદની મજા :હોળી નિમિત્તે IRCTC અને Swiggy ની મોટી ભેટ : દેશના 152 સ્ટેશનો પર ગરમાગરમ મનપસંદ ખાણું સીધું તમારી સીટ પર! : એક જ વર્ષમાં ફૂડ-ઓન-ટ્રેન સેવામાં 117% નો બમ્પર ઉછાળો; ઇટારસીથી લઈને ખડગપુર સુધીના જંક્શનો પર હવે રેલવેના જમવાના બદલે ઓર્ડર કરી શકાશે તમારી ફેવરિટ રેસ્ટોરન્ટની વાનગીઓ9:21 PM IST
ચાંદની ચોક અતિક્રમણ વિવાદ:" જે જમીન સરકારી છે એ અમારી છે' ના નારાથી હોબાળો:ભાજપે સીએમ અને ઉપરાજ્યપાલને લખ્યો પત્ર : જૂની દિલ્હીના ચાંદની ચોકમાં ગેરકાયદેસર અતિક્રમણનો મુદ્દો ગરમાયો :ભાજપ પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલને પત્ર લખીને વિરોધ પ્રદર્શન દરમિયાન ઉઠાવવામાં આવેલા "જમીન સરકારી તે અમારી છે" ના નારા સામે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી 9:42 PM IST
INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમ પર મની લોન્ડરિંગનો કેસ ચાલશે : EDએ કોર્ટમાં મંજૂરીનો આદેશ રજૂ કર્યો : INX મીડિયા મની લોન્ડરિંગ કેસ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ પર કેસ ચલાવવાની મંજૂરી મળી: INX મીડિયા ગ્રુપ માટે વિદેશી રોકાણ સુરક્ષિત કરવા માટે કાવતરું :કેસ 2017 માં શરૂ થયો અને CBI એ FIR દાખલ કરી હતી.9:47 PM IST
RVNLના નસીબ આડેનું પાંદડું ખસ્યું: નવરત્ન કંપનીને મળ્યો ₹1,978 કરોડનો બમ્પર ઓર્ડર: 3 વર્ષમાં રોકાણકારોના નાણાં 4 ગણા કરનાર શેરમાં ફરી તેજીનો સંકેત! : NMDC અને મધ્ય રેલવે તરફથી મળ્યા મોટા કોન્ટ્રાક્ટ; ₹60,000 કરોડની મજબૂત ઓર્ડર બુક સાથે રેલ વિકાસ નિગમ લિમિટેડ બની માર્કેટની ફેવરિટ, જાણો શું છે લેટેસ્ટ અપડેટ11:04 PM IST
"આ ભારત છે, ઉત્તર કોરિયા નથી": રાહુલ ગાંધીનો પીએમ મોદી પર સીધો પ્રહાર; શાંતિપૂર્ણ વિરોધને 'ગુનો' ગણાવતી સરકાર પર વરસ્યા વિપક્ષી નેતા : યુથ કોંગ્રેસના કાર્યકરો પરની પોલીસ કાર્યવાહીથી રાજકારણ ગરમાયું; "જ્યારે પ્રશ્ન પૂછવો કાવતરું બની જાય, ત્યારે લોકશાહીનું મૃત્યુ નિશ્ચિત છે" - રાહુલ ગાંધીનો આકરો મિજાજ11:04 PM IST
હવાઈ મુસાફરોને જલસા! હવે ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર મળશે પૂરેપૂરું ટેક્સ રિફંડ; DGCA એ એરલાઇન્સની મનમાની પર લગાવી લગામ, જાણો નવા નિયમો : ટિકિટ 'નોન-રિફંડેબલ' હશે તો પણ એરપોર્ટ ફી અને ટેક્સના પૈસા પાછા મળશે; બુકિંગના 48 કલાકમાં ફેરફાર કરશો તો એકપણ રૂપિયો ચાર્જ નહીં લાગે - 26 માર્ચથી અમલી બનશે ઐતિહાસિક ફેરફાર11:39 PM IST
મંદિર ઉત્સવમાં કાળ બનીને ત્રાટક્યો ગજરાજ! બેકાબૂ હાથીએ ૨૬ વર્ષીય યુવાનને સૂંઢમાં ઉઠાવી હવામાં ફંગોળ્યો, ભક્તિના માહોલમાં મચી ગઈ ભયાનક નાસભાગ : ત્રિશૂરના અન્નમાનદ મહાદેવ મંદિરમાં વાલિયાવિલાક્કુ ઉત્સવ લોહીલુહાણ; શોભાયાત્રા શરૂ થાય તે પહેલા જ હાથી ગાંડોતૂર બનતા શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા - ઘાયલ યુવાનની હાલત અત્યંત ગંભીર11:40 PM IST

ઇંતેજાર.....

