<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

બાળકો બન્‍યા ગોપી કિશન : યશોદાનો અદ્‌‌ભૂત અભિનય

વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ અને વિઝન સ્‍કુલનું સફળ આયોજન : વિજેતાઓના નામ જાહેર

વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ અને વિઝન સ્‍કુલના સંયુકત, ઉપક્રમે ગઇકાલે બાજપાઇ ઓડીટોરીયમ પેડક રોડ ખાતે ગોપીકિશન તથા મેં ભી યશોદા સ્‍પર્ધા યોજાયેલ તેના વિજેતાઓને શાંતુભાઇ રૂપારેલિયા નીતેશ કથીરિયા, ધીરૂભાઇ વીરડિયા, હિમાંશુ પારેખ, નયન પજવાણી, કેતન રબારી, હિમાંશુ પારેખ, રાજુ ઝુંઝા, કૌશિક સરધારા વગેરેના હસ્‍તે ઇનામો આપવામાં આવ્‍યા હતા.

રાજકોટઃ ગઇકાલે રવિવાર વિ.હિ.૫. અને વિઝન સ્‍કૂલ ના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત ગોપી-કિશન સ્‍પર્ધા તથા પ્રથમવાર મહિલાઓ માટે યોજાયેલ મે ભી યશોદા સ્‍પર્ધામાં સ્‍પર્ધકોએ બહોળી સંખ્‍યામાં ભાગ લીધો હતો. ે ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા વિજેતા બનેલા સ્‍પર્ધકોને ઈનામોથી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. સાથે આ વર્ષની જન્‍માષ્ટમી શોભાયાત્રા શહેરના જે રાજમાર્ગ પરથી પસાર થવાની છે તે રૂટ પણ જાહેર કરવામાં આવ્‍યો હતો. આ રથયાત્રામાં મુખ્‍ય રથ જે ખાસ પ્રકારના વાહનમાં દર વર્ષની વૈવિધ્‍યતા પૂર્ણ થીમ ઉપર આધારીત બનાવવામાં આવતો હોય છે.

દર વર્ષે એક જાણે પરંપરા બની ગઈ હોય તે રીતે જન્‍માષ્ટમી આવે તે પૂર્વે નાના બાળકો માટે ગોપી-કિશન સ્‍પર્ધા યોજાતી હોય છે. ઉમર મુજબ અલગ-અલગ ગ્રુપમાં યોજાતી આ સ્‍પર્ધામાં હજારોની સંખ્‍યામાં બાળકો ભાગ લ્‍યે છે. કળષ્‍ણ, ગોપી, બલરામ, સુદામા, રાધા જેવા ભગવાન શ્રીકળષ્‍ણના જીવન સાથે સંકળાયેલા પાત્રોના વેશધારણ કરી સ્‍પર્ધકો આ કાર્યક્રમમાં ભાગ લ્‍યે છે. વાસડી, મટુકી, મોરપીછ, શ્‍યામવરણી વષાો, રંગબેરંગી વેશભુષા, અવનવા મેકઅપ, મુગટ, પાઘડી, સાફા, હાથમાં લાકડી સહિતની વેશભુષામાં સજજ જાણે સાક્ષાત ગોકુળીયુ ગામ હોય તેવો અહેસાસ કરાવે છે. આવો જ અહેસાસ તા. ૧૮ ના રોજ પેડક રોડ ખાતે આવેલ અટલબિહારી ઓડીટોરીયમ ખાતે ઉપસ્‍થિત દર્શકોને થયો હતો. હજારોની સંખ્‍યામાં ગોપી-કિશન બનેલ બાળકોએ વાતાવરણને કળષ્‍ણ ભકિતમાં રંગી દીધુ હતું. આ કન્‍વીનર કેતનભાઈ રબારીના નેજા હેઠળ યોજાયેલ સ્‍પર્ધામાં બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય અને તળતિય ક્રમે વિજેતા થયેલ પ્રોત્‍સાહક તરીકે વિજેતા થયેલ તમામ સ્‍પર્ધકોને ઈનામોથી પ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતા. આ વિજેતા થયેલા સ્‍પર્ધકો નીચે મુજબ છે.

ગોપી-કિશન હરીફાઈના વિજેતાઓ ગ્રુપ - એ

વિજેતા ગોપી                  કિશન

પ્રથમ  હિરવા સન્નીભાઈ સોલંકી  ગ્રંથી ચિરાગભાઈ બેલડીયા

દ્વિતીય મેઘના પાર્થભાઈ દસાડીયા       ધ્‍યાન સંદિપભાઈ છતૈરેયા

તળતીય                       વળંદા કાર્તિકભાઈ રૈયાણી   સારાંશ દિવ્‍યેશભાઈ સોડેલીયા

પ્રોત્‍સાહન                      ક્રિષ્‍ના ડાવેરા, શ્રળષ્ટી સુરાણા,       માહીર ચભાડીયા, ખુશ હુદડીયા,

