<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

રાજકોટના કાર્યદક્ષ ડીસીપી સજ્જનસિંહ પરમારનો આજે જન્‍મદિવસઃ અભિનંદનવર્ષા

નામ પ્રમાણેના ગુણો ધરાવતા આઇપીએસ અધિકારી પર શુભેચ્‍છાઓનો વરસાદ

રાજકોટઃ નામ પ્રમાણે જ ગુણ ધરાવતા રાજકોટના કાર્યદક્ષ એવા ડીસીપી સજ્જનસિંહ પરમારનો આજે જન્‍મદિવસ હોવાથી વહેલી સવારથી તેમના પર સતત અભિનદન અવિરત વર્ષી રહ્યા છે. મૂળ ભાવનગર જિલ્લાના અલંગ નજીકના ત્રાપજનાં વતની છે.

પોતાનાં હોદાનું કોઈ જાતનું અભિમાન રાખ્‍યા વગર સરળ અને સામાન્‍ય લોકો સાથે વર્તન કરતા આ આઇપીએસ ગુનેગારો અને જેમની છબી ખરડાયેલ હોય તેવા સાથે અલગ રીતે વર્તે છે. ૨૦૦૫માં ડાયરેક્‍ટ ડીવાયએસપી તરીકે ભરતી થયેલા સજ્જનસિંહ પરમારને તાજેતરમાં જ રાષ્‍ટ્રપતિ ચંદ્રકથી વિભુષિત કરવામાં આવ્‍યા છે. પાટણ, સુરેન્‍દ્રનગર, અને રાજકોટ શહેર, વેરાવળ, જામનગર ખાતે ખાતે યશશ્વી ફરજ બજાવનાર આ આઇપીએસ વડોદરા, બોટાદ એસપી અને સુરત શહેરમાં બજાવેલ ફરજને આજે પણ લોકો યાદ કરે છે. રાજકોટમાં તેઓ બીજી વખત નિમણૂક પામ્‍યા છે. તેઓ એસીપી તરીકે પણ રાજકોટમાં ફરજ બજાવી ચૂકયા છે. (મો.૯૯૭૯૮ ૫૦૦૦૨)

(11:12 AM IST)