વિરોધ પ્રદર્શન

બસંત ઉત્સવ.....

ડીમોલેશન.....
અકિલા સોશ્યિલ મીડિયાસુરત સિવાય ગુજરાતના અન્ય શહેરમાં બોમ્બની ધમકી મળી હોવાની વાત ખોટી! : સુરત પિપલોદની પોસ્ટ ઓફિસને મળેલી બોમ્બ ધમકીભર્યો ઈમેઈલ અધિકારી દીપલ વાઢેરની ભૂલથી ગુજરાતના અનેક શહેરોમાં ખોટો મેસેજ વાયરલ થયો હતો : ગાંધીનગર SPએ સ્પષ્ટતા કરી કે ફક્ત પિપલોદમાં જ ઈમેઈલ મળ્યો, અન્ય શહેરોમાં ધમકીની વાત ખોટી છે4:09 PM IST
અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ નિવૃત 4:09 PM IST
સાગર સુરક્ષા પાર્ટ ૨, કોસ્ટ ગાર્ડના IG સાથે રણનીતિ ઘડવા ડો.કે.એલ.એન.રાવની હાઈ લેવલની બેઠક યોજાઈ : મુંબઇ વિસ્ફોટનો RDX સૌરાષ્ટ્રના કિનારે ભૂતકાળમાં ઉતરેલ તે બાબત કેન્દ્રમાં રાખી અનુભવી મુખ્ય પોલીસ વડાએ સરહદ પછી દરિયાઈ સુરક્ષા માટે કવાયત તેજ કરી પોલીસ, કોસ્ટગાર્ડ, લોકોમાં દેશભાવના પ્રબળ કરવા જખૌમાં દરિયા કિનારે તિરંગો લહેરાવી સલામી બોર્ડરની મુલાકાત સમયે કોસ્ટ ગાર્ડ સાથે વ્યૂહાત્મક સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ, કેન્દ્રીય જાસૂસી સંસ્થાના રિપોર્ટ અને સાગર સુરક્ષા પાર્ટ ૧માં ચર્ચા કરેલ2:39 PM IST
મહાનગરપાલિકાઓમાં‘નમો ગૌરવ પાર્ક' વિકસાવાશે : ગુજરાતના શહેરીજનોને મનોરંજક પ્રવૃતિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ પ્રદાન કરવા : ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ રૂા. ૨૦ કરોડની રકમની ફાળવણી : રૂા.૧૦૦ કરોડના કુલ પ્રસ્તાવિત ખર્ચે બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે : પાર્કમાં આયોજિત સાંસ્કળતિક પ્રવળત્તિઓ, સામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશે : છોડવાં અને વળક્ષોના વાવેતર, થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ થકી અર્બન ઇકોલોજીમાં વધારો થશે4:10 PM IST
કાલે સાણંદ આવતા પીએમ માટે અભૂતપૂર્વ સુરક્ષાચક્ર : CID ના એડી ડીજીપી અજય ચોૈધરી મુખ્ય સુકાની, રેન્જ વડા વિધિ ચૌધરીના માર્ગદર્શનમાં એસપી ગૌરવ જસાણી સહિત અડધો ડઝન એસપીના નેતૃત્વમા લોખંડી બંદોબસ્ત : રોડ શો અંતર્ગત વડા પ્રધાન કાર્યાલય સતત કોન્ટેક્ટમાં: મૂળ ગુજરાત કેડરના સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના સિનિયર IPS રાજીવ રંજન ભગત સહિત ટોચના અધિકારીઓનું દિલ્હીથી આગમનઃ સર્વત્ર પોલીસના વજનદાર બુટના અવાજો, સાયરન ગુંજી રહ્યા છે : ૨૨૫૧૬ કરોડના ખર્ચે ઝીરો ડસ્ટ સાથેના અતિ સંવેદનશીલ અને આધુનિક સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન3:42 PM IST
