News of Monday, 19th August 2024
જંકશન રોડ પર અજાણ્યા વૃધ્ધનું બેભાન થઇ ગયા બાદ મોત
હાથ પર ‘ગીતાબેન, મંજુ અને આર.વી.' ત્રોફાવેલા છેઃ વાલીવારસને શોધતી પ્ર.નગર પોલીસ

રાજકોટ તા. ૧૯: શહેરના જંકશન રોડ પર પોસ્ટ ઓફિસથી આગળ ગેઇટ નં. ૧ પાસે અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન પડયા હોઇ ૧૦૮ના ઇએમટી નિલેષભાઇ ગોહેલે તેમને મૃત જાહેર કરતાં પ્ર.નગરના એએસઆઇ સી. જે. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક વૃધ્ધના હાથની કલાઇ પર ગુજરાતીમાં ગીતાબેન, મંજુ અને અંગ્રેજીમાં આર.વી. ત્રોફાવેલા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવાસર હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(11:45 AM IST)










