<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

વૈશાલીનગરમાં વૃધ્‍ધ મેરૂભાઇ ખાચરના મકાનમાં રૂા. ૧.૫૦ લાખ રોકડની ચોરી

પત્‍નીની દવા લેવા માટે હોસ્‍પિટલે બંને દવાખાને ગયા' તાઃ ચાર શકમંદોની પૂછપરછ

રાજકોટઃ તા. ૧૯: રૈયા રોડ પર વૈશાલી નગરમાં પત્‍નીની દવા લેવા માટે હોસ્‍પિટલે ગયા બાદ તસ્‍કરો વૃધ્‍ધના બંધ મકાનમાં ત્રાટકી રૂા. ૧.૫૦ રોકડા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વૈશાલીનગર શેરી નં. ૧૦ માં ચંદ્રપ્રભુ એપાર્ટમેન્‍ટની સામે રહેતા મેરૂભાઇ લક્ષ્મણભાઇ ખાચર (ઉ.૭૦) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દીકરીના લગ્નબાદ બંને પતિ-પત્‍ની એકલા રહે છે. પરમ દિવસે પત્‍ની મનુબેનની તબીયત સારી ન હોઇ તેથી તેની સારવાર માટે ઘરના દરવાજાને તથા ડેલીએ તાળુમારી ચાવી પાડોશી રાકેશભાઇ હિંમતભાઇ જેઠવાને આપી બંને રૈયા ચોકડી પાસે સેલ્‍સ હોસ્‍પિટલમાં ગયા હતા ત્‍યાં રજા આપતા પાડોશી રાકેશભાઇ જેઠવા પાસેથી ઘરની ચાવી લઇ મકાનના દરવાજાનું તાળુ ખોલી અંદર જતા રૂમનો નકુચો તાળા સહિત નીચે પડેલો જોતા રૂમમાં જોતા કબાટનો લોક તુટેલો જોતા કબાટ ખોલી તપાસ કરતા ખાનામાં રાખેલ રૂા. ૧.૫૦ લાખ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. પત્‍નીના મામાના દીકરા અનકુભાઇ ગોવાળીયા અને તેના નાનાભાઇ બાવકુભાઇ ગોવાળીયા બંને સીકયુરીટીમાં નોકરી કરતા હોઇ તે બંને ભાઇઓએ તેના પગારના બચતના રૂપિયા પોતાને સાચવવા માટે આપ્‍યા હતા. બાદ પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્‍સ એમ.જી.જાડેજા સહિતે વૃધ્‍ધની ફરિયાદ દાખલ પી.એસ.આઇ. એસ. એલ. ગોહિલે ચાર શકમંદોને પકડીલઇ પૂછપરછ હાથ ધરી છે.

(4:13 PM IST)