ધડાકાની ધમકીને પગલે તકેદારીઃ રાજકોટની પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ-ડોગ સ્ક્વોડની તપાસ : અમદાવાદ સહિત રાજ્યભરની પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસોને ઉડાડી દેવાની ઇ-મેઇલથી ધમકીઓ અપાઇ : એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમોએ પહોંચી તપાસ કરાવીઃ અચાનક પોલીસના ધાડા ઉતરતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા3:59 PM IST
કંપનીના ડાયરેક્ટરનું નકલી વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવી સાયબર ગઠીયાએ ૨૫ લાખ ઉસેડી લીધા : એકાઉન્ટન્ટને ડાયરેક્ટરના નામે મેસેજ આવ્યો-ધીસ ઇઝ માય ન્યુ વ્હોટ્સએપ નંબર, પછી બેક બેલેન્સ જાણી પ્રોજેક્ટ :માટે તત્કાળ ૨૫ લાખ ભરવાના છે કહી ટ્રાન્જેકશન કરાવી લીધું : ૧૫૦ રીંગ રોડ પર રહેતાં સાવનભાઇ ઉછડીયાની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યોઃ ફ્રોડના નાણા ભુવનેશ્વરની ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં જમા થયાઃ પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ હાથ ધરી3:01 PM IST
દેશના તબીબી જગતમાં રોગ નિદાન - એક્સરે - દવા અને ઓપરેશન બાબતમાં નકલી - ખોટી નિતી રીતિથી દરરોજ લાખો દર્દીઓ અને ખુદ સરકાર બેફામ લૂંટાઇ રહી છે : દેશના ડોકટરો MCIના નિયમોનું દરરોજ ઉલ્લંઘન કરે છે, પરંતુ તેની સામાન્ય જનતાને ખબર હોતી નથી. ઉદાહરણ તરીકે. ડોક્ટરે કોઈપણ કંપનીની બ્રાન્ડેડ દવા ન લખવી જોઈએ, પરંતુ સાલ્ટનું જેનરિક નામ લખવું જોઈએ. - કલમ ૧.૮ મુજબ, સારવાર કરતા પહેલા ડોક્ટરે પોતાની સંપૂર્ણ ફી જણાવવી જોઈએ. વગેરે અનેક નિયમોનું ઉલ્લંઘન દરરોજ કરવામાં આવે છે. 4:17 PM IST
સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે : ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણનો પ્રારંભ અજમેરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરાવશે : શહેરી વિસ્તારમાં અંદાજિત ૧૨,૧૯૯ કિશોરીઓને એચપીવી વેક્સિન અપાશેઃ દરેક વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા સર્વે ચાલુ 4:11 PM IST
બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફસાતા યુવાનો ચેતે : યુવાનોના ભવિષ્યને બરબાદ કરતુ ભયંકર સ્કેમઃ મામુલી આવકની લાલચમાં : એકવાર ફ્રોડનો ભોગ બન્યા પછી મુખ્ય આરોપીનું લેબલ લાગી જતા દિવસો સુધી જેલમાં રહેવુ પડે છે : જામીન મળવા મુશ્કેલઃ વર્ષો સુધી કેસ ચાલતા સરકારી નોકરી મેળવવાના લાભથી પણ વંચીત રહેશોઃ સમાજના આગેવાનો જનજાગૃતિ માટે સોસાયટીમાં સાયબર ફ્રોડ અવેરનેશ માટે મિટીંગોનું આયોજન કરે : ફેબ્રુઆરી માસના ‘મન કી બાત'માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ‘ડીજીટલ એરેસ્ટ'થી લોકોને ડરવા કે નહીં ગભરાવાની અપીલ કરી છે12:07 PM IST