        શ્રીનીધિ સોજીત્રા, ગોપી ધાધલ   ગ્રીવા આંબલીયા, શીવાની રાયકા,

         વિશ્વા નાયક, ભવ્‍યા સોરાણી,     રૂદ્ર લખતરીયા, પ્રિયાંશ રાદડીયા

        રૂહી સીતાપરા, માહીરા  બુંદેલા, અમન સીતાપરા, આરવા ગોંડલીયા,

          દિવ્‍યા તળાવીયા, આરોહી કરણ જીયા ગોંડલીયા, ઉર્વ ગોંડલીયા

ગ્રુપ - બી

વિજેતા   ગોપી                 કિશન

પ્રથમ    રાજીવ રાજેશભાઈ    આરોહી રૈયાણી

          કુંભરવાડીયા

દ્વિતીય   વિશ્વા કેવલભાઈ દવે કર્મવીર સોનારા

તળતીય આરાધ્‍યા દવે         અનુજ અઘેરા

પ્રોત્‍સાહન માહી સુથાર, વળંદા રાઠોડ,     શ્રધ્‍ધા સોલંકી, જય પરમાર, 

          ધૈર્યા નિરંજની,       જેનીશ સોલંકી,

          માહી લીંબાસીયા,     અમરેલીયા, યશરાજ નડીયાપરા,

          એન્‍જલ પરમાર,  મહેક પ્રણવ નાવયાણી,

          ધીણોજા, ધૈવત ગાંગાણી,       ચિરાગ કુમારખાણીયા,

           વાણી વસોયા, પ્રિન્‍સી ભુત,    વેદાંશ બેલડીયા,

     હિમાની ચૌહાણ  યુગ શીંગાળા, દેવલ મેંદપરા

આ વખતે ગોપી-કિશન ઉપરાંત મહિલાઓ પણ ભાગ લઈ શકે તેવી મે ભી યશોદા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વખતે પ્રથમવાર કન્‍વીનર રાજુભાઈ જુંજાના નેજા હેઠળ યોજાયેલ આ કોમ્‍પીટીશનમાં મહિલાઓએ ખૂબ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. સ્‍પર્ધક તરીકે યશોદા બનેલ સ્‍પર્ધકોએ અવનવી વેશભુષા અને પાત્રને અનુરૂ૫ સાજ શ્રળંગાર કરી વાતાવરણને ભકિતમય બનાવી દીધુ હતું. અમુક સ્‍પર્ધકો પોતાની સાથે બાળ કાનુડાને પણ લઈને જોડાયા હતા. પોતાના અવનવા વકતવ્‍યો તો કોઈ સ્‍પર્ધકે ગીત ગાઈને, અભિનય સાથે, નળત્‍ય સાથે, ભાવ સાથે પ્રસ્‍તુતિ કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા હતા. મે ભી યશોદા સ્‍પર્ધામાં વિજેતા થયેલ સ્‍પર્ધકોને ઈનામો આવી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. મે ભી યશોદા સ્‍પર્ધામાં વિજેતા થયેલ સ્‍પર્ધકો પ્રથમ ક્રમે પ્રિયંકા જયરામભાઈ દેસાઈ, બીજા ક્રમે ડિમ્‍પલ રાજેશભાઈ રૈયાણી, ત્રીજા ક્રમે રાધિકા નિખિલભાઈ અજાણી તથા પ્રોત્‍સાહક વિજેતા તરીકે કાજલ કુંગસીયા, ભગવતી સોલંકી, હીના નંદાણીયા, સોનીયા રાવલ, હીના ઢોલરીયા, કાજલ પરસાણા, પુજા કામાણી, દિવ્‍યા હેરમા, શ્વેતાબા જાડેજા, પુનમ તેરૈયા વિજેતા બન્‍યા હતા.

રવિવારે યોજાયેલી ગોપી-કિશન સ્‍પર્ધા તથા મે ભી યશોદા સ્‍પર્ધાના વિજેતા સ્‍પર્ધકોને વિ.હિ.૫. રાજકોટ મહાનગરના અધ્‍યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણ, મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ), રથયાત્રાના અધ્‍યક્ષ વિજયભાઈ વાંક, મુખ્‍ય રથના દાતા ધીરૂભાઈ વીરડીયા, ગોપી-કિશન સ્‍પર્ધાના કન્‍વીનર કેતનભાઈ રબારી, મે ભી યશોદા સ્‍પર્ધાના કન્‍વીનર રાજુભાઈ જુંજા, આર.ડી. ગ્રુપના પરેશભાઈ પોપટ, અકિલા પરિવારના ડો.અનિલભાઈ દાસાણી, એડવોકેટ તથા તમામ બાળકોને ઈનામોથી પ્રોત્‍સાહીત કરનાર હેમાંશુભાઈ પારેખ, રમાબેન હેરમા, એડવોકેટ નયનભાઈ પંજવાણી, ડો. હિરેનભાઈ વિસાણી, કૌશીકભાઈ સરધારા, વિપુલભાઈ ગજજર, ભરતભાઈ હેરમા, શ્રી વીરડા, પરેશભાઈ રૂપારેલીયા, રમેશભાઈ લીંબાસીયા સહિતના મહાનુભાવોના હસ્‍તે ઈનામો આપવામાં આવ્‍યા હતા. બંને સ્‍પર્ધામા  નિર્ણાયક તરીકેની સેવા આપવા બદલ હીરલબેન જોશી, ભુમીબેન મહેતા, ડો. મહાવીબેન માંકડીયા, મનીષાબેન ખાખરીયા, જયોતિબેન પંડયા, શીતલબેન ધામેલીયા, અંજુબેન પટેલ, સોનુબેન મકવાણા, ધર્મીષ્ઠાબેન સાકરીયા, વૈશાલીબેન ડોબરીયા વિગેરેનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.  તેમ પારસભાઇ શેઠ મીડીયા ઇન્‍ચાર્જ શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ જણાવે છે.

(3:52 PM IST)