News of Monday, 19th August 2024
રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં જુનથી ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો
૨૦૧૮માં સરેરાશ ૨૨ ઇંચ વરસાદ પડેલઃ આ વર્ષે ૪૩ર મી.મી. (૧૮ ઇંચ)

રાજકોટ, તા. ૧૯ : ચોમાસાના લગભગ ત્રણ મહિના જેટલો સમય પસાર થવા આવ્યો ગયો છે અને હવે માત્ર એક મહિનો બાકી છે ત્યારે ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં વરસાદની ઘણા જોવા મળી રહી છે.
જૂનથી શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બર મહિનામાં પૂરું થાય છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆત પણ સુસ્ત રહે તેવી ધારણા છે. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસાની સીઝના પ્રથમ ત્રણ મહિનામાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે એટલે કે ચાલુ વર્ષે નોંધાયો છે.
ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં ૬૦થી ૯૦ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે અને તેના કારણે વરસાદ પર આધારિત ખેતી કરતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે.
એક તરફ ઉત્તર ભારત અને પૂર્વોત્તરના કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કયાંક પૂરની સ્થિતિ પેદા થઈ રહી છે. જ્યારે ગુજરાતમાં વરસાદ સાવ બંધ થઈ ગયો છે.
રાજકોટમાં ફાયર બ્રિગેડમાં નોંધાયેલા આંકડા મુજબ ચાલુ વર્ષે ર૦ર૪માં ચોમાસાની ઋતુના પ્રથમ ત્રણ માસ જુન, જુલાઇ અને ઓગસ્ટમાં આજ દિવસ સુધીમાં ૪૦૦ મીમી પાણી પડયું છે. જે ર૦૧૯ થી ર૦ર૩ સુધીના પાંચ વર્ષમાં સૌથી ઓછો છે.
શહેરમાં ર૦૧૯માં ૯૭૯ મીમી, ર૦ર૦ માં ૧૧૩પ મીમી, ર૦ર૧ માં પ૭૮ મીમી ર૦રરમાં ૭૪૪ મીમી તથા ગત વર્ષ ર૦ર૩માં પ૭૮ મી.મી. વરસાદ મનપાના ફાયર બ્રિગેડમાં નોંધાયો હતો. જયારે ર૦ર૪ માં આજ દિવસ સુધીમાં ૪૩ર મીમી વરસાદ પડયો હોવાનું ફાયર બ્રિગેડમાં નોંધાયું છે. આમ છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ પ્રથમ ત્રણ માસમાં પડયો છે.
રાજ્યમાં છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી છુટીછવાઈ વરસાદી ગતિવિધિ ચાલુ છે પરંતુ પાકને ફાયદો કરાવે તેવો વરસાદી રાઉન્ડ જોવા મળ્યો નથી.

(3:49 PM IST)