હનુમાન મઢી ચોકના ઝીલ ફેશનવાળા ધર્મેશભાઇ સાથે ડ્રાયફુટના ધંધામાં રોકાણના નામે ૨૫.૭૫ લાખની ઠગાઇ : ભગવતીપરાના શબ્બીર કાસમાણીએ ત્રણ વર્ષ સેલ્સમેન તરીકે નોકરી કરી પછી જામનગરના આસીફ સાથે ડ્રાયફ્રુટનો ધંધો ચાલુ કર્યોઃ ધર્મેશભાઇ વિઠ્ઠલાણીને રોકાણ પર વળતરની લાલચ દઇ શરૂઆતમાં નફો કરાવ્યોઃ છેલ્લે ધૂંબો મારી દીધોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી3:01 PM IST
૨૫ વર્ષથી ઘરસંસાર ત્યજી દીધો હતો, ‘સર'ની કામગીરીથી સ્વજનોની યાદ આવતાં ત્રંબામાં મંદિરના પૂજારીનો આપઘાત! : મુળ હરિયાણાના ઉદયરામ વૈષ્ણવ પચ્ચીસ વર્ષથી અહિ રહી સેવા પૂજા કરતાં હતાં: ચિઠ્ઠી લખી આત્મહત્યા કરી મતદાર યાદીના ફોર્મમાં પરિવારજનોના નામો લખવાના હોઇ તેના કારણે તેમની યાદ આવતાં ઉદાસ રહેતાં હતાં2:40 PM IST
જનઓૈષધી કેન્દ્રના સંચાલક મિલને કુંવારો હોવાનું કહી ઉચ્ચ અભ્યાસ ધરાવતી યુવતિને ફસાવીઃ દૂષ્કર્મ આચરી તરછોડી દીધી : નાણાવટી ચોકમાં દૂકાન ચલાવતાં મુળ માંગરોળના નગીચાણાના મિલન પીઠીયાએ વારંવાર દેહ પીંખ્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કર્યુઃ તેના ગામમાં યુવતિ તપાસ કરવા જતાં તે પરણેલો હોવાની ખબર પડી યુવતિ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકતી વખતે મિલને અમારા ગામમાં પ્રેમ લગ્નની છુટ છે કહી હોટેલમાં, પોતાના ઘરે લઇ જઇ હવસ સંતોષીઃ એક દિવસ તેને બીજીસ્ત્રી સાથે પણ યુવતિ જોઇ ગઇઃ એ પછી દૂકાને આવવાનું બંધ કરી દીધું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો2:42 PM IST
જિલ્લા પંચાયતમાં ૧૧૯૩ કરોડના બજેટને બહાલીઃ ભ્રષ્ટાચાર મુદે બઘડાટી : વર્તમાન શાસકોની અંતિમ સામાન્ય સભામાં સામસામા કડવા સંવાદો અને વરવા દ્રશ્યોઃ વિપક્ષને રોકવા પ્રશ્નોતરીનો સમય ટુંકાવાયોઃ સાકરિયાનો વોકઆઉટ સફાઇનો કોન્ટ્રાકટ, કચેરી સ્થળાંતર ખર્ચનો વિવાદ વગેરેની ચર્ચા જ ન થઇઃ એક તબક્કે પ્રમુખે પ્રશ્નોતરી રદ કરવાની ચીમકી આપી4:13 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમા દિવ્ય રંગોત્સવ : નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે દાદાના દરબારમાં હોળી-ધુળેટી પર્વનું ભવ્ય આયોજન : 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો હનુમાનજીદાદાને અર્પણ કરાશે : 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે : પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ તા.૩ માર્ચના રોજ ભવ્ય આયોજન : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે : 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશે : 10000 ફુગ્ગા છોડવામાં આવશે3:58 PM IST
જામનગરમાં સતત ૭૦ માં વર્ષે ભોઈ સમાજ દ્વારા રિલાયન્સ પ્રાયોજીત રાજ્યની સૌથી વિરાટ હોળી : છોટી કાશી થી પ્રચલિત જામનગરમાં હોળી - ધૂળેટી પર્વની ઉજવણીને લઇને ઉમંગભેર તૈયારીઓ : શહેરમાં ૩૦૦ થી વધુ સ્થળે થશે હોલિકા દહન: સતત ૭૦ માં વર્ષે ભોઈ સમાજ દ્વારા રાજ્યની સૌથી વિરાટ હોળી સોમવારે પ્રગટાવાશે : હોળીના પ્રસાદ વિતરણ ના તેમજ ધુળેટીની ઉજવણી માટે કલર પિચકારી ના ઠેર ઠેર સ્ટોલ ઊભા થયા: હાઇવે હોટલોમાં રંગારંગ કાર્યક્રમની પણ તૈયારી12:13 PM IST
જાણો ડ્રોનની જગ્યાએ ઉડતા આ રંગબેરંગી રોબોટિક પતંગિયા વિશે : નવી જાતનાં પતંગિયાંને ઉડતાં જોઈને ખેડૂતોને રાહત થશે:શેરડીના પાકમાં થતા નુકશાનથી ખેડૂતોને બચાવવા આ રોબોટિક બટરફ્લાયની શોધ કરવામાં આવી:ઈન્દોરની શ્રી ગોવિંદારામ સક્સેરિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધકોએ મળીને રોબોટિક બટરફલાયની શોધ કરી4:59 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
ઓસ્ટ્રિયામાં હિટલરના જન્મસ્થળનું પોલીસ સ્ટેશનમાં રૂપાંતર : ઓસ્ટ્રિયા સરકાર દ્વારા એડોલ્ફ હિટલરના જન્મસ્થળને પોલીસ સ્ટેશનમાં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિટલરના વતનમાં આ પગલાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ નિર્ણયને વારસાની સફાઈ માને છે, જ્યારે અન્ય લોકો આ ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માંગે છે. 1:16 PM IST
જિનિવામાં અમેરિકા દ્વારા યોજનારી શાંતિ મંત્રણા પહેલા રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાની માહિતી : લગભગ 40 ડ્રોન અને 39 બેલિસ્ટિક મિસાઈલ સાથે કરવામાં આવ્યો આ હુમલો:બાળકો સહીત ઘણા લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી:હુમલો મુખ્યત્વે યુક્રેનની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો 4:58 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
યુવી પાજીની 'ચપ્પલ' વાળી કોમેન્ટ વાયરલ: ફિફ્ટી ફટકાર્યા બાદ અભિષેક શર્મા પર યુવરાજ સિંહ કેમ વિફર્યા? જાણો ગુરુ-શિષ્યનો આ અનોખો અંદાજ : ઝિમ્બાબ્વે સામે ૩૦ બોલમાં ૫૫ રન ઠપકાર્યા છતાં યુવરાજ સિંહે 'પાઠ' ભણાવ્યો: ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ પર દિગ્ગજ ક્રિકેટરની પ્રતિક્રિયાએ ચાહકોનું દિલ જીત્યું9:57 PM IST
ઈડન ગાર્ડન્સમાં ૧૦ વર્ષ જૂના 'ઝખ્મ'નો હિસાબ થશે: ધોનીની હારનો બદલો લેવા સૂર્યાની સેના તૈયાર, શું વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૦૧૬નું પુનરાવર્તન અટકશે? : સુપર-૮નો સૌથી મોટો 'કરો યા મરો' જંગ: કોલકાતામાં ભારત અને કેરેબિયન પાવર-હિટર્સ વચ્ચે ટકરાવ, સેમીફાઇનલની ટિકિટ માટે ટીમ ઇન્ડિયાએ જીતવો જ પડશે આ ઈમોશનલ મુકાબલો7:51 PM IST
રણજી ટ્રોફીમાં આકિબ નબીનું રૌદ્ર સ્વરૂપ: કર્ણાટકની બેટિંગ લાઇન-અપના કૂરચા બોલાવી સાતમી વખત ઝડપી ૫ વિકેટ, જમ્મુ-કાશ્મીર ઇતિહાસ રચવાને આરે : દિલ્હી કેપિટલ્સના ૮.૪૦ કરોડના આ હીરોએ મચાવી તબાહી: સૌરવ ગાંગુલીએ આકિબને ટીમ ઇન્ડિયાનો ભાવિ સ્ટાર ગણાવ્યો, કહ્યું- "તેણે આ ઉનાળામાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવું જોઈએ"4:21 PM IST
જ્યારે સની દેઓલની ફિલ્મ સામે આખું કાશી પડ્યું હતું વિરોધમાં: ૪ વર્ષ સુધી કોર્ટના ચક્કરમાં ફસાયેલી 'મોહલ્લા અસ્સી' ની દર્દનાક કહાની, જાણો શું હતો વિવાદ : 'ધ કેરળ સ્ટોરી 2' પર સ્ટે આવતા ફરી તાજી થઈ જૂની યાદો: સેન્સર બોર્ડની મંજૂરી છતાં ધાર્મિક લાગણીઓના નામે કેવી રીતે ફિલ્મોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય છે?3:32 PM IST
સિનેમાઘરોમાં ફરી ગુંજશે 'ધ કેરળ સ્ટોરી 2': હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો મોટો ચુકાદો, સિંગલ જજનો સ્ટે હટાવી ફિલ્મની રિલીઝને આપી લીલી ઝંડી : નિર્માતા વિપુલ શાહને સર્વોચ્ચ રાહત: "જો ફિલ્મ અટકે તો અમે આર્થિક રીતે બરબાદ થઈ જઈએ", દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મંજૂરી આપી; દેશભરના ૧૫૦૦ થી વધુ થિયેટરોમાં હવે થશે પ્રદર્શન5:02 PM IST
બોલિવૂડમાં ફરી 'ધ કેરળ સ્ટોરી 2' નો ધમાકો: વિવાદાસ્પદ 'બીફ સીન' પર અભિનેતા સુમિતે તોડી ચુપકીદી, કહ્યું- "સીન મુશ્કેલ હતો પણ વાસ્તવિકતા બતાવવી જરૂરી હતી" : ટ્રેલર બાદ ફિલ્મ પર પ્રતિબંધની માંગ વચ્ચે મેકર્સનો મોટો નિર્ણય: ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ હવે કોર્ટના ચુકાદા બાદ જ રૂપેરી પડદે દેખાશે3:31 PM IST
સમાન્થા રૂથ પ્રભુ પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવી: પુત્રી માલતી મેરીના 'પ્રિ-મેચ્યોર' જન્મ અને તે સમયના માનસિક સંઘર્ષની કબૂલાત બદલ કરી પ્રશંસા : "તમારી પ્રામાણિકતા શક્તિશાળી છે": જાન્યુઆરી ૨૦૨૨ માં પુત્રીના જન્મની જાહેરાત કરવા માટે દંપતી પર જે દબાણ હતું તે વિશે પ્રિયંકાના ખુલાસાએ સમાન્થાનું દિલ જીતી લીધું5:30 PM IST






























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































